________________
૧૫૪૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૧ ઘણા સુખલવોનો સમુદાય થાય છે. તેવા સર્વ બાધાઓના ક્ષયથી થતા સુખના સમુદાયરૂપ સિદ્ધના જીવોનું સુખ છે. વસ્તુતઃ સિદ્ધનું સુખ સર્વ બાધાઓના ક્ષયથી થયેલું હોવાથી નિરતિશય એકરૂપ છે અર્થાત્ ચરમસીમાનું છે.
વળી સંસારનું સુખ અન્ય અન્ય સુખલવોના સમુદાયરૂપ છે, જે ક્ષયોપશમ ભાવમાં સંભવે છે; જ્યારે સિદ્ધનું સુખ તો સર્વ વ્યાબાધાના સંપૂર્ણ ક્ષયથી થયેલું હોવાથી સુખલવોના સમુદાયરૂપ નથી, પરંતુ નિરતિશય એકરૂપ સુખ છે.
સંસારી જીવોનું સુખ ઘણા સુખલવોના સમુદાયરૂપ છે, તેવું સિદ્ધને નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે --
સંસારી જીવોનું સુખ અમૃત જેવું હોવા છતાં ઘણા વિષના અંશથી યુક્ત છે, માટે કેવલ અમૃત નથી. તેથી સંસારનું સુખ કેવલ સુખરૂપ નથી, પરંતુ વિષ જેવા દુઃખથી યુક્ત છે; અને મોક્ષમાં કેવલ સુખ છે; કેમ કે દુઃખથી યુક્ત નથી. માટે મોક્ષમાં સંસારી જીવોના જેવું ક્ષયોપશમભાવવાળું સુખ નથી.
નોંધ :- સિદ્ધસુખવિંશિકાના ઉદ્ધરણની ગાથા-૭ થી ૧પના વિશેષ ભાવાર્થ માટે વિંશતિવિંશિકા ઉત્તરાર્ધ, ગીતાર્થ ગંગાથી પ્રકાશિત થયેલું છે, તેમાં જોવું. ઉત્થાન :
પ્રસ્તુત શ્લોકમાં પ્રથમ પાદમાં અને દ્વિતીય પાદમાં ગ્રંથકારશ્રીએ પ્રાર્થના કરી કે તમારું રૂપ મારા હૈયામાં ત્યાં સુધી પરિવર્તન પામો કે જ્યાં સુધી મને નિષ્પાપ એવું ઉત્તમ પદ પ્રાપ્ત થાય નહિ; અને ત્યારપછી પ્રસ્તુત શ્લોકના ત્રીજા પાદમાં અને ચોથા પાદમાં તે નિષ્પાપ ઉત્તમ પદ આનંદઘનરૂપ છે, તેમ બતાવ્યું. તેનાથી શું ફલિત થાય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :
फलस्यानन्दघनत्वेन साधनस्यापि तथात्वं बोध्यम्, इत्थं चारूपध्यानरूपनिरालम्बनयोगायैव रूपस्तुतिरित्यावेदितं भवति, तथा च प्रतिमा स्वल्पबुद्धिनामित्यादि दर्शनेनापि न व्यामोहः कार्यः, निरालम्बनयोगादर्वाक् स्वल्पबुद्धेरेव तदधिकारसिद्धः, सालम्बनयोगसंपादकत्वेनैव तस्याश्चरितार्थत्वादन्यथा केवलज्ञानकालाननुवर्तिश्रुतज्ञानमप्यनुपजीव्यं स्याद् देवानांप्रियस्येति न किञ्चिदेતહિત્યર્થ: તા૨૦. ટીકાર્ચ -
70 ... તથિલારસિદ્ધ , ફળનું ભગવાનની સ્તુતિના ફળનું, આનંદઘનપણું હોવાને કારણે સાધનનું પણ=આનંદઘનની પ્રાપ્તિના સાધનભૂત નિરાલંબતધ્યાનનું પણ, તથાપણું જાણવું= આનંદઘનપણું જાણવું; અને આ રીતે=ભગવાનની સ્તુતિથી પરંપરાએ પ્રાપ્ત થતું મોક્ષરૂપ ફળ