________________
૧૫૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૨-૧૦૩-૧૦૪ જ્યારે ગ્રંથકારશ્રીને વીતરાગભાવ પ્રત્યે અત્યંત રાગ છે, તેથી રાગથી આ પ્રતિમાને જોનારા છે, માટે વીતરાગનું વીતરાગસ્વરૂપ પ્રતિમામાં તેમને દેખાય છે. તેથી અનિમેષ વિસ્મિત દૃષ્ટિથી પ્રતિમાને જુએ છે, તેના કારણે પોતાના ચિત્તમાં રાગાદિ કલ્લોલો પ્રતિદિવસ શાંત થાય છે, જેથી તેમનું ચિત્ત ઉપશમભાવના રમ્ય આનંદરૂપ અમૃતમાં નિમજ્જન પામે છે અને તેના કારણે શાંતરસનું સુખ પ્રગટ થાય છે. ll૧૦શા શ્લોક :
मन्दारद्रुमचारुपुष्पनिकरैर्वृन्दारकैरर्चितां, सवृन्दाभिनतस्य निर्वृतिलताकन्दायमानस्य ते । निस्यन्दात्स्नपनामृतस्य जगतीं पान्तीममन्दामयाऽ
वस्कन्दात् प्रतिमां जिनेन्द्र ! परमानन्दाय वन्दामहे ।।१०३ ।। અન્વયાર્થ:
જિનેન્દ્ર !=હે જિનેન્દ્ર ! નનામૃતસ્ય નિચા=હુવણરૂપ અમૃતના તિક્ષ્યથીeભગવાનની પ્રતિમાના હવણજળના છંટકાવથી, મામવાડવન્તઘિણા રોગતા અવઢંદથી અર્થાત્ જગતના જીવોના ઘણા રોગોને દૂર કરવાથી નાત પાન્તીજગતનું રક્ષણ કરતી, મન્તારમવારુપુષ્યનિવારે વૃજાર તા—કલ્પવૃક્ષના સુંદર પુષ્પોના સમૂહથી દેવતાઓ વડે પૂજાયેલી સવૃમિનતસ્ય સર્વાદથી તમાયેલા સજ્જનોના સમુદાયથી તમાયેલા, નિવૃતિcતાના માનમોક્ષરૂપી લતાના કંદસમાન એવા તે તમારી પ્રતિમ=પ્રતિમાને પરમાનન્દ્રા =પરમાનંદ માટે નામ અમે વંદન કરીએ છીએ. ll૧૦૩ શ્લોકાર્થ :
હે જિનેન્દ્ર ! તમારી પ્રતિમાના હવણજળના છંટકાવથી જગતના જીવોના ઘણા રોગોને દૂર કરવાથી જગતનું રક્ષણ કરતી, કલ્પવૃક્ષનાં સુંદર પુષ્પોના સમૂહથી દેવતાઓ વડે પૂજાયેલી, સજ્જનોના સમુદાયથી નમાયેલા, મોક્ષરૂપી લતાના કંદસમાન એવા તમારી પ્રતિમાને પરમાનંદ માટે અમે વંદન કરીએ છીએ. ૧૦૩. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાની સ્તુતિરૂપે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે, અને તે પ્રતિમાની સ્તુતિ કરતાં કહે છે કે “હે ભગવંત ! તમારી પ્રતિમા કલ્પવૃક્ષનાં સુંદર પુષ્પોના સમૂહથી દેવતાઓ વડે પૂજાયેલી છે. આ પ્રમાણે બતાવીને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા અનેક કાળ સુધી દેવતાઓ દ્વારા પૂજાયેલી છે, તે બતાવેલ છે.
વળી તે ભગવાન કેવા છે, તે બતાવતાં કહે છે કે ઉત્તમ પુરુષોના સમૂહથી નમાયેલા છે અને મોક્ષરૂપી લતાના કંદ સમાન છે, એવા પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે.