________________
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૧
૧૫૪૭
टीकाकर्तुः प्रशस्तिः ટીકાકારની પ્રશસ્તિ :શ્લોક :
जयति विजितरागः केवलालोकलीलाकलितसकलभावः सत्यवादी नतेन्द्रः । दिनकर इव तीर्थं वर्तमानं वितन्वन्,
कमलमिव विकासिश्रीः जिनो वर्द्धमानः ।।१।। અન્વયાર્થ:
વિનિતરી =જેમણે રાગને જીત્યો છે એવા રેવત્તાતોસ્તીનાનિતનમાવ:=કેવલજ્ઞાનની લીલાથી જાગ્યા છે સકલ ભાવોને જેમણે એવા સત્યવાહી સત્ય બોલનારા નરેન્દ્ર =ઈન્દોથી તમાયેલા વિનર રૂઢ વર્તમાનં તીર્થ વિતત્વ—સૂર્યની જેમ વર્તમાન તીર્થનો વિસ્તાર કરતા તેમના વિસિશ્રી =કમલની જેમ વિકાસી શોભાવાળા એવા વર્તમાન બિન =વર્તમાન જિતેશ્વર જયતિ જય પામે છે. [૧] શ્લોકાર્થ :
જેમણે રાગને જીત્યો છે એવા, કેવલજ્ઞાનની લીલાથી જાણ્યા છે સકલભાવોને જેમણે એવા, સત્ય બોલનારા, ઈન્દોથી નમાયેલા, સૂર્યની જેમ વર્તમાન તીર્થનો વિસ્તાર કરનારા, કમલની જેમ વિકાસી શોભાવાળા એવા વર્ધમાન જિનેશ્વર જય પામે છે. III ભાવાર્થ :
ટીકાકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ વીરભગવાનના શાસનની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીની પોતાની પાટ પરંપરાની પ્રશસ્તિ કરેલ છે. પ્રસ્તુત પોતાની પરંપરાના આદ્ય ગુરુ વીરપરમાત્મા છે. તે કેવા ગુણોવાળા છે, તે બતાવતાં કહે છે –
વર્ધમાનસ્વામીએ રાગને જીતી લીધો છે, ઉપલક્ષણથી દ્વેષને પણ જીતી લીધો છે, અને કેવલજ્ઞાનના પ્રકાશથી સંસારના બધા ભાવોને જાણનારા છે. વળી સત્યવાદી છે, આ પ્રકારે બતાવીને ભગવાનનું વચન એકાંત પ્રમાણભૂત છે એમ સ્થાપન કરેલ છે; કેમ કે રાગાદિરહિત છે, યથાર્થભાવોને જાણનારા છે અને સત્યવાદી છે. માટે જે કાંઈ કહે છે તે સર્વ યથાર્થ જ કહે છે. માટે તેમનાં વચનો સંસારી જીવો માટે એકાંત ઉપકારક છે.
વળી ઇન્દ્રોથી નમાયેલા છે, વળી જેમ સૂર્ય જગતમાં પ્રકાશનો વિસ્તાર કરે છે, તેમ ભગવાન વર્ધમાનસ્વામી વર્તમાન તીર્થનો વિસ્તાર કરનારા છે. વળી જેમ કમલ વિકાસને પામે છે, તેમ ભગવાન પૂર્ણ વિકસિત એવી લક્ષ્મીવાળા છે. આવા વદ્ધમાન જિન જગતમાં જય પામે છે.