________________
૧૫૪૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૨-૧૦૩-૧૦૪ વળી ગ્રંથકારશ્રી વીતરાગ પ્રત્યે એક ભક્તિવાળા છે. તેથી વીતરાગની ભક્તિરૂપે પ્રસ્તુત ગ્રંથ રચેલ છે. વળી ગ્રંથકારશ્રીએ કાશીમાં અભ્યાસ કરીને વાદીને જીતીને ન્યાયવિશારદ વગેરે શુચિ એવી યશલક્ષ્મીને પ્રાપ્ત કરેલ છે.
વળી ન્યાયદર્શનના અભ્યાસને કારણે ઉલ્લાસ પામતી વ્યક્ત યુક્તિવાળા છે અર્થાત્ સર્વજ્ઞ ભગવંતના શાસ્ત્રો માત્ર સ્વદર્શનનાં છે', એમ કહીને સ્વીકારનારા નથી, પરંતુ ઉલ્લાસ પામતી વ્યક્ત યુક્તિઓ દ્વારા તેનો નિર્ણય કરીને તેના મર્મને જાણનારા છે. એવા પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ આ શતક કર્યું છે.
પ્રસ્તુત પ્રશસ્તિના શ્લોકમાં ગ્રંથકારશ્રીએ ‘યશશ્રી' શબ્દ દ્વારા પોતાના નામનું સૂચન કરેલ છે. II૧૦૪ ટીકા :
શિષ્ટ વ્યત્રયં સ્પષ્ટમ્ ૨૦૨ાાર રૂાા૨૦૪ ટીકાર્ય :
શિષ્ટ વ્યત્ર અષ્ટમ્ / કહેવાયેલાં ત્રણ કાવ્ય-શ્લોક-૧૦૨-૧૦૩-૧૦૪ સ્પષ્ટ છે, તેથી આ ત્રણ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. II૧૦૨ાા૧૦૩૧૦૪
|| તિ શ્રી પ્રતિમાશતવં સમાતા (સમાપ્તમ્) |