________________
૧૫૪૯
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૪ બ્લોક :
मरालैगीतार्थः कलितबहुलीलः शुचितपःक्रियावद्भिनित्यं स्वहितविहितावश्यकविधिः । प्रवाहो गङ्गाया इव दलितपङ्कव्यतिकर
स्तपागच्छः स्वच्छः सुचरितफलेच्छः प्रजयति ।।४।। અન્વયાર્થ :
ચિતા:ક્રિયાવ િ=પવિત્ર તપક્રિયાવાળા એવા, નીતાઃ માત્ત =ગીતારૂપી હસોથી નિતબદુલ્લી = કલિત બહુલીલાવાળો, નિત્યં હંમેશાં સ્વહિતવિહિતાવરથવિધિ =સ્વહિત માટે વિહિત આવશ્યક વિધિવાળો Tલા પ્રવાદ રુવ ગંગાના પ્રવાહની જેમ નિતપતિ =દલી નાંખ્યો છે કાદવનો વ્યતિકર જેણે એવો સ્વચ્છ:=સ્વચ્છ સુચરિતત્તેજી:=સુચરિત ફળની ઈચ્છાવાળો તા:તપાગચ્છ પ્રગતિ=જય પામે છે. સા. શ્લોકાર્ચ -
પવિત્ર તપક્રિયાવાળા એવા ગીતાર્થોપી હસોથી કલિત બહુલીલાવાળો, હંમેશાં સ્વહિત માટે વિહિત આવશ્યક વિધિવાળો, ગંગાના પ્રવાહની જેમ દલી નાંખ્યો છે કાદવનો વ્યતિકર જેણે એવો, સ્વચ્છ અને સુચરિત ફલની ઈચ્છાવાળો તપાગચ્છ જય પામે છે. પૂજા ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ પ્રથમ શ્લોકમાં વીરભગવાનની સ્તુતિ કરી, ત્યારપછી ભગવાનની પાટપરંપરામાં આવનારા સુધર્માસ્વામી આદિની સ્તુતિ કરી અને ક્રમથી તપગચ્છના આદ્ય શ્રી જગચંદ્રસૂરિ થયા, તેમની સ્તુતિ કરી. હવે તે તપાગચ્છ કેવો છે, તે બતાવીને તપાગચ્છની સ્તુતિ કરે છે –
પવિત્ર તપ અને ક્રિયાવાળા એવા ગીતાર્થ પુરુષોરૂપી હંસોથી કલિત બહુલીલાવાળો તપાગચ્છ છે. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે આ તપગચ્છમાં મોક્ષને અનુકૂળ એવી તપ-ક્રિયા કરનારા ગીતાર્થ પુરુષો થયા છે જેઓએ ભગવાનના શાસનનાં ઘણાં રહસ્યો પ્રાપ્ત કર્યા છે, એવો આ તપાગચ્છ છે.
વળી આ તપાગચ્છમાં આત્માના હિત માટે આવશ્યક વિધિઓ નિત્ય સેવાય છે, તેવો આ તપાગચ્છ છે.
વળી, જેમ ગંગાનો પ્રવાહ કાદવને દૂર કરે છે, તેમ આ તપાગચ્છ આત્મામાં રહેલા મલિન ભાવરૂપી કાદવને દૂર કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તપાગચ્છના પવિત્ર આચારો જેઓ પાળે છે, તેમનામાં મોહરૂપી કાદવ દૂર થાય છે અને તેમનો આત્મા સ્વચ્છ થાય છે.
વળી, આ તપાગચ્છ સ્વચ્છ છે અને સુચરિતના ફળની ઇચ્છાવાળો છે અર્થાત્ આ તપાગચ્છમાં રહીને જેઓ તપાગચ્છની મર્યાદાથી જીવે છે, તેઓ સ્વચ્છ જીવન જીવનારા છે અને સુચરિતના ફળને પ્રાપ્ત