________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૯
ઉપર૫
ક્રોધનું અનુસ્મરણ થાય છે, અને જણાય છે કે આ પુરુષ ક્રોધી છે. તેમ ભગવાનના બિંબને જોઈને રાગાદિથી અનાકુળ એવા ભગવાનના સ્વરૂપનું સ્મરણ થાય છે; અને રાગાદિથી અનાકુળ એવા ભગવાનના સ્વરૂપમાં જેમને પક્ષપાત થાય છે, તે પુરુષનો રાગ ભગવાનના વીતરાગ સ્વરૂપમાં અત્યંત પ્રકર્ષવાળો થાય છે. તેથી તે પુરુષમાં ભગવાનના વીતરાગ સ્વરૂપનું ધ્યાન પ્રગટે છે, અને તે ધ્યાનને કારણે તે પુરુષના આત્મામાં મોહને પેદા કરાવનાર કાલુષ્ય ક્ષીણ થાય છે, તેથી નૈશ્ચયિક દ્રવ્ય, ગુણ અને પર્યાયનું પરમાત્મામાં અને પોતાના આત્મામાં સામ્ય છે, તેનું પર્યાલોચન પ્રગટે છે. તેથી ધ્યાનમાં રહેલા યોગીને ‘તું હું છું અને હું તું છું' એ પ્રકારનું સમાપત્તિરૂપ અભેદજ્ઞાન પ્રગટે છે. તે વખતે “તું” “હું” રૂપે અભેદબુદ્ધિ હોવા છતાં “તું” “હું' પદથી ભેદ પણ પ્રતીત થાય છે. તેથી તે યોગીના ઉપયોગમાં અંતર્જલ્પરૂપ મુખદ્ અને અસ્મદિનો ઉલ્લેખ છે અર્થાત્ “તું અને હું એક છીએ' એ પ્રકારના ઉપયોગમાં તું અને હું એ બે શબ્દનો ઉલ્લેખ છે, અને તે ઉલ્લેખ બતાવે છે કે તમારી અને મારી વચ્ચે ભેદ પણ છે. તેથી તું અને હું એ પ્રકારનાં બે પદો પરમાત્મા સાથે પોતાના આત્માની અભેદ બુદ્ધિ કરવામાં બાધક છે, તેવું જ્ઞાન થાય છે. તે વખતે તે સાધક યોગી વેદાંતીઓની જે પદ્ધતિ છે, તે પદ્ધતિથી અખંડ બ્રહ્મમાં જહન્દુ-અજહદ્ લક્ષણથી યત્ન કરે ત્યારે અંતર્જલ્પથી થનારું નિર્વિકલ્પ સાક્ષાત્કારરૂપ જ્ઞાન આવિર્ભાવ પામે છે.
આશય એ છે કે વેદાંત દર્શનકારો બ્રહ્મને એક અખંડ માને છે, અને અખંડ બ્રહ્મ સાથે તન્મય થવા માટે જહદ્અજહદ્ લક્ષણા દ્વારા તેઓ યુષ્પદ્ અને અમ્મદ્ પદનો ત્યાગ કરે છે. જેમ પોતાના આત્મામાં અને પરમાત્મામાં એક અખંડ બ્રહ્મ છે, તે અખંડ બ્રહ્મમાં ત્વમ્ અને મહમ્ એ બે પદો ભેદને કરનારા છે, તેથી પરમાત્મામાં અને પોતાના સ્વરૂપમાં વર્તતા અખંડ બ્રહ્મનો ત્યાગ નહિ કરવારૂપ અજહલક્ષણા, અને ત્વમ્ અને અહમ્ પદનો ત્યાગ કરવારૂપ જહલક્ષણા દ્વારા, પરમાત્માના સ્વરૂપને જોવા માટે યોગી ઉપયુક્ત બને છે, ત્યારે પરમાત્મામાં અને પોતાનામાં અનુગત એવો એક અખંડ બ્રહ્મ તેને દેખાય છે. તે અખંડ બ્રહ્મસ્વરૂપને સ્પર્શે એવો અંતર્જલ્પ તે યોગીમાં વર્તે છે, તે નિર્વિકલ્પ સાક્ષાત્કારરૂપ જ્ઞાનસ્વરૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે ભગવાનની મૂર્તિના દર્શનથી પ્રથમ ભગવાનના રૂપનું અનુસ્મરણ થાય છે, અને તે ભગવાનના રૂપ પ્રત્યેનું અત્યંત આકર્ષણ થવાથી ભગવાનની કર્મકાય અવસ્થાવાળું ધ્યાન પ્રગટે છે, જેનાથી આત્મામાં ઘણા મોહનો નાશ થાય છે ત્યારે, નિશ્ચયનયને અભિમત એવું પરમાત્માસદશ દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું સામ્ય પોતાના આત્મામાં યોગીને દેખાય છે, તેથી યોગી પોતાને પરમાત્મા સાથે અભેદરૂપે જાણે છે. ત્યારપછી વેદાંતીની પદ્ધતિથી અખંડ બ્રહ્મમાં તન્મય થાય છે ત્યારે, સર્વ વિકલ્પના સ્પર્શ વગરનું મોહથી અનાકુળ એવા જ્ઞાનનું સંવેદન થાય છે, તે નિર્વિકલ્પ સાક્ષાત્કારરૂપ છે.
આ રીતે ભગવાનની પ્રતિમા મહાકલ્યાણનું કારણ છે તેમ બતાવ્યા પછી, અથવાથી અન્ય રીતે પ્રતિમા કઈ રીતે કલ્યાણનું કારણ છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભેદનયના અર્થથી વ્યુત્ક્રાંત એવા અભેદગ્રાહી દ્રવ્યર્થના ઉપયોગ વડે ચરમ અવંચકયોગરૂપ પ્રાતિજજ્ઞાનના મહિમાથી અનાલંબનયોગ પ્રગટે છે. આવો અનાલંબનયોગ જે વીતરાગદેવની પ્રતિમાના દર્શનથી થાય છે,