________________
૧૫૩૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૦ સ્વત: ..... થોચતે || સધ્યાનના પ્રસાદથી પ્રતિમા મહિને સ્વપ્રકાશ જ્ઞાનને, કરે છે ત્યારે આચારાંગ પ્ર. શ્ર. અધ્યાય-પ, સૂત્ર-૧૭૦-૧૭૧માં કહેલ સિદ્ધના સ્વરૂપનું જ્યારે સ્વતઃ સિદ્ધપણું હોવાથી જ ત્યાં=સિદ્ધના સ્વરૂપમાં, જિજ્ઞાસા રહેતી નથી=પૂર્વમાં વિં વ્રતોમવી ઈત્યાદિ દ્વારા કવિને જે જિજ્ઞાસા થયેલી તે જિજ્ઞાસા રહેતી નથી. એથી (પ્રતિમાનું) સકલ પ્રયોજનના મૌલિભૂત એવા પરબ્રહ્મના આસ્વાદનું આપનારપણું હોવાથી ભગવાનની મૂર્તિનું દર્શન ભવ્યોનું પરમ હિત છે, એ પ્રમાણે ધોતિત થાય છે. ૧૦૦) ભાવાર્થ :
શ્લોક-૯૯માં કહેલ કે ભગવાનના બિંબના દર્શનથી ક્રમે કરીને વાણીને અગોચર એવી પર ચિન્મય જ્યોતિ ઉલ્લસિત થાય છે, તે નિર્વિકલ્પધ્યાનરૂપ છે. એ કથનને અન્ય શબ્દોથી પ્રસ્તુત શ્લોકમાં બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
શાસ્ત્રોના બળથી પરમાત્માનું સ્વરૂપ જેમણે જાણ્યું છે, તેવા કવિઓ પ્રતિમાને જોઈને ઉન્મેક્ષા કરે છે કે “શું આ પ્રતિમા બ્રહ્મકમય છે ? અર્થાત્ બ્રહ્મનું પ્રચુર અત્યંત, સ્વરૂપ જેમાં છે તેવી છે ?'
આનાથી એ પ્રાપ્ત થાય છે કે પ્રતિમા પાષાણની બનેલી છે, પરંતુ એ પ્રતિમા જે મુદ્રાને બતાવે છે એ મુદ્રાવાળા પરમાત્માનું સ્વરૂપ પ્રતિમામાં કવિને દેખાય છે. તેથી વિચારે છે કે “શું આ પ્રતિમા પ્રચુર બ્રહ્મમય છે ? અથવા શું આ પ્રતિમા ઉત્સવમય છે ?” અર્થાત્ સંસારી જીવો કોઈ આનંદનો પ્રસંગ હોય ત્યારે ઉત્સવમય હોય છે, તેમ આત્માના પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિના ઉત્સવમય આ પ્રતિમા છે ?
અથવા શું આ પ્રતિમા શ્રેયોમય છે ?” અર્થાત્ સર્વ કલ્યાણની પ્રાપ્તિમય છે ? ‘અથવા શું આ પ્રતિમા જ્ઞાનના આનંદમય છે? અથવા શું આ પ્રતિમા આત્માની પ્રકર્ષવાળી ઉન્નતિમય છે ? અથવા શું આ પ્રતિમા આત્માના પારમાર્થિક સ્વરૂપની શોભામય છે ?' આ પ્રકારે ‘કિં” શબ્દથી પ્રતિમાના વિશેષ સ્વરૂપની કવિએ ઉક્ષા કરી છે અર્થાત્ વિશેષ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા કરેલ છે.
આ રીતે લિં વ્રૌથી ઇત્યાદિ શબ્દો દ્વારા પ્રતિમાના પારમાર્થિક સ્વરૂપને જોવામાં તત્પર એવા કવિ ભગવાનની મૂર્તિને ભગવાનના પારમાર્થિક સ્વરૂપની જિજ્ઞાસાથી જોવા યત્ન કરે છે, પરંતુ પરમાત્માના પારમાર્થિક સ્વરૂપની જિજ્ઞાસાનું નિવર્તક એવું સ્વરૂપ ક્યાંય પ્રાપ્ત થતું નથી અર્થાતુ શાસ્ત્રોના વચનોથી પ્રાપ્ત થતું નથી કે ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્યારે પ્રતિમાને જોવામાં તન્મય થવાથી સધ્યાનનો પ્રસાદ થાય છે, અને તેનાથી નિર્વિકલ્પ લય અવસ્થાની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ્યાં ‘કિં' શબ્દ ચાલ્યો જાય છે, એવા પ્રકારના સ્વપ્રકાશમય જ્ઞાનને પ્રતિમા બતાવે છે. અર્થાતુ પ્રતિમાના સ્વરૂપમાં તન્મય થવાને કારણે પરમાત્માની તત્ત્વકાય અવસ્થાના સ્વરૂપને જોવામાં કવિનો ઉપયોગ સ્થિર થાય છે. તેનાથી પોતાનામાં વિકલ્પોના કલ્લોલો શાંત થાય છે અને સર્વ સંગ વગરના જ્ઞાનના પરિણામનું પોતાને સ્વસંવેદન થાય છે. તે સ્વસંવેદનથી થતો જ્ઞાનનો પ્રકાશ કવિને મૂર્તિના દર્શનથી પ્રગટે છે. તેથી કવિને જણાય છે કે પ્રતિમાના દર્શનથી સંસારના સર્વ સંગને નહિ સ્પર્શનાર એવો અસંગપરિણામવાળો જ્ઞાનનો ઉપયોગ કંઈક