________________
૧પ૨૯
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૦ કારણે જ ક્રમનું આતંત્રપણું છે=કિં શબ્દથી ઉભેલા કરાઈ છે, તેથી તે ઉન્મેલામાં આ ક્રમે ઉન્મેલા કરાય એવો નિયમ નથી.
અહીં પ્રશ્ન થાય કે ઉન્મેલામાં કેવો ક્રમ હોય ? તેમાં હેતુ કહે છે –
યથામનોરાજ્યમેવ ..... વોધ્યમ્ | ત્યાં=કિં શબ્દથી ઉભેક્ષિત કથનમાં, યથામનોરાજ્ય જ ક્રમની પ્રવૃત્તિ છે અર્થાત્ જે પ્રમાણે ઉ~ક્ષા કરનારની ઈચ્છા હોય તે પ્રમાણે ક્રમની પ્રવૃત્તિ છે. “બ્રહ્માત નો પ્રમોદ અનુભવ્યો' ઇત્યાદિ કથનમાં જે પ્રમાણે યથામનોરાજય ક્રમપ્રવૃત્તિ છે તેમ અહીં પણ જાણવું.
ત્યે .... રતિ આ પ્રકારે=પૂર્વમાં ત્રિદોમવીથી માંડીને વિં સર્વમાનવી ઈત્યાદિ કર્યું એ પ્રકારે, પ્રકલ્પતમાં તત્પર એવા કવિ વડે તમારી મૂર્તિ જોવાઈ છતી જિજ્ઞાસાતિવર્તકસ્વરૂપનો ક્યાંય પણ અલાભ થવાને કારણે સધ્યાનના પ્રસાદથી નિર્વિકલ્પકલયનો અધિગમ થવાથી=પ્રાપ્તિ થવાથી, કિં શબ્દને જે ઓળંગે છે તેવા મહd=સ્વપ્રકાશજ્ઞાનને, બતાવે છે=કિં કિં પ્રકલ્પતમાં પણ એવા કવિ વડે જોડાયેલી છતી તમારી મૂર્તિ સ્વપ્રકાશજ્ઞાનને બતાવે છે.
આ કથનથી શું ઘોતિત થાય છે, તે સ્પષ્ટ કરે છે – સત્ત ... પરમ - અને પારસર્ષમાં=આચારાંગમાં સિદ્ધનું સ્વરૂપ કહેવાયું છે –
“સર્વે....... વે” ત્યાદિ સર્વ સ્વરો રિવર્તન પામે છે=સિદ્ધના સ્વરૂપને કહેવા માટે પ્રવૃત્ત થયેલા સર્વ શબ્દો સિદ્ધના સ્વરૂપને બતાવ્યા વગર નિવર્તન પામે છે, જ્યાં સિદ્ધના સ્વરૂપને બતાવવામાં, તર્કો વિદ્યમાન નથી, ત્યાં= સિદ્ધના સ્વરૂપને બતાવવામાં મતિ ગ્રાહિકા નથી=ઔત્પાતિકી આદિ ચાર પ્રકારની મતિ મોક્ષની અવસ્થાને ગ્રહણ કરવા માટે સમર્થ નથી. મોક્ષમાં કર્મસમન્વિત પુરુષનું ગમન થતું નથી, તે બતાવવા માટે કહે છે –
=મોક્ષ ઓજ રૂપ છે અશેષ મલકલંકરૂપ ચિહ્નથી રહિત છે. વળી અપ્રતિષ્ઠાન એવા મોક્ષનો= વાં પ્રતિષ્ઠાન નથી એવા મોક્ષનો, ખેદજ્ઞ છે અશેષમલકલંકથી રહિત એવો પુરુષ ખેદ રહિત સિદ્ધ સ્વરૂપનું વેદન કરનાર છે.
અથવા અપ્રતિષ્ઠાન નામનું જે નરક ત્યાંની સ્થિતિ આદિનું પરિજ્ઞાન હોવાને કારણે=સિદ્ધના જીવોને જ્ઞાન હોવાને કારણે, ઓજ અશેષમલ-કલંકથી રહિત એવો પુરુષ આત્મા ખેદજ્ઞ=અપ્રતિષ્ઠાન નામના નરકને ખેદ રહિત જાણનાર, છે.
અહીં અપ્રતિષ્ઠાન નરક કહેવાથી સિદ્ધનો જીવ સમસ્ત લોકને જાણનારો છે. એમ આવેદિત થાય છે. (આચા. પ્ર. શ્ર. અધ્યાય-૫, સૂત્ર-૧૭૦).
વળી તે સિદ્ધનું સ્વરૂપ કેવું છે, તે આચારાંગમાં બતાવે છે – તે શબ્દ નથી, રૂપ નથી ઈત્યાદિ સિદ્ધનું સ્વરૂપ છે. (આચા. પ્ર.બુ. અધ્યાય-૫, સૂત્ર-૧૭૧)