________________
૧૫૨૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૯
તે ભગવાનની પ્રતિમા પરમ ઉપકા૨ને કરનારી છે. તે પ્રતિમાના ગુણના વર્ણનમાં યોગીન્દ્રો પણ સમર્થ નથી, એ પ્રકારે આવેદિત થાય છે.
આશય એ છે કે ભેદનયની દૃષ્ટિ આત્માનો અને પરમાત્માનો ભેદ બતાવે છે અને પ્રથમ ભૂમિકામાં ૫૨માત્માની મૂર્તિને જોઈને ભેદનયની દૃષ્ટિ વર્તે છે. જ્યારે સાધક યોગી ભેદનયના અર્થથી ઉ૫૨ની ભૂમિકામાં જાય છે, ત્યારે અભેદગ્રાહી એવા દ્રવ્યાર્થના ઉપયોગ વડે પરમાત્માને જુએ છે, ત્યારે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું પોતાનું સ્વરૂપ અભેદગ્રાહી દ્રવ્યાર્થના ઉપયોગથી તે યોગીને દેખાય છે. તેમાં તે તન્મય અવસ્થાને પામે ત્યારે અનાલંબનયોગ પ્રગટે છે. આ અનાલંબનયોગ ચરમઅવંચકયોગરૂપ પ્રાતિભજ્ઞાનના મહિમાથી થાય છે અર્થાત્ ભગવાનનો ઉપદેશ યથાર્થરૂપે પરિણમન પામે તે ચરમઅવંચકયોગ છે, અને તે ચરમઅવંચકયોગ જ્યારે જીવમાં પ્રગટે છે, ત્યારે ભગવાનના વચનના બળથી ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ જોઈ શકે તેવી નિર્મળ પ્રતિભા પ્રગટે છે, અને તે પ્રતિભાના મહિમાથી યોગીને અનાલંબનયોગ પ્રગટે છે. આવો અનાલંબનયોગ પ્રગટ કરવામાં ભગવાનની પ્રતિમાનું દર્શન કા૨ણ છે, માટે ભગવાનની પ્રતિમા ૫૨મ ઉ૫કા૨ી છે. તેથી તે પ્રતિમાના ગુણનું વર્ણન ક૨વામાં તીર્થંકરો પણ સમર્થ નથી.
અહીં શંકા થાય કે પ્રાતિભજ્ઞાન તો કેવલજ્ઞાનની પૂર્વે થાય છે, તેથી ભગવાનની પ્રતિમાના દર્શનથી જેમને પ્રમોદ થયો છે તેવા અર્વાગ્દષ્ટિવાળા જીવોને પ્રતિમાના દર્શનથી પ્રાતિભજ્ઞાન કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકા૨શ્રી કહે છે
--
પરમાર્થથી જે પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાનની પૂર્વે થાય છે, તે પ્રાતિભજ્ઞાન પ્રકૃષ્ટ મતિજ્ઞાનવિશેષરૂપ છે અને તે પ્રાતિભજ્ઞાનના બળથી તરત જ સાધક યોગીને મોહનું ઉન્મૂલન ક૨વા માટે સમર્થ બને તેવી દિશા દેખાય છે. તેવું પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાનની પૂર્વે જ થાય છે, તેની પૂર્વે થાય નહિ; પરંતુ ભગવાનની પ્રતિમાને જોઈને જેમને ભગવાનમાં રહેલા વીતરાગતાદિ ભાવો પ્રત્યે પ્રમોદ થાય છે અને તેના કારણે ભગવાનના ગુણોમાં તન્મયતા આવે છે, તેમને પણ કેવલજ્ઞાનની પૂર્વે થનારા પ્રાતિભજ્ઞાનના અંશ તુલ્ય પ્રાતિભજ્ઞાન થાય છે, જે કેવલજ્ઞાન વખતે થનારા પ્રાતિભજ્ઞાનનું કારણ છે. તેથી કેવલજ્ઞાનની પૂર્વભૂમિકામાં પણ પ્રાતિભજ્ઞાન સ્વીકારવામાં દોષ નથી.
આશય એ છે કે કેવલજ્ઞાનની પૂર્વે થતા પ્રાતિભજ્ઞાનમાં નિર્વિકલ્પ ઉપયોગ હોય છે, અને તે ઉપયોગ અસ્ખલિત શુદ્ધ આત્મતત્ત્વને જોવા માટે પ્રવૃત્ત એવા મતિવિશેષસ્વરૂપ હોય છે. તે ઉપયોગ એવો દૃઢ હોય છે કે કોઈ નિમિત્તને પામીને ચલાયમાન થતો નથી, પરંતુ અવશ્ય શુદ્ધ આત્માને જોઈને વિશ્રાંત થાય એવો હોય છે અર્થાત્ મોહનું સંપૂર્ણ ઉન્મૂલન કરીને કેવલજ્ઞાન દ્વારા શુદ્ધ આત્માને જોઈને વિશ્રાંત થાય તેવો હોય છે.
જ્યારે પ્રતિમાના દર્શનકાળમાં થતો અનાલંબનયોગ તત્સદશ હોવા છતાં તેવો દૃઢ ઉપયોગ નથી કે જેથી જીવ નિમિત્તોથી સ્ખલના ન પામે. વળી તે શુદ્ધ આત્માને જોવા માટે પ્રવૃત્ત થયેલો હોવા છતાં શુદ્ધ