________________
૧૫૨
પ્રતિમાશતક | શ્લોક : ૯ તપુરન.. સામાન્ા તેના ફુરણ વડે જ=પરમાત્માના નિરાલંબન ધ્યાનથી કાંઈક અગોચર ચિન્મય પરબ્રહ્મ નામની જ્યોતિ સ્કુરણ થાય છે તેના વડે જ, સંયમની સર્વ ક્રિયાઓનું સફળપણું છે. ભાવાર્થ
શ્લોકના પ્રથમ પાદમાં બતાવ્યું કે ભગવાનનું બિંબ હૃદયમાં ધારણ કરાયે છતે બીજા દેવોનાં બિબો દેવા તરીકે ઉપસ્થિત થતાં નથી. વળી શ્લોકના બીજા પાદમાં કહ્યું કે ભગવાનનું બિંબ હૃદયમાં ધારણ કર્યા પછી તમારા બિંબના આલંબનથી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરાયે છતે જગતનાં રૂપો અસાર જણાય છે. આ રીતે ભગવાનના બિંબને સ્મૃતિમાં લાવ્યા પછી અને ભગવાનનું સાલંબનધ્યાન કર્યા પછી તે સાલંબનધ્યાનથી નિરાલંબનધ્યાન કઈ રીતે પ્રગટે છે ? તે શ્લોકના ત્રીજા અને ચોથા પાદમાં બતાવતાં કહે છે –
કર્મકાયઅવસ્થાવાળા ભગવાનનું ધ્યાન કર્યા પછી ભગવાનની તત્ત્વકાય અવસ્થાનું જ્યારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે યોગીને ભગવાનના જેવા દ્રવ્ય, ગુણ અને પર્યાયો પોતાનામાં પણ છે, તેવું સાદશ્ય દેખાય છે, અને તે સાદશ્યને કારણે નિશ્ચયનય પરમાત્માનો અને પોતાના આત્માનો અભેદ બતાવે છે. તેથી પરમાત્માની મૂર્તિમાં રહેલ તત્ત્વકાય અવસ્થાના અવલંબનથી જ્યારે યોગીને પોતાનામાં પણ પરમાત્માના જેવું સ્વરૂપ છે, તેમ દેખાય છે, અને યોગી નિશ્ચયનયનું આલંબન લઈને વિચારે છે, ત્યારે તમે ભગવાન છો અને હું તમારો ઉપાસક છું” એવી જે ભેદબુદ્ધિ છે, તે દૂર થાય છે, અને તમે અને હું એ બે વચ્ચે અભેદબુદ્ધિનો ઉદય થાય છે. તેથી પરમાત્માના ધ્યાનમાં વર્તતા યોગીને યુષ્મદ્ર-અસ્મપદનો ઉલ્લેખ રહેતો નથી; કેમ કે એ વખતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેના એકત્વની પ્રાપ્તિ છે.
તેનાથી–નિરાલંબન ધ્યાનથી યોગીને કેવો અનુભવ થાય છે, તે બતાવતાં કહે છે –
યોગીની સામે ઉપાસ્ય એવા પરમાત્મા ઉપાસ્યરૂપે દેખાતા નથી, અને પોતે ઉપાસ્ય એવા પરમાત્માની સામે ઉપાસના કરવા બેઠેલ છે, તેવું દેખાતું નથી, પરંતુ પરમાત્મામાં રહેલ મોહથી અનાકુળ એવું જે પરબ્રહ્મ સ્વરૂપ, જે જ્ઞાનની જ્યોત છે, તે કાંઈક અગોચર એવી પોતાને ફુરણ થાય છે અર્થાત્ વાણીથી કહી ન શકાય એવી, ચક્ષુથી દેખાય નહિ એવી, માત્ર સ્વાનુભવથી અનુભવાય એવી નિરાકુળ ચેતનાનો અનુભવ થાય છે. તે વખતે યોગી આત્માની મોહના સ્પર્શ વગરની જ્ઞાનમય જ્યોતમાં ઉપયુક્ત થઈને સ્થિર કાંઈક અનુભવ કરે છે. તે અનુભવ આત્માના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે એવા શુદ્ધ આત્માના શ્રુતજ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે, અને તે નિરાલંબનધ્યાનના અનુભવના ફુરણથી જ સર્વ ક્રિયાઓનું સાફલ્ય છે; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ કરીને મોહથી અનાકુળ એવા આત્માને પ્રગટ કરવો છે, અને મોહથી અનાકુળ એવા જ્ઞાનના ઉપયોગમાં તન્મય થયેલ યોગી સંગ વગરની જ્ઞાનમય ચેતનામાં તન્મયભાવ પામે છે, તે શુક્લધ્યાનનો અંશ છે, અને તે પ્રકર્ષને પામીને કેવલજ્ઞાનનું કારણ છે. તેથી સર્વ ક્રિયાઓનું ફળ નિરાલંબનધ્યાન છે અને ધ્યાનનું ફળ કેવલજ્ઞાન છે.
પ્રસ્તુત શ્લોના ચારે પાદોનો ભાવ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –