________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૯
૧૫૨૧
ટીકા :___ तस्मात् त्वद्रूपध्यानात्, द्रव्यगुणपर्यायसादृश्येन निश्चयतस्त्वन्मदभेदबुद्ध्युदयः स्यात्। तदुक्तं "जो जाणदि अरहंत" [प्रवचनसार १-८० गा.] इत्यादि । ततः युष्मदस्मदपदोल्लेखो न भवति, ध्यातृध्यानध्येयानां त्रयाणामेकत्वप्राप्तेः ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योतिः परब्रह्माख्यं स्फुरति, तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्यात् । ટીકાર્ય :
તસ્મા .. થાત્ ! તેનાથી તમારા રૂપના ધ્યાનથી અર્થાત્ શ્લોકના પ્રથમ અને દ્વિતીય પાદથી કર્મકાય અવસ્થાવાળા ભગવાનના રૂપનું ધ્યાન કર્યું તેનાથી, દ્રવ્ય, ગુણ અને પર્યાયના સાદશ્યને કારણે= પરમાત્માના તત્ત્વકાય અવસ્થાવાળા સ્વરૂપ સાથે પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સદશપણું હોવાને કારણે, નિશ્ચયથી–નિશ્ચયનયને અભિમત દષ્ટિથી, તમારી અને મારી વચ્ચે અભેદબુદ્ધિનો ઉદય થાય છે.
તદુવતમ્ – તે=નિશ્ચયથી ભગવાનના રૂપના ધ્યાનથી ભગવાનની સાથે અભેદબુદ્ધિ થાય છે તે, પ્રવચનસાર-૧/૮૦માં કહેવાયું છે –
“નો...... ગરિત" રૂરિ ! “જેઓ અરિહંતને જાણે છે" ઇત્યાદિ. રૂલ્યક્તિથી ગાથાનો અવશિષ્ટ ભાગ ગ્રહણ કરવો.
તતઃ ... ન મતિ, તેનાથી=ભગવાનના રૂપતા ધ્યાનથી ભગવાનની સાથે અભેદબુદ્ધિ થાય છે તેનાથી, યુબદ્અમ્મદ્ પદનો ઉલ્લેખ થતો નથી અર્થાત્ નિરાલંબતધ્યાનકાળમાં ‘આ તમે છો અને આ હું છું એ પ્રકારના પદનો ઉલ્લેખ થતો નથી, પરંતુ પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ સ્વ આત્મામાં પરમાત્માના અવલંબતથી દેખાય છે, અને તેમાં ધ્યાન કરનાર યોગી તન્મય બને છે.
અહીં પ્રશ્ન થાય કે નિરાલંબન ધ્યાનમાં યુખદ્ અમ્મદ્ પદનો ઉલ્લેખ કેમ થતો નથી ? તેથી હેતુ કહે છે –
ધ્યાતૃ પુર્વપ્રાપ્ત, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેતા એકત્વની પ્રાપ્તિ છે.
પૂર્વમાં કહ્યું કે પરમાત્માના સાલંબનધ્યાનથી નિરાલંબનધ્યાન પ્રગટે છે, ત્યારે યુખ-અમ્મદ્ પદનો ઉલ્લેખ થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે નિરાલંબનધ્યાનમાં રહેલા યોગીને નિરાલંબનધ્યાનથી કેવો અનુભવ થાય છે ? તે જ સ્પષ્ટ કરે છે -
તતઃ=તેનાથી નિરાલંબનધ્યાનથી, કાંઈક અગોચર ચિન્મય પરબ્રહ્મ નામની જ્યોતિ સ્કુરણ થાય છે.
નિરાલંબનધ્યાન સંયમની સર્વ ક્રિયાઓનું અંતિમ ફળ છે, તે બતાવવા અર્થે કહે છે –