________________
૧પ૧૭
પ્રતિમાશતક | શ્લોક : ૯૯ બેઠેલા દેખાય છે. તેવું સાલંબનપદવાળું ભગવાનનું રૂપ જ ધ્યાનમાં રહેલા યોગીને નિરાલંબન સુખ પ્રાપ્ત કરાવે છે અર્થાત્ પરમાત્માના સમવસરણસ્થ સ્વરૂપને જોઈને તેમાં તન્મયતાને પામેલ યોગી, સાંસારિક સુખોથી પર એવા બાહ્ય પદાર્થોના આલંબન વગરના આત્મિક સુખને પ્રાપ્ત કરે છે; કેમ કે ભગવાનની મુદ્રા ભગવાનના વિરક્તભાવને વ્યક્ત કરે છે. તેમાં તન્મય થવાથી યોગી સાંસારિક ભાવોના આલંબનથી પર એવા આત્મિક ભાવોના શાંતરસના સુખને અનુભવે છે.
વળી, રમા-ગૌરી આદિથી કલિત એવું લીલારૂપવાળું અન્ય દેવોનું સ્વરૂપ આત્માની નિરાકાર પદવીને= સંસારથી નિર્લેપ આત્માની અવસ્થાને, કઈ રીતે પ્રગટ કરે ? અર્થાત્ સ્ત્રી, શસ્ત્રો આદિથી યુક્ત અન્ય દેવોનું રૂપ આત્માની નિરાકાર અવસ્થાને પ્રગટ કરી શકે નહિ, પરંતુ સાલંબનધ્યાનવાળું પરમાત્માનું રૂપ જ આત્માની નિરાકાર અવસ્થાને પ્રગટ કરી શકે.
વળી, કેટલાક કહે છે કે ઈશ્વરની લીલા અતર્થ છે ઈશ્વર આ જગતની લીલા કરે છે, તો ઇશ્વરે આ જગતમાં કેટલાકને સુખી કર્યા, અને કેટલાકને દુઃખી કર્યા, એવું કેમ કર્યું ? એ પ્રકારનો તર્ક કરી શકાય નહિ, એમ કેટલાક કહે છે, તે પણ તેમનું અનુચિત કથન છે=વાનરોથી ભણાયેલ ચપળ સ્વભાવને કારણે થયેલું ઉદ્ઘાંતપણું છે અર્થાત્ અસંબદ્ધ પ્રલાપ છે.
કેમ અસંબદ્ધ પ્રલાપ છે ? તેથી કહે છે –
બુદ્ધિમાન પુરુષો પરીક્ષા કરે છે, અને બુદ્ધિમાન પુરુષો પરીક્ષા કરે તો નક્કી વિચારે કે આવી અસંબદ્ધ લીલા કરનાર ઈશ્વર પૂજ્ય સ્વીકારી શકાય નહિ; કેમ કે જેઓ અનુચિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તે ઉપાસ્ય કહેવાય નહિ, અને જેમણે જગતના જીવોને અન્યાય કર્યો છે, તેવા ઈશ્વરને ઉપાસ્ય કેવી રીતે કહી શકાય ? માટે ઈશ્વરની લીલા અતર્ક્સ છે, એ કથન અસંબદ્ધ છે.
વળી જે ધ્યાનનું અંગ છે તે ભગવાનનું રૂપ, જો જગતની લીલાનો હેતુ હોય તો તે બહુ પ્રકારના અદૃષ્ટનો વિજય કઈ રીતે કરે ? અર્થાત્ કરી શકે નહિ; કેમ કે જે અન્ય દેવોના ઈશ્વરનું સ્વરૂપ મોહથી આક્રાંત લીલા કરવાના સ્વભાવવાળું છે, તેવા સ્વભાવવાળા ઈશ્વરનું રૂપ ધ્યાનનું અંગ નથી. આમ છતાં તેવા લીલાવાળા ઈશ્વરને ધ્યાનનો વિષય કરવામાં આવે તો તે ધ્યાન કરનાર પુરુષ તેવા ધ્યેય સ્વરૂપ બહુલીલાયુક્ત પ્રકૃતિવાળો બને, પરંતુ બહુ પ્રકારનું જે અદષ્ટ છે તેનો વિજય કરવા માટે સમર્થ ન બને; જ્યારે વિતરાગદેવનું સ્વરૂપ ધ્યાનનો વિષય કરવામાં આવે તો તેવા વીતરાગનું ધ્યાન બહુ પ્રકારના અદષ્ટનો વિજય કરવા સમર્થ બને. તેથી જગતની લીલાના હેતુ એવા ઈશ્વર ધ્યેય બને નહિ, પણ વીતરાગની મૂર્તિ ધ્યેય બને.
શ્લોકના દ્વિતીય પાદનો અર્થ કરે છે – ટીકા :____ततः त्वद्बिम्बालम्बनध्यानान्तरं, त्वद्रूपे तु स्मृते=ध्याते सति भुवि रूपमात्रप्रथा न भवेत्, सर्वेषां रूपाणां ततो निकृष्टत्वात्, सर्वोत्कृष्टत्वेनैव च भगवद्रूपस्य ध्येयत्वात् । तदाहुः -