________________
૧૪૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
ટીકાર્ચ -
‘ચત્તવે .... ચિત્રમ્ II તે કારણથી=પૂર્વમાં દ્રવ્યસ્તવમાં ધર્મ નથી, પુણ્ય છે, એ પ્રકારના મતનું અત્યાર સુધી નિરાકરણ કર્યું તે કારણથી, અહીં આ સંસારમાં, ભક્તિ-વિધિથી પ્રણીત એવા દ્રવ્યસ્તવમાં પુણ્ય છે, ધર્મ નથી, એ પ્રકારની દુર્મતિઓની કુબુદ્ધિ છે. વળી તે તે નયો વડે બુદ્ધિમાનોનો વિવિધ ઉપદેશ કોઈક નયથી દ્રવ્યસ્તવને પુણ્યરૂપે કહેનારો અને કોઈક તયથી દ્રવ્યસ્તવને શુદ્ધ ધર્મ કહેનારો વિવિધ ઉપદેશ, જો જડને સંક્લેશ કરનારો થાય તો એમાં આશ્ચર્ય શું?
અથર્ષ ... હમતિ' પૂજા અધર્મ છે, એ પ્રમાણે લંપાકમુખર=પ્રતિમાનો લોપ કરવામાં વાચાળ, એવો તે બોલે છે; મિશ્રપક્ષનો આશ્રય કરતો એવો પાશકુમતિ તેને લંપાકમતને, અનુસરે છે; વિધિમાં બ્રાંત પુણ્ય કહે છે દ્રવ્યસ્તવને પુણ્ય કહે છે? તપગચ્છમાં ઉત્તમ બુધપુરુષો આ ધર્મ છે દ્રવ્યસ્તવ ધર્મ છે, એ પ્રકારે સુધાસાર વાણીને કહે છે.
ત્તિ શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. II૯પા ભાવાર્થ
પૂર્વપક્ષી જો દ્રવ્યસ્તવને કોઈક નયથી પુણ્ય કહે તો તે નયથી સરાગચારિત્રને પણ પુણ્ય કહેવું જોઈએ, અને જો પૂર્વપક્ષી આત્મભાવમાં વિશ્રાંતિરૂપ હોવાથી ચારિત્રને ધર્મરૂપે સ્વીકારે અને પુણ્યરૂપ નથી તેમ કહે, તો તે નયથી દ્રવ્યસ્તવ પણ આત્મભાવમાં વિશ્રાંતિરૂપ હોવાથી ધર્મરૂપ છે, પુણ્યરૂપ નથી એમ તેણે સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે શ્લોક-૯૩ થી અત્યાર સુધી દ્રવ્યસ્તવને પુણ્યરૂપ કહેનાર અને ચારિત્રને ધર્મ કહેનાર મતનું સમાલોચન કરીને હવે તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભક્તિ-વિધિથી કરાયેલ દ્રવ્યસ્તવમાં પુણ્ય છે, ધર્મ નથી, એ પ્રકારની દુર્મતિઓની કુબુદ્ધિ છે. કેમ કુબુદ્ધિ છે ? તેથી કહે છે –
શાસ્ત્રકારોનો તે તે નયોથી વિવિધ ઉપદેશ છે, જે જડપુરુષોને રુચતો નથી. તેથી તે ઉપદેશ જો જડપુરુષોને સંક્લેશ કરનારો થાય તો તેમાં આશ્ચર્ય શું છે ?
આશય એ છે કે શાસ્ત્રકારોએ કોઈક નયની દૃષ્ટિથી દ્રવ્યસ્તવને સ્વર્ગનું કારણ સ્વીકાર્યું છે, તેથી પુણ્યરૂપે સ્વીકાર્યું છે. તેનો અર્થ એ નથી કે ચારિત્ર ધર્મરૂપ છે અને દ્રવ્યસ્તવ ધર્મરૂપ નથી, પરંતુ જે દૃષ્ટિથી દ્રવ્યસ્તવમાં રાગાંશ છે, તે અંશની દૃષ્ટિને સામે રાખીને દ્રવ્યસ્તવને શાસ્ત્રકારોએ પુણ્યબંધનું કારણ કહેલ છે, અને તે પુણ્યબંધ પણ ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે, અને તે નયની દૃષ્ટિથી વિચારીએ તો સરોગચારિત્ર પણ સરાગઅંશને સામે રાખીને પુણ્યરૂપ છે. આમ છતાં જડ એવા જીવોને ઉત્તમ પુરુષોથી અપાયેલ વિવિધ નયોનો ઉપદેશ યથાસ્થાને બોધ કરાવવા સમર્થ બનતો નથી, તેથી તેઓ દ્રવ્યસ્તવમાં વર્તતા આરંભ-સમારંભને જોઈને કે દ્રવ્યસ્તવની બાહ્યપ્રવૃત્તિને જોઈને પુણ્યબંધનું કારણ સ્વીકારે છે, અને ચારિત્રને આત્મભાવમાં જવાની ક્રિયારૂપ જોઈને ધર્મરૂપે સ્વીકારે છે.