________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૮
૧૫૧૩ આશય એ છે કે “આગમ અનિયોગપર છે' એ વચન નિશ્ચયનયનું છે, અને નિશ્ચયનય સત્કાર્યવાદને સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપાદાનકારણમાં જે સતું હોય તે જ અભિવ્યંજક દ્વારા અભિવ્યક્ત થાય છે.
જેમ – શરાવમાં ગંધ સત્ છે તે પાણી દ્વારા અભિવ્યક્ત થાય છે, તેમ આત્મામાં શ્રુતજ્ઞાન પ્રગટ થવાની જે યોગ્યતા છે, તે પ્રમાણે આત્મામાં રહેલા વિદ્યમાન શ્રતને આગમ અભિવ્યક્ત કરે છે.
આ દૃષ્ટિને સામે રાખીને પ્રવર્તતો નિશ્ચયનય કહે છે કે જે જીવમાં ક્ષયોપશમભાવને પામે તેવું ચારિત્રમોહનીય કર્મ છે, અને જ્યારે તે જીવ ચારિત્રને અભિવ્યક્ત કરવા પ્રવૃત્ત છે, તે વખતે તે જીવ ચારિત્રવાળો છે, અને ચારિત્રની અભિવ્યક્તિ કરવાની ક્રિયાથી તે જીવમાં વિદ્યમાન એવું ચારિત્ર અભિવ્યક્ત થાય છે.
આથી નિશ્ચયનય કહે છે કે “ચારિત્રવાન જ ચારિત્રને પ્રાપ્ત કરે છે.” “વારિત્રવાનેવ વારિત્ર અને પછી રૂત્યાદ્રિ ટીકામાં છે. તે દિ થી સમ્યગ્દષ્ટિ જ સમ્યક્ત્વને પામે છે, તેનું ગ્રહણ કરવું.
વળી જે પ્રતિમા ગ્રંથકારશ્રીને સદાન દયાની પુષ્ટિ કરે છે, તે પ્રતિમા કેવી છે ? તે બતાવતાં કહે છે - ‘માનર્દિશ્વા' છે=આખું વિશ્વ જેમને નમસ્કાર કરી રહ્યું છે, તેવી છે.
આશય એ છે કે જગતમાં તીર્થકરો ગુણના પ્રકર્ષવાળા છે, પુણ્યના પ્રકર્ષવાળા છે અને પરોપકાર કરવામાં પ્રકર્ષવાળા છે, અને વીતરાગ એવા તેમની આ પ્રતિમા છે. તેથી જે જીવોને વિવેકરૂપી ચક્ષુ પ્રગટ થઈ છે, તેવા વિશ્વના સર્વ જીવો જિનપ્રતિમાને અવશ્ય નમસ્કાર કરે છે; કેમ કે આ જિનપ્રતિમા ગુણના ઉત્કર્ષવાળા તીર્થકરની પ્રતિમા છે.
વળી પરમાત્માની પ્રતિમા વિશ્વથી નમાયેલી છે. આથી જ વિશેષથી શોભાયમાન છે અર્થાત્ વિશ્વના સર્વ ઉત્તમ પુરુષો જે પ્રતિમાને નમસ્કાર કરતા હોય, તેઓની નમસ્કારની પ્રવૃત્તિથી પ્રતિમા વિશેષથી શોભાયમાન છે.
અહીં પ્રતિમાનાં બે વિશેષણો આપ્યાં છે : (૧) માનદ્દશ્વ અને (૨) વિદ્યોતીના આ બે વચનો યમક અલંકારરૂપ છે. યમક અલંકારનું લક્ષણ આ રીતે છે –
અર્થ હોતે છતે અર્થથી ભિન્ન એવા અન્ય શબ્દમાં તે જ અર્થની જે આવૃત્તિ હોય” તે યમક અલંકાર છે. તે યમક અલંકાર પ્રસ્તુતમાં આ રીતે સંગત થાય છે –
પ્રતિમા માનદિશ્વા' કહેવાથી સંપૂર્ણ વિશ્વથી નમાયેલી છે, એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે, અને તેનાથી ભિન્ન એવા અર્થવાળા વિદ્યોતમાના' શબ્દથી માનબ્રિજા ના અર્થની આવૃત્તિ થાય છે અર્થાત્ પ્રતિમા વિશ્વથી નમાયેલી છે એ જ અર્થ વિદ્યોતમના શબ્દથી પ્રાપ્ત થાય છે; કેમ કે જે પ્રતિમાને વિશ્વ નમે છે, તેનાથી જ તે પ્રતિમા વિશેષથી શોભાયમાન છે.