________________
૧૫૦૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૭-૯૮
પોતે દૂષક છે, અને વાદીની વિપરીત માન્યતાઓના નિરાકરણની પ્રવૃત્તિ દૂષણરૂપ છે. અને એ ત્રણથી અનુગત એવો જે વાદગ્રંથ છે, તે જ્યારે ગ્રંથકારશ્રી નિશ્ચયનયના ઉપયોગમાં છે ત્યારે ગ્રંથકારના ચિત્તમાં વર્તતો નથી, પરંતુ ત્યારે ભગવાનના ગુણો સાથેની તન્મયતા થવાની પ્રવૃત્તિ છે. તેથી જ્યારે ગ્રંથકારશ્રી ધ્યાનદશામાં વર્તે છે, ત્યારે ગ્રંથકારશ્રી નિશ્ચયભક્તિમાં રહેલા છે અને તે વખતે ગ્રંથકારશ્રીને સર્વત્ર સમપરિણામ જ વર્તે છે.
અને જ્યારે ગ્રંથકારશ્રી ધ્યાનદશામાં નથી પરંતુ વ્યુત્થાનદશામાં છે, ત્યારે ભગવાનનાં સશાસ્ત્રોનું અધ્યયન કરે છે, અને ભગવાનના સ્થાપેલા પદાર્થો જોઈને ભગવાનના યથાર્થવાદિતા ગુણના કારણે ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે, અને ભગવાનના યથાર્થવાદિતા ગુણને બુદ્ધિથી સમ્યગ્ કસરત કરીને સ્થિર ક૨વા અર્થે શાસ્ત્રીય પદાર્થોનું મનન કરે છે; ત્યારે ૫૨વાદીના પદાર્થો સાથે ભગવાનના વચનના પદાર્થોનું સમ્યગ્ યોજન ક૨વા પ્રયત્ન કરે છે, અને ૫૨વાદીના અયથાર્થ પદાર્થને જોઈને તેને દૂષણ આપવા દ્વારા પરવાદીએ કહેલા અસંભાવના અને વિપરીતભાવનારૂપ જે પદાર્થો છે, તેના નિરાસ માટે ૫૨૫ક્ષને દૂષણ આપે છે. છતાં ગ્રંથકારશ્રીને સ્વપક્ષ પ્રત્યે રાગરૂપ અને ૫૨૫ક્ષ પ્રત્યે દ્વેષરૂપ કાલુષ્ય નથી, પરંતુ ભગવાનના યથાર્થવાદિતા ગુણ પ્રત્યે રાગ છે, અને તેનાથી વિપરીત કથનો અવાસ્તવિક છે, તે બતાવવા માટે ગ્રંથકા૨શ્રી વ્યવહા૨ભક્તિ કરે છે અર્થાત્ ૫૨સમયના ખંડન કરવારૂપ દૂષણપૂર્વક સ્વસમયના સ્થાપન દ્વારા ભગવાનની ઉપાસનારૂપે વાદગ્રંથ રચે છે, એ ઉચિત જ છે, એ પ્રકારે આવેદિત થાય છે. II૯૭ના
અવતરણિકા :
अथ साक्षात्स्तुतिमेवाह कतिपयैः
અવતરણિકાર્ય :
-
હવે કેટલાક શ્લોકોથી=પ્રસ્તુત શ્લોકથી લઈને આગળમાં કહેવાશે તે કેટલાક શ્લોકોથી, સાક્ષાત્ સ્તુતિને જ ગ્રંથકારશ્રી કહે છે –
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પ્રતિમાને નહિ માનનારા મતોનું અને પ્રતિમાના વિષયમાં વિપરીત માન્યતાવાળા મતોનું યુક્તિથી નિરાકરણ કર્યું, અને તે સર્વ ભગવાનને સંબોધીને સ્તુતિરૂપે કરેલ છે, તેથી તે સ્તુતિ પરમતના દૂષણપૂર્વક સ્વમતના સ્થાપનરૂપ હોવાથી વ્યવહારભક્તિ છે. વળી આ વ્યવહારભક્તિ શાસ્ત્રીય પદાર્થોના મનનરૂપ હોવાથી મનનકાળમાં પણ ક્યારેક નિદિધ્યાસનની પ્રાપ્તિ થાય ત્યારે નિશ્ચયભક્તિ પણ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે શાસ્ત્રીય પદાર્થો યોગ્ય ગુરુ પાસેથી ભણ્યા પછી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી શાસ્ત્રીય પદાર્થોનું સમાલોચન કરવામાં આવે તે મનનરૂપ છે, અને તે શાસ્ત્રીય પદાર્થોનો શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી નિર્ણય કર્યા પછી તે પદાર્થને આત્મામાં સમ્યક્ પરિણમન પમાડવા માટે જે માનસવ્યાપાર કરાય તે નિદિધ્યાસન છે. અહીં ગ્રંથકારશ્રીને શાસ્ત્રીય પદાર્થોના સમાલોચનકાળમાં વીતરાગના દ્રવ્યસ્તવ