________________
૧૫૦૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૮ ગત વ .... તમો ત્યાર . આથી જ=અનુગ્રાહતી યોગ્યતાનું અને અનુગ્રાહકની યોગ્યતાનું તુલ્યવૃત્તિપણું છે આથી જ, અનિયોગપર જ આગમ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે, જે મતની અપેક્ષા રાખીને અનિયોગપર આગમ છે, એ મતની અપેક્ષા રાખીને, પ્રવૃત્ત થયેલો નિશ્ચય નિશ્ચયનય (ચારિત્રવાળા જ ચારિત્રને પ્રાપ્ત કરે છે) ઈત્યાદિ કહે છે.
સા વાદ્રશ ? તે પ્રતિમા કેવા પ્રકારની છે ? તેથી કહે છે –
માનદિશ્વા ... ગ્રામના નમક્રિયા કરતું વિશ્વ છે જેને એવી તે=પ્રતિમા, તેવી છે=આતમદ્ વિશ્વા છે. આથી જ વિદ્યોતમાતા છે વિશેષથી શોભતી છે.
વમન:... નક્ષણમ્ II આ કાવ્યમાં યમક અલંકાર છે, અર્થ હોતે છતે અર્થથી ભિન્નોની આવૃત્તિ યમક છે, એ પ્રમાણે લક્ષણ છે=મક અલંકારનું લક્ષણ છે. ૯૮ ભાવાર્થ:
ગ્રંથકારશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સાક્ષાત્ સ્તુતિ કરતાં ભગવાનનું પારમાર્થિક સ્વરૂ૫ ઉપસ્થિત કરવા અર્થે સંબોધન કરતાં કહે છે –
“હે અકથી રહિત !'=સર્વ દુઃખોથી રહિત ! આ પ્રકારના સંબોધનથી સંસાર અવસ્થામાં સંસારી જીવોને જે બાહ્ય શારીરિકાદિ અને અંતરંગ કષાયકૃત દુઃખો વિદ્યમાન છે, તે સર્વ દુઃખોથી રહિત પરમાત્મા છે, તેની ઉપસ્થિતિ થાય છે. આથી જ ભગવાન સદા આનંદવાળા છે, તે બતાવવા માટે “સદાનંદ' શબ્દથી ભગવાનને સંબોધન કરેલ છે. “સદાનંદ એટલે જે આનંદનો ધ્વંસ ક્યારેય થવાનો નથી, તેવો ધ્વંસનો પ્રતિયોગી આનંદ.'
ભગવાનને સર્વ દુઃખોથી રહિત અને સદા આનંદરૂપે ઉપસ્થિત કરવાથી સિદ્ધ અવસ્થામાં વર્તતા ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ ઉપસ્થિત થાય છે, અને તે સ્વરૂપ ભગવાનની આ પ્રતિમા છે. તેથી પ્રતિમાને જોઈને સિદ્ધ અવસ્થાવાળા ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ વૃદ્ધિ પામે છે. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સદ્ભાવસ્થાપનારૂપ આ તારી પ્રતિમાને વારંવાર જોઈને મેં અવ્યય આનંદને પ્રાપ્ત કર્યો છે.
આશય એ છે કે ભગવાનની સ્થાપના બે પ્રકારે થાય છે : (૧) અસદ્ભાવસ્થાપના અને (૨) સદ્ભાવસ્થાપના. જેમ – (૧) સ્થાપનાચાર્યમાં ભાવાચાર્યની સ્થાપના થાય છે, તે અસદ્ભાવસ્થાપના છે અને (૨) ભગવાનની મૂર્તિમાં સિદ્ધિગમનકાળમાં વર્તતી સિદ્ધ મુદ્રાની સ્થાપના છે, તે સદ્ભાવસ્થાપના છે.
સિદ્ધ મુદ્રાને અભિવ્યક્ત કરનાર એવી સદ્ભાવસ્થાપના જિનપ્રતિમામાં છે, અને તે સદ્ભાવ સ્થાપનારૂપ પ્રતિમાને પ્રસ્તુત ગ્રંથની રચના કરતી વખતે વારંવાર બુદ્ધિ સામે ઉપસ્થિત કરવાથી ગ્રંથકારશ્રીને પ્રતિક્ષણ પ્રવર્ધમાન શુભ પરિણામ થાય છે અર્થાત્ જેમ આ ભગવાન સર્વ દુઃખથી રહિત છે અને સદા આનંદવાળા છે, તેમ હું પણ તેમની ઉપાસના કરીને સર્વ દુઃખથી રહિત થાઉં અને સદા આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરું, એ પ્રકારના પ્રતિક્ષણ પ્રવર્ધમાન શુભ પરિણામવાળા ગ્રંથકારશ્રી થાય છે.