________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૭
૧૪૫
કઈ રીતે અર્થથી ભગવાનને સંબોધન કરાયેલ છે, તે સ્પષ્ટ કરે છે –
આ રીતેeગ્રંથમાં જે રીતે વાદીને દૂષણ આપ્યું એ રીતે, તમારા મતના અમૃતથી બાહ્ય એવો વાદી દૂષણ કરાય છે, એ પ્રકારની ભગવાનને સંબુદ્ધિ છે. તે કારણથી=પ્રસ્તુત ગ્રંથમાં સર્વત્ર પાર્શ્વનાથ ભગવાનને સંબોધન કરીને ગ્રંથ રચાયો છે તે કારણથી, આ=ગ્રંથરચના, સ્તુતિપર્યવસર છે=ભગવાનની સ્તુતિરૂપે પર્યવસિત થાય છે. એથી તેમાં જ=ભગવાનની સ્તુતિમાં જ, તયભેદને બતાવે છે – ભાવાર્થ
પ્રતિમાના વિષયમાં બ્રાંત પુરુષને પ્રતિમા અપૂજ્ય દેખાય છે, તો કોઈકને પ્રતિમાની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ દેખાય છે, તો કોઈકને પ્રતિમાની પૂજામાં પુણ્ય દેખાય છે, ધર્મ દેખાતો નથી. તે સર્વને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં દૂષણ આપેલ છે. તેથી કોઈને ભ્રમ થાય કે ગ્રંથકારશ્રીએ સ્વમતના સ્થાપન અર્થે અન્ય મતોનું નિરાકરણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે.
વસ્તુતઃ ગ્રંથકારશ્રીને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ છે, અને તેમના પ્રત્યે પોતાને કેવી ભક્તિ છે, તે આ ગ્રંથરચના દ્વારા બતાવીને તેમાં વાદીને મિષે ભગવાનને સંબોધન કરીને પ્રતિમાના વિષયમાં જે ભ્રાંત પુરુષ છે, તેમને દૂષણ આપેલ છે.
વળી પોતાને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે કેવી ભક્તિ છે તે બતાવતાં કહે છે –
શંખેશ્વરનગરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાન જાણે તેમને સન્મુખ પરિસ્કુરણ થતા ન હોય, તે રીતે પાર્શ્વનાથ ભગવાનને ઉપસ્થિત કરીને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. વળી સન્મુખ રહેલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભક્તિના પ્રકર્ષને કારણે જાણે તેમના હૃદયમાં પ્રવેશ પામેલ ન હોય, અને હૃદયમાં પ્રવેશ પામીને તે પ્રતિમાએ પોતાના ભક્તને જાણે સર્વ અંગથી આલિંગન આપ્યું ન હોય, અને ભક્ત સાથે પ્રતિમાની જાણે સમાપત્તિ થઈ ન હોય, તે પ્રકારે શંખેશ્વરનગરમાં રહેલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને સંબોધન કરીને ગ્રંથકારશ્રીએ ભગવાનને પોતાના અભિમુખ કર્યા છે, અને ભગવાનને પોતાના અભિમુખ કરીને ભ્રાંતને દૂષણ આપેલ છે.
અહીં પ્રશ્ન થાય કે ગ્રંથમાં તો ઘણા સ્થાને વાદીને સંબોધન કરેલ છે. તેથી સર્વત્ર પાર્શ્વનાથ ભગવાનને સંબોધન કરેલ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
ગ્રંથના જે સ્થાનમાં વાદીને સંબોધન કરેલ છે, ત્યાં પણ ગ્રંથકારશ્રીએ અર્થથી ભગવાનને સંબોધન કરેલ છે; કેમ કે ગ્રંથકારશ્રીએ ભગવાનની ભક્તિરૂપે જ આ ગ્રંથની રચના કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે શબ્દથી વાદીને સંબોધન છે, ત્યાં અર્થથી ભગવાનને સંબોધન કઈ રીતે પ્રાપ્ત થાય? તેથી ગ્રંથકારશ્રી અર્થથી ભગવાનનું સંબોધન બતાવે છે –
આ રીતે વાદીને સંબોધનથી તારા મતના અમૃતથી બાહ્ય એવો વાદી દૂષણ કરાય છે, પરંતુ વાદીનું સંબોધન પણ અર્થથી ભગવાનનું સંબોધન છે, એમ અભિવ્યક્ત થાય છે; અને સર્વત્ર ભગવાનનું સંબોધન