________________
૧પ૦૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૭ આ સંસારને વ્યાપીને ઈશ્વર રહેલા છે, અને સંસારમાં જાતિ, ગોત્ર, પ્રવર, ચરણ, કુળધર્મ વગેરે છે, તે રૂપ આ સંસાર છે. વળી ઈશ્વર ક્ષિતિ આદિ કાર્યોના કર્તા છે, તેથી આખા સંસારનું સર્જન કરનારા એવા ભગવાનમાં વિચારના અંગભૂત સંશય થાય જ નહિ; કેમ કે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેના કારણમાં કોઈને સંશય થાય નહિ.
જેમ – કોઈ પુરુષ વિદ્યમાન હોય તો તેના પિતા હશે કે નહિ ? એવો સંશય થાય નહિ, તેમ જગતનાં દેખાતાં કાર્યોના જનક એવા ઈશ્વરમાં સંશય થાય નહિ. આથી ઈશ્વરમાં નિરૂપણ કરવા જેવું શું છે ? અર્થાત્ કાંઈ નિરૂપણ કરવા જેવું નથી; તોપણ શાસ્ત્રોના શ્રવણ અનંતર જે ન્યાયચર્ચા કરવામાં આવે છે, તે શાસ્ત્રના પદાર્થોના મનનરૂપ છે, અને તે ઈશ્વરની ઉપાસના છે. આ કથનથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોના પદાર્થોને યથાર્થ જાણીને, યુક્તિયુક્તતાપૂર્વક તે પદાર્થોને જોડીને, તેનું મનન કરવામાં આવે તો તે ન્યાયચર્ચારૂપ બને છે અર્થાત્ તે પદાર્થ કઈ રીતે સંગત છે અને કઈ રીતે સંગત નથી, તેની પ્રામાણિક વિચારણા કરાય છે. તે ઈશ્વરની ઉપાસનારૂપ છે. માટે પરદર્શનના અસંબદ્ધ પદાર્થોને દૂષણ આપીને ભગવાનના શાસનમાં પ્રરૂપાયેલા યથાર્થ પદાર્થોનું સ્થાપન કરવાથી શાસ્ત્રીય પદાર્થોનું મનન થાય છે, અને શાસ્ત્રીય પદાર્થોનું મનન તે શાસ્ત્રીય પદાર્થો કહેનારા ભગવાનની ભક્તિમાં વિશ્રાંત થાય છે. આથી ઉદયનાચાર્યના મતાનુસાર પણ પરસમયના અયથાર્થ પદાર્થોને દૂષણ આપીને સ્વસમયના યથાર્થ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવે તો તે શાસ્ત્રીય પદાર્થના મનનરૂપ હોવાથી તે મનનની પ્રવૃત્તિથી ઈશ્વરની ઉપાસના થાય છે. તેમ ગ્રંથકારશ્રીએ પણ પ્રસ્તુત ગ્રંથમાં પ્રતિમાવિષયક અન્ય અસંબદ્ધ માન્યતાઓનું નિરાકરણ કરીને ભગવાનના વચનાનુસાર પ્રતિમાની પૂજ્યતાનું સ્થાપન કર્યું, તે શાસ્ત્રના શ્રવણ અનંતર મનન ક્રિયા તુલ્ય છે; અને આ રીતે શ્રવણ અને મનન કર્યા પછી નિદિધ્યાસન દ્વારા તે ભાવો આત્મામાં સ્થિર કરવાના છે, અને તે નિદિધ્યાસનની પ્રવૃત્તિ એટલે નિશ્ચયનયની પરમાત્માની ઉપાસના. તેથી હવે નિશ્ચયનયથી ભક્તિ શું છે, તે પ્રસ્તુત શ્લોકના ત્રીજા અને ચોથા પાદથી બતાવે છે – ટીકા :___ यदीयं व्यवहारभक्तिस्तदा निश्चयभक्तिः का ? इत्युच्यताम्, इत्याकाङ्क्षायामाह - 'स्वात्मेति स्वात्मैवारामोऽत्यन्तसुखहेतुत्वानंदनवनं यत्र, तादृशः (पाठा.-नन्दनवनसदृशः) । स्वात्मानमारामयतिसमन्तात्क्रीडयति तादृशो वा यः समाधिः श्रुतोपयोगरूपः संप्रज्ञातः, अपश्चिमविकल्पनिर्वचनद्रव्यार्थिकोपयोगजनितो लेशतो वा संप्रज्ञातो लयरूपः, तेन बाधितो बाधितानुवृत्त्या स्थापितो, भवः संसारो यस्तादृशैस्त्वस्माभिनिश्चयनयं प्राप्तैर्दूष्यदूषकयोः स्थितिरपि सत्तापि नोद्वीक्ष्यते, कुतस्तत्रितयानुगतो वादग्रन्थः ? इति ध्यानदशायां निश्चयभक्तिस्थितानामस्माकं सर्वत्र सम एव परिणामः, व्युत्थाने व्यवहारभक्तौ तु परपक्षदूषणमसंभावनाविपरीतभावनानिरासायैवेति न रागद्वेषकालुष्यम्, इत्युचितत्वमावेदितं भवति ।।१७।।