________________
૧૪૯૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૬-૯૭ તેમને થઈ શકે, પરંતુ જે પ્રકારે ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવ અને ભાવતવવિષયક સર્વ કથન કરેલ છે, તેનો નિરાકાંક્ષ બોધ=પારમાર્થિક તાત્પર્ય સુગુરુની કરુણા વગર જાણી શકાય નહિ.
આનાથી એ ફલિત થાય છે કે પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની વિશાળ ચર્ચા કરેલ છે, જેનો માર્મિક બોધ તત્ત્વની જિજ્ઞાસવાળા જીવોને માત્ર સુગુરુ જ કરાવી શકે છે. તેથી કલ્યાણના અર્થી એવા સુકૃતીએ ગુણવાન ગુરુના પારતંત્રને સ્વીકારીને પોતાની દ્રવ્યસ્તવની યોગ્યતા છે કે ભાવસ્તવની યોગ્યતા છે, તેના પરમાર્થને જાણવા પ્રયત્ન કરવો જોઈએ, અને પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો પારમાર્થિક બોધ ગુરુ પાસેથી કરીને સ્વશક્તિ અનુસાર દ્રવ્યસ્તવમાં કે ભાવસ્તવમાં યત્ન કરવો જોઈએ અર્થાત્ ગૃહસ્થ હોય તો દ્રવ્યસ્તવ સમ્યગુ રીતે કરીને ભાવસ્તવની શક્તિનો સંચય કરે, જ્યારે સંચિત વીર્યવાળા સાધુ ભગવંતો ભાવસ્તવ કરીને અસંગઅનુષ્ઠાનની શક્તિનો સંચય કરે. આ રીતે દ્રવ્યસ્તવમાં કે ભાવસ્તવમાં શક્તિ અનુસાર યત્ન કરીને તીર્થકરની સેવા કરવી જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે ગૃહસ્થોએ દ્રવ્યસ્તવથી તીર્થંકરની સેવા કરવી જોઈએ, અને સાધુઓએ ભાવસ્તવથી તીર્થકરની સેવા કરવી જોઈએ, તેમ કેમ કહ્યું? ગૃહસ્થોએ અને સાધુઓએ બંનેએ ભાવસ્તવથી તીર્થંકરની સેવા કરવી જોઈએ તેમ કેમ ન કહ્યું ? તેથી કહે છે –
યથાધિકાર ભગવાનની ભક્તિનું પરમધર્મપણું છે.
આનાથી એ ફલિત થાય છે કે જે મલિનારંભી શ્રાવક છે, તે દ્રવ્યસ્તવના અધિકારી છે, માટે તેઓ દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે તો પરમધર્મની પ્રાપ્તિ થાય; અને જે નિરારંભી છે એવા સાધુઓ સર્વ ઉદ્યમથી ભાવસ્તવમાં યત્ન કરે તો તીર્થકરની ભક્તિરૂપ પરમધર્મની પ્રાપ્તિ થાય. llઠ્ઠા અવતરણિકા -
एतत्सर्वं प्रतिमाविषये भ्रान्तदूषणं पुर इव परिस्फुरन्तं हृदयमिवानुप्रविशन्तं सर्वाङ्गीणमिवालिगन्तं समापत्यैकतामिवोपगतं श्रीशद्धेश्वरपुराधिष्ठितं पार्श्वपरमेश्वरं संबोध्याऽभिमुखीकृत्यैव, यत्रापि वादी संबोध्यस्तत्राप्यार्थिकी भगवत्संबुद्धिर्मयैवं तन्मतामृतबाह्यो (त्वन्ममतामृतबाह्यो) दूष्यत इति, तत्स्तुतिरेवेयं पर्यवसन्नेति तत्रैव नयभेदमुपदर्शयति - અવતરણિતાર્થ :
જાણે સમુખ પરિફુરણ થતા ન હોય, જાણે હદયમાં પ્રવેશ પામતા ન હોય, હૃદયમાં પ્રવેશ પામીને જાણે સર્વ અંગને આલિંગન આપતા ન હોય, જાણે સમાપતિથી એકતા પામેલ ન હોય, એવા શંખેશ્વરનગરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનને સંબોધન કરીને અભિમુખ કરીને જ, પ્રતિમાના વિષયમાં આ સર્વ ભ્રાંતને દૂષણ અપાયા છે. જ્યાં પણ=ગ્રંથના જે સ્થાનમાં પણ, વાદી સંબોધ્યા છે,
ત્યાં પણ મારા વડેeગ્રંથકાર વડે, આર્થિકી=અર્થથી ભગવાનની સંબુદ્ધિ છે અર્થાત્ શબ્દોથી વાદીને સંબોધન કરાયેલ છે અને અર્થથી ભગવાનને સંબોધન કરાયેલ છે.