________________
૧૪૯૨
પ્રતિમાશતક | શ્લોક : ૬
ભાવાર્થ :
પ્રતિમાશતક' ગ્રંથમાં ભગવાનની પૂજા કઈ રીતે કલ્યાણનું કારણ છે, તે વસ્તુની અનેક દૃષ્ટિકોણોથી વિચારણા કરેલ છે, તે વિચારણા અત્યંત ગંભીર છે, અને ગંભીરતાપૂર્વક તેનો વિચાર કરવામાં આવે તો જ તત્ત્વની પ્રાપ્તિ થાય, અન્યથા શબ્દમાત્રથી પ્રસ્તુત ગ્રંથના માત્ર સામાન્ય અર્થનો બોધ થાય. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે ગંભીર એવા આ ગ્રંથના પદાર્થોની વિચારણામાં ગુરુના પાતંત્ર્યથી જ ફલવાનપણું છે અર્થાત્ ગુરુપરતંત્રથી જ આ ગ્રંથ તત્ત્વજિજ્ઞાસુને તત્ત્વનો મર્મસ્પર્શી બોધ કરાવવામાં ફળવાન છે. એ પ્રકારે બતાવતાં ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથના ઉપદેશના સર્વસ્વને=રહસ્યને, બતાવતાં કહે છે – શ્લોક :
इत्येवं नयभङ्गहेतुगहने मार्गे मनीषोन्मिषेन्मुग्धानां करुणां विना न सुगुरोरुद्यच्छतां स्वेच्छया । तस्मात्सद्गुरुपादपद्ममधुपः स्वं संविदानो बलं,
सेवां तीर्थकृतां करोतु सुकृती द्रव्येण भावेण वा ।।९६ ।। શ્લોકાર્ચ -
આ પ્રકારે=પ્રસ્તુત ગ્રંથમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, નય, ભંગ અને હેતુથી ગહન એવા માર્ગમાં યોગમાર્ગમાં, સ્વેચ્છાથી ઉધમ કરતા એવા મુગ્ધોની મનીષા બુદ્ધિ, સુગુરુની કરુણા વગર ઉન્મેષ પામતી નથી તત્વના પરમાર્થને સ્પર્શી શકતી નથી; તે કારણથી સદ્ગુરુના પાદપદ્મમાં મધુકર એવા સ્વબળને જાણતા સુકૃતીઓ-સુજ્ઞજનો દ્રવ્યથી અને ભાવથી તીર્થકરોની સેવા કરો. II૯૬ll અવતરણિકા સાથે બ્લોકનો સંબંધ :
અવતરણિકામાં કહ્યું કે ગંભીર એવા પ્રસ્તુત ગ્રંથના વિચારમાં ગુરુપરતંત્રથી જ ફળવાનપણું છે, તે અંશ પ્રસ્તુત શ્લોકના પ્રથમ બે પાદથી બતાવેલ છે, અને પછી કહ્યું કે પ્રસ્તુત ગ્રંથના ઉપદેશના સર્વસ્વને ગ્રંથકારશ્રી કહે છે, તે અંશ શ્લોકના ત્રીજા અને ચોથા પાદથી બતાવેલ છે. ટીકા :
इत्येवम् इति-इत्येवम् अमुना प्रकारेण, नया-नैगमादयो, भङ्गाः-संयोगाः, हेतवः उत्कृष्टाद्यपेक्षया दशपञ्चायेकावयववाक्यानि तैर्गहने गम्भीरे, मार्गे स्वेच्छया स्वोत्प्रेक्षितेनोद्यच्छतामुद्यमं कुर्वतां मुग्धानां मनीषा=बुद्धिः, सुगुरोः करुणां विना नोन्मीषेत्=न निराकाङ्क्षतया विश्राम्येत्, तस्मात् सद्गुरुपादपद्मे मधुपः सन् गुर्वाज्ञामात्रवर्ती सन्नित्यर्थः, स्वं बलं योग्यतारूपं संविदानो जानन्, परस्मैपदिनः प्रत्ययस्य रूपमिदं 'पराभिसन्धिमसंविदानस्ये' त्यत्रेवेति बोध्यम् । द्रव्येण गृही, भावेन वा साधुस्तीर्थकृतां सेवां करोतु, यथाधिकारं भगवद्भक्तेरेव परमधर्मत्वात् ।।१६।।