________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
૧૪૮૮
ધર્મરૂપે સ્વીકારવું જોઈએ. હવે અન્ય રીતે ધર્મનું લક્ષણ ક૨વામાં આવે છે, જે ચારિત્રમાં અને દ્રવ્યસ્તવમાં સર્વત્ર સંગત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ટીકા ઃ
'यावानुपाधिविगमस्तावान्धर्म' इति अप्युभयोपाधिविगमनेनोभयनयानुगतं सर्वत्र सङ्गम्यमानं रमणीयमेव - "सेवंता कोहं च मानं च मायं च लोभं च, एयं पासगस्स दंसणं" [आचाराङ्ग० १-१-४ सू.१२१] इत्यादि सूत्रमप्यत्र प्रमाणमेव ।
ટીકાર્ય ઃ
यावानुपाधि પ્રમાળમેવ । ‘જેટલો ઉપાધિનો વિગમ છે તેટલો ધર્મ છે=આત્મા ઉપર જે કર્મરૂપ ઉપાધિ છે, તે ઉપાધિમાંથી જેટલો અંશ વિગમ થાય તેટલો આત્મામાં ધર્મ પ્રગટ થાય છે,' એ પણ ઉભય ઉપાધિના વિગમનથી=ચિત્તને યોગમાર્ગને અભિમુખ થવામાં બાધક એવી ઉપાધિરૂપ અને ક્રિયાને યોગમાર્ગમાં પ્રવર્તાવવામાં બાધક એવી ઉપાધિરૂપ ઉભય ઉપાધિના વિગમનથી, ઉભયનય અનુગત=પર્યાયાસ્તિકનય અને દ્રવ્યાસ્તિકનય ઉભયનય અનુગત, સર્વત્ર સંગમ્યમાન=સામાયિક, ચારિત્ર અને દ્રવ્યસ્તવ આદિ સર્વ અનુષ્ઠાનોમાં યોજન કરાતું, ધર્મનું લક્ષણ રમણીય જ છે. તેની પુષ્ટિ કરવા અર્થે આચારાંગ-૧-૧-૪, સૂ. ૧૨૧ની સાક્ષી આપતાં કહે છે
" से वंता
• વંસળું” કૃત્યાદ્રિ સૂત્રમવ્વત્ર પ્રમાળમેવ । “તે ક્રોધ, માન, માયા અને લોભને વમન કરનાર છે, આ પશ્યકનું દર્શન છે.” ઇત્યાદિ આચારાંગનું સૂત્ર પણ આમાં પ્રમાણ જ છે=જેટલી ઉપાધિનો વિગમ છે, તેટલો ધર્મ છે, એ કથનમાં પ્રમાણ જ છે.
.....
ભાવાર્થ:
શાસ્ત્રમાં ધર્મનું લક્ષણ કરવામાં આવે છે કે આત્મા ઉપરથી જેટલી કર્મરૂપ ઉપાધિનું વિગમન થાય, તેટલો આત્માનો ધર્મ પ્રગટ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ધર્મ એ આત્માનો મૂળ સ્વભાવ છે, અને તે સ્વભાવ સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે અને અંશથી ધર્મરૂપે સંસારાવસ્થામાં પ્રગટે છે.
કર્મની ઉપાધિના વિગમનથી અંશથી ધર્મ પ્રગટ થાય છે. તેથી આત્મા ઉપર જેટલી કર્મરૂપ ઉપાધિનું વિગમન થાય, તેટલો આત્મામાં ધર્મ પ્રગટે છે. આ પ્રકારનું ધર્મનું લક્ષણ પણ ઉભય ઉપાધિના વિગમનથી ઉભયનયઅનુગત સર્વત્ર સંગત થાય છે.
આશય એ છે કે જીવનું ચિત્ત આત્મભાવોમાં જવાને અભિમુખ બને તેનાં આવા૨ક જે કર્મો એ રૂપ ઉપાધિનું વિગમન થાય, ત્યારે ચિત્ત ધર્મમાં જવા માટે સમર્થ બને, અને ચિત્ત ધર્મને અભિમુખ થયા પછી જે ક્રિયામાં જીવ યત્ન કરે, તે ક્રિયાથી ઉત્તરનો ધર્મ પેદા કરી શકે તે પ્રકારની શુદ્ધ ક્રિયા કરવામાં પ્રતિબંધક