________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
सर्वाशङ्का ચાવ્યું, અને સર્વ આશંકાના નિરાકરણ માટે નયદ્વયથી તેનું કથન=ધર્મના લક્ષણનું કથન, ન્યાય છે.
.....
.....
૧૪૮૫
यथा અભિહિતમ્ । જે પ્રમાણે “પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણ=પ્રાણનો નાશ એ હિંસા" એ પ્રમાણે તત્ત્વાર્થ શાસ્ત્ર-૭-૮માં હિંસાનું લક્ષણ કહેવાયું.
इत्थं • સાચ્છતે । અને આ રીતે=‘વં તુ ચિન્યતે'થી માંડીને અત્યાર સુધી વિચારણા કરી એ રીતે, ‘ક્રિયાનો હેતુ પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત ધર્મ છે', એ પ્રમાણે પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા વડે કહેવાયેલું લક્ષણ=ધર્મનું લક્ષણ, અતિવ્યાપ્તિ આદિ દોષોથી રહિત, અકલંકિત, સર્વત્ર અનુગત=સર્વ ધર્મમાં અનુસરનારું, નિરવઘ સંગત થાય છે.
અત્રાર્થે .. અનુસરળીયા । આ અર્થમાં=પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયેલા ધર્મના લક્ષણના અર્થમાં, ‘ધર્મશ્વિત્તપ્રમઃ' ઇત્યાદિ ષોડશક-૩/૨ અને અમારા વડે રચાયેલી ‘યોગદીપિકા’ નામની તેની વૃત્તિ અનુસરવી.
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તત્ત્વચિંતા અધિકારમાં નયદ્રયનો નિર્દેશ યુક્ત છે, માટે ગ્રંથકારશ્રીએ પર્યાયાસ્તિકનયથી ધર્મનું લક્ષણ દ્રવ્યસ્તવમાં સંગત કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ ધર્મનું લક્ષણ દ્રવ્યસ્તવમાં સંગત કરેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વાદી અને પ્રતિવાદી, દ્રવ્યસ્તવમાં ધર્મ છે કે નથી ? તે વિષયમાં તત્ત્વનિર્ણય કરવા માટે બેઠેલા હોય ત્યારે, પ્રતિવાદી જો ધર્મનું લક્ષણ એક નયથી કરે તો નિગ્રહસ્થાનની પ્રાપ્તિ થાય. માટે ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તે બતાવવા માટે ઉભયનયથી દ્રવ્યસ્તવમાં ધર્મની સિદ્ધિ તે કરેલ છે.
હવે કોઈ યોગ્ય શ્રોતા ધર્મને સાંભળવા માટે આવેલા હોય ત્યારે, જો એક નયથી જ ધર્મ કહેવાની આવશ્યકતા જણાય તો આદિમાં વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરવું જોઈએ; કેમ કે ઋજુસૂત્રાદિરૂપ નિશ્ચયનયોથી ધર્મનું લક્ષણ ક૨વામાં આવે તો બાળજીવોને તે ધર્મના લક્ષણથી કોઈ બોધ થાય નહિ, અને ઉપદેશકનું વચન અપરિણમન પામે; અને મધ્યમ બુદ્ધિવાળા જીવો હોય તો નિશ્ચયનયના કરાયેલા લક્ષણથી ધર્મનો કાંઈક બોધ પ્રાપ્ત કરે તોપણ ઉચિત સ્થાને તે ધર્મનું લક્ષણ જોડી શકે નહિ. તેથી નિશ્ચયનયને અભિમત ધર્મની પ્રાપ્તિના કારણભૂત એવી ક્રિયાનો ત્યાગ કરે, તેથી અતિપરિણામવાળા બને. માટે બાળ અને મધ્યમ જીવોનું અહિત થાય. તેથી આદિમાં વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરવું ઉચિત છે.
આશય એ છે કે મોહના ઉન્મૂલનનું કારણ બને તેવી ઉચિત ક્રિયાઓ ધર્મ છે, એ પ્રકારનું વ્યવહારનયનું લક્ષણ સાંભળીને બાળજીવો અને મધ્યમ જીવો તે ક્રિયાઓ કરીને મોહધારાનું ઉન્મૂલન કરી શકે છે. તેથી તેવા જીવોને વ્યવહારનયથી કરેલું ધર્મનું લક્ષણ ઉપકારક બને છે.