________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
૧૪૮૧ ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી ઋજુસૂત્રનયને અવલંબીને પૂજામાં ધર્મ છે, એમ સ્થાપન કર્યું, અને ત્યારપછી દ્રવ્યાસ્તિકનયથી પણ પૂજામાં ધર્મ છે, એમ સ્થાપન કર્યું. તેથી દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ ઉભયનયથી પૂજામાં ધર્મ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એમ સિદ્ધ થયું. ત્યાં પ્રશ્ન થાય કે દ્રવ્યાસ્તિકનયથી શુદ્ધ ઉપયોગવાળા મુનિમાં ધર્મ સ્વીકારવામાં આવે તો તે મુનિમાં ક્યારેક ધર્મ અને ક્યારેક અધર્મ પ્રાપ્ત થતી નથી, પરંતુ હંમેશાં ધર્મ પ્રાપ્ત થાય છે. હવે પૂજાકાળમાં વર્તતા વીતરાગગુણના લયાત્મક ઉપયોગથી યુક્ત આત્માને ધર્મ કહેવાથી જે પ્રશ્ન ઊભો થાય છે, તે “દં તુ વિન્યતે'થી ગ્રંથકારશ્રી બતાવે છે - ટીકા :
इदं तु चिन्त्यते- आत्मनो धर्मिणो द्रव्यस्य निर्देशे धर्मद्वारा धर्मत्वमन्यद्वारा चान्यत्वमिति सङ्करः कथं वारणीयः ? प्रशान्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्ते प्रशान्तवाहिताख्यस्य पर्यायस्यैव निवेशे तु प्रागुक्ताभेदः । धर्मः किं द्रव्यं पर्यायो वा ? इति जिज्ञासायामित्थमुच्यत इति चेत् ? लक्षणाधिकारे नेदमुपयोगि, तत्त्वचिन्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्तो नैकनयनिर्देशः न्यूनाख्यनिग्रहस्थानप्रसङ्गात् । यथोक्तं भगवता भद्रबाहुस्वामिना सामायिकमधिकृत्य किं द्वारे "जीवो गुणपडिवन्नो णयस्य दव्वट्ठियस्स सामाइअं । सो चेव पज्जवणयट्ठिअस्स जीवस्स एसगुणो" ।। त्ति [आवश्यकनियु. गा.७९३] एतदर्थप्रपञ्चोऽस्मत्कृतानेकान्तव्यवस्थायाम् । ટીકાર્ચ -
દં તુ .... વારઃ ? વળી આ વિચારણા કરાય છે=વીતરાગ ગુણલયાત્મક પરિણત આત્મા ધર્મ છે, એમ સ્વીકારીને પૂજામાં ધર્મની સિદ્ધિ કરવાથી આ વિચારણા કરાય છે –
આત્મારૂપ ધર્મી દ્રવ્યના નિર્દેશમાં ધર્મ દ્વારા ધર્મત્વ=પૂજાકાળમાં વર્તતા ધર્મ દ્વારા ધર્મત્વ, અને અન્ય દ્વારા અધર્મ દ્વારા અન્યત્વ છે પૂજાકાળમાં વર્તતા વીતરાગગુણના અલયાત્મક શુભપરિણામ દ્વારા અધર્મત્વ છે, એ પ્રકારના એક પૂજા કરનાર શ્રાવકના આત્મામાં ધર્મત્વ અને અધર્મત્વનો સંકર કેવી રીતે વારણ થાય ? અર્થાત્ વારણ થાય નહિ.
પ્રશાંતભાવનો અધિકાર વર્તતો હોય ત્યારે=પ્રશાંતભાવથી ભગવાનની પૂજા કરવી જોઈએ એ પ્રકારનો પૂજાના પ્રસંગમાં અધિકાર વર્તતો હોય ત્યારે, કોઈ શ્રાવકની પૂજામાં પ્રશાંતવાહિતા અને અપ્રશાંતવાહિતાને ગ્રહણ કરીને સંકરદોષ છે એમ કહી શકાય નહીં; કેમ કે જે શ્રાવક પ્રશાંતભાવથી પૂજા કરે છે તેની પૂજાને ગ્રહણ કરીને દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી તેની પૂજાને ધર્મ કહેવાય છે. તેના નિવારણ માટે કહે છે –