Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 339
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૫ प्रशान्ताधिकारे પ્રભુનુવન્તામેવઃ । વળી પ્રશાંત અધિકારમાં પણ નયદ્વયનો નિર્દેશ જ યુક્ત હોતે છતે, પ્રશાંતવાહિતાખ્યપર્યાયના જ નિવેશમાં પ્રાગ્ ઉક્તથી અભેદ છે=ભાવગ્રાહી નિશ્ચયનયથી દ્રવ્યાર્થિકનયનો અભેદ છે. તેથી પૂજામાં પ્રશાંત અધિકારને સામે રાખીને નયયનો નિર્દેશ થઈ શકે નહિ. પરંતુ ભાવગ્રાહીનિશ્ચયનયથી પૂજા ધર્મરૂપ છે તેમ જ સ્થાપત થઈ શકે. માટે પૂજામાં દ્રવ્યાસ્તિકનયથી ધર્મ છે, એમ સ્થાપન કરવું ઉચિત નથી, એ પ્રકારનો આશય છે. ૧૪૮૨ ..... ધર્મ: વિં ..... કૃતિ ચેમ્ ? ધર્મ શું દ્રવ્ય છે કે પર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં આ પ્રમાણે કહેવાય છે=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ ઉભયનયથી ધર્મનું સ્વરૂપ કહેવાય છે, માટે દ્રવ્યસ્તવમાં ઉભયનયથી ધર્મનું કથન છે, એમ કોઈ કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે - लक्षणाधिकारे . ૩૫યોનિ, લક્ષણ અધિકારમાં આ ઉપયોગી નથી=ધર્મ શું દ્રવ્ય છે ? કે ર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં જે પ્રકારે ઉભયનયનું કથન કરવામાં આવે છે, એ ઉપયોગી નથી. (તેથી દ્રવ્યસ્તવમાં ધર્મનું લક્ષણ ઘટે છે કે નહિ ? એ પ્રકારના લક્ષણ અધિકારમાં ઉભયનયની જિજ્ઞાસાથી જે પ્રકારનો ઉત્તર અપાય છે, એ પ્રકારનું કથન ઉપયોગી નથી. અહીં પ્રશ્ન થાય કે તો પછી ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં પર્યાયાસ્તિકનયથી ધર્મનું લક્ષણ સંગત કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ ધર્મનું લક્ષણ સંગત કેમ કર્યું ? અર્થાત્ દ્રવ્યાસ્તિકનયથી ધર્મનું લક્ષણ દ્રવ્યસ્તવમાં સંગત કરવું જોઈએ નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે तत्त्वचिन्ताधिकारे • પ્રસન્ત્ । તત્ત્વચિંતા અધિકારમાં પણ તયદ્વયનો નિર્દેશ જ યુક્ત છે; કેમ કે એક નયના નિર્દેશમાં ન્યૂનાખ્યનિગ્રહસ્થાનનો પ્રસંગ છે. તત્ત્વચિંતા અધિકારમાં નયદ્રયનો નિર્દેશ યુક્ત કેમ છે ? તેમાં સાક્ષી આપતાં કહે છે यथोक्तं હિં દ્વારે - જે પ્રમાણે ભગવાન ભદ્રબાહુસ્વામિ વડે સામાયિકને આશ્રયીને કિંદ્વારમાં આવશ્યકનિયુક્તિ ગાથા-૭૯૩માં કહેવાયું છે "Stat..... . સમુળો” ।। ત્તિ ગુણપ્રતિપત્ર એવો જીવ દ્રવ્યાસ્તિકનયનું સામાયિક છે. તે જ=ગુણ જ, પર્યાયાસ્તિકનયનું સામાયિક છે. (જે કારણથી) જીવનો આ ગુણ છે. કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ..... તર્થ . અનેવાન્તવ્યવસ્થાવાન્ । આ અર્થનો વિસ્તાર=ભગવાન ભદ્રબાહુસ્વામીએ નયદ્વયથી સામાયિકનો અર્થ કર્યો, એ અર્થનો વિસ્તાર, અમારા વડે કરાયેલ અનેકાંતવ્યવસ્થામાં છે. ભાવાર્થ : - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પર્યાયાસ્તિકનયથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કર્યું, અને તેમાં પ્રવચનસાર-૧/૮ની સાક્ષી આપી. વસ્તુતઃ શુદ્ધ ઉપયોગવાળા મુનિમાં ધર્મ છે, તે સ્થાપન કરવા માટે પ્રવચનસારનું કથન છે, આમ છતાં ગ્રંથકારશ્રીએ તે

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432