________________
૧૪૮૦
ટીકાર્ય ઃवह्नि परिणतः ધર્મ:, વક્તિપરિણત લોખંડનો ગોળો વિધ્ન છે, એની જેમ તદ્ભાવપરિણત આત્મા જ ધર્મ છે=શુદ્ધ આત્માના ભાવથી પરિણત એવો આત્મા જ ધર્મ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્માનો સ્વભાવ છે તે ધર્મ છે, તેમ કહીએ તો આત્મા જ ધર્મ છે, તેમ સિદ્ધ થાય નહિ, પરંતુ આત્મનિષ્ઠ વર્તતી પરિણતિ ધર્મ છે, તેમ સિદ્ધ થાય. તેથી દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કહે છે –
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
સ્વમાવપનપ્રવૃત્તિ: ....વ્યુત્પન્નેઃ । સ્વભાવપદની પ્રવૃત્તિ પણ ત્યાં જ છે=તદ્ભાવપરિણત આત્મામાં જ છે; કેમ કે સ્વ=આત્મા, ભાવપદાર્થ છે=ભાવસ્વરૂપ છે, એ પ્રકારની વ્યુત્પત્તિ છે=સ્વભાવ શબ્દની વ્યુત્પત્તિ છે.
આહ 7 - અને પ્રવચનસાર-૧/૮માં કહે છે
“રિગતિ ..... મુળેઅવ્યો” જેના વડે દ્રવ્ય પરિણમન પામે છે, તે કાળે તન્મય છે—તે પરિણામમય છે, એ પ્રમાણે કહેવાયું છે. તે કારણથી ધર્મપરિણત એવો આત્મા ધર્મ જાણવો.
–
તપિ ..... સમ્વન્દ્વમેવ । આ પણ=તદ્ભાવપરિણત આત્મા ધર્મ છે એ પણ, અધિકૃતમાં સંબદ્ધ જ છે=અધિકૃત એવા દ્રવ્યસ્તવમાં સંબદ્ધ જ છે=યુક્ત જ છે.
ભાવાર્થ:
અગ્નિથી પરિણત એવો લોખંડનો ગોળો અગ્નિ છે, એમ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કહેવાય છે; કેમ કે દ્રવ્યમાં વર્તતો ભાવ દ્રવ્યથી પૃથક્ નથી, પરંતુ તે ભાવસ્વરૂપ જ દ્રવ્ય છે, તેમ દ્રવ્યાસ્તિકનય માને છે. એ રીતે ભગવાનની પૂજાકાળમાં વીતરાગભાવથી પરિણત એવો આત્મા જ ધર્મ છે; કેમ કે સ્વભાવપદની પ્રવૃત્તિ પણ આત્મદ્રવ્યમાં જ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે સ્વભાવપદની પ્રવૃત્તિ તો આત્મામાં વર્તતા ભાવમાં થવી જોઈએ, આથી જ પૂર્વમાં કહેલ કે સ્વકીય અનાગંતુક અનુપાધિભાવ ધર્મ છે. તેથી સ્વનો જે ભાવ તે સ્વભાવ કહેવાય, અને તેવો અર્થ કરીએ તો આત્મા જ ધર્મ છે, તેમ કહી શકાય નહિ. તેથી દ્રવ્યાસ્તિકનયથી આત્માને ધર્મ સ્વીકારવા માટે સ્વભાવપદની વ્યુત્પત્તિ કેવા પ્રકારની છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
સ્વ=પોતે ભાવ પદાર્થ છે અર્થાત્ આત્મા પોતે તે ભાવસ્વરૂપ છે, એ પ્રકારની સ્વભાવપદની વ્યુત્પત્તિ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માથી પૃથભૂત એવો કોઈ ભાવ નથી, પરંતુ તે ભાવસ્વરૂપ જ આત્મા છે. તેથી જ્યારે જે ધર્મરૂપ ભાવથી પરિણત આત્મા હોય ત્યારે તે ધર્મરૂપ ભાવથી પરિણત આત્માને જ ધર્મ કહેવાય, એ પ્રકારે દ્રવ્યાસ્તિકનય માને છે; અને એ પ્રકા૨ની દૃષ્ટિથી વિચાર કરીએ તો દ્રવ્યસ્તવમાં પણ ધર્મ સંગત થાય છે; કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં વીતરાગના ગુણોમાં ઉપયુક્ત એવો આત્મા તદ્ગુણપરિણત હોય છે. તેથી વીતરાગગુણપરિણત એવો આત્મા ધર્મ છે, તેમ કહેવામાં કોઈ વિરોધ નથી.