________________
૧૪૭૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
આવે તો, આત્મત્વભાવ અનાદિનો છે, માટે તેને પ્રગટ ક૨વા માટે કોઈ યત્ન કરવો પડતો નથી, તેથી તેને ધર્મ સ્વીકારવામાં આવે તો તે આત્મત્વ ધર્મને અપુરુષાર્થરૂપ સ્વીકારવો પડે; કેમ કે પ્રયત્નથી જે સાધ્ય હોય તેને પુરુષાર્થ કહેવામાં આવે છે, અને આત્મત્વધર્મ પ્રયત્નથી પ્રગટ ક૨વાનો નથી, પરંતુ અનાદિકાળથી આત્મામાં વર્તે છે, અને જો પૂર્વપક્ષી કહે કે આત્મભાવને અમે ધર્મ સ્વીકારતા નથી, પરંતુ જે પોતાનો અનાગંતુક અનુપાધિભાવ છે, તેને અમે ધર્મ સ્વીકારીએ છીએ :
જેમ - ‘ધનવાન્ પુરુષઃ' એ સ્થાનમાં ધન એ પુરુષનો આગંતુકભાવ છે. તેવા આગંતુકભાવને ધર્મ સ્વીકારતા નથી, પરંતુ જે પોતાનો અનાગંતુકભાવ હોય તેને ધર્મ સ્વીકારીએ છીએ.
વળી ‘રવાન્ પુરુષઃ' એ સ્થાનમાં રાગ એ અનાગંતુક ભાવ છે, પરંતુ કર્મની ઉપાધિથી જન્ય ભાવ છે. તેથી તે ઔપાધિક ભાવ છે અનુપાધિક ભાવ નથી, અને જે ભાવ કર્મની ઉપાધિથી જન્ય ન હોય તેવો સ્વકીયભાવ ધર્મ છે. અર્થાત્ ‘ધનવાન્ પુરુષઃ'માં ધન જેમ આગંતુકભાવ છે તેવો ન હોય, અને ‘રવાન્ પુરુષઃ'માં રાગ જેમ કર્મની ઉપાધિથી જન્ય ભાવ છે તેવો ન હોય, તેવો ભાવ ધર્મ છે એમ સ્વભાવશબ્દથી અર્થ પ્રાપ્ત થાય; અને તેવો સ્વભાવનો અર્થ કરીને તેને ધર્મ કહેવામાં આવે તો અનાગંતુક અનુપાધિ એવો ભાવ પૂજામાં અક્ષત છે; કેમ કે વિવેકી શ્રાવક પૂજાકાળમાં વીતરાગના ગુણોમાં લીન હોય છે, જે ભાવો આત્માના સ્વભાવભૂત ભાવનો જ અંશ છે. માટે ત્યાં નિશ્ચયનયને અભિમત શુદ્ધધર્મ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શબ્દનય સામાયિકનો પરિણામ સર્વવિરતિધ૨માં સ્વીકારે છે, દેશવિરતિધરમાં સ્વીકારતો નથી. તેમ શુદ્ધ ધર્મ પણ સર્વવિરતિધરમાં સ્વીકારે છે, દેશવિરતિધ૨માં સ્વીકારતો નથી. તેથી દેશવિરતિધર શ્રાવકથી કરાતા દ્રવ્યસ્તવમાં ધર્મ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે
શબ્દનયથી દેશવિરતિધરમાં ધર્મ નથી, તેટલા કથનથી શું ? અર્થાત્ શબ્દનયથી દેશવિરતિધરમાં ધર્મ નથી, એમ સ્વીકારીને શબ્દનયથી દ્રવ્યસ્તવમાં ધર્મ નથી, તેમ સ્થાપન ક૨વામાં આવે તો સમભિરૂઢનયથી છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ ધર્મનો અસ્વીકાર છે, માટે ચારિત્રીમાં પણ ધર્મ નથી, તેમ સ્વીકારવું પડે. તેથી ઋજુસૂત્રનયનું અવલંબન લઈને પૂજામાં ધર્મ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
સારાંશ ઃ
સંક્ષેપથી એ ફલિત થાય છે કે ભગવાનની પૂજાકાળમાં સ્વકીય અનાગંતુક અનુપાધિભાવરૂપ ધર્મ છે; કેમ કે વીતરાગના ગુણમાં લય પામતા શ્રાવકનો ઉપયોગ આત્મભાવમાં વિશ્રાંતિ પામે છે. શબ્દનયથી જ્યાં સુધી ૫૨૫દાર્થનો કાંઈ પણ પ્રતિબંધ હોય ત્યાં સુધી આત્મા પોતાના ભાવમાં વિશ્રાંતિ પામતો નથી. તેથી ગૃહના પ્રતિબંધવાળા શ્રાવકની પૂજામાં શબ્દનયથી ધર્મ નથી. કોઈ શ્રાવક જિનપૂજા કરતો હોય ત્યારે ભગવાનના ગુણોમાં લય પામતો જે ઉપયોગ છે, તે વર્તમાનમાં સ્વકીય શુભ પરિણામ છે અર્થાત્ વીતરાગના ગુણોમાં લય પામતો શુભ પરિણામ છે. તે પરિણામ આગંતુક નથી અને ઔપાધિક પણ નથી, પરંતુ આત્માના શુદ્ધ ભાવમાં વિશ્રાંતિ પામતો જીવનો પરિણામ છે, અને તે પરિણામ ઋજુસૂત્રનયનો વિષય છે; અને તેવો પરિણામ જેમ ચારિત્રમાં છે, તેમ જિનપૂજામાં પણ અક્ષત છે; કેમ કે ચારિત્રપાલનકાળમાં