________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
૧૪૭૭
ટીકા :
यैरप्यात्मस्वभावो धर्म इत्युच्यते, तेषां यदि घटादिस्वभावो घटत्वादिधर्म इतिवदात्मत्वादिरनादिः पारिणामिको भाव आत्मधर्म इति मतं, तदाऽनादित्वेनापुरुषार्थत्वापत्तिः, यदि तु स्वः स्वकीयोऽनागन्तुको अनुपाधिर्भावो-धर्म इति, तदा वर्तमानः स्वकीयः शुभः परिणाम ऋजुसूत्रविषयः स जिनपूजाया-मप्यक्षत इति कथं न तत्र निश्चयशुद्धो धर्मः । शब्दनयेन सामायिकवद् देशविरतानां धर्मो नेष्यत इति चेत् ? किं तावता समभिरूढेन षष्ठगुणस्थानेऽप्यनभ्युपगमात् । ટીકાર્ચ -
ચેરણાત્મસ્વમાવો ..... પુરુષાર્થત્વાપત્તિ:, જેઓ વડે પણ આત્મસ્વભાવ એ ધર્મ' એ પ્રમાણે કહેવાય છે, તેઓને જો ઘટાદિસ્વભાવ ઘટતાદિ ધર્મ છે, એની જેમ ‘આત્મત્વાદિ અનાદિ પારિણામિકભાવ આત્મધર્મ છે એ પ્રમાણે માન્ય છે; તો અનાદિપણું હોવાને કારણે=આત્મવાદિ ધર્મનું અનાદિપણું હોવાને કારણે, અપુરુષાર્થપણાની આપત્તિ છે=આત્મધર્મ પ્રગટ કરવા માટે પ્રયત્નની આવશ્યકતા નહિ હોવાથી ધર્મને અપુરુષાર્થ સ્વીકારવાની આપત્તિ છે.
રિ તુ .... થી . વળી જો સ્વસ્વકીય અવાગંતુક અનુપાધિ ભાવ=ધર્મ છે, એ પ્રમાણે છે (અભિમત છે) તો વર્તમાન એવો સ્વકીય શુભ પરિણામ ઋજુસૂત્રનો વિષય છે, તે જિનપૂજામાં પણ અક્ષત છે. એથી કરીને કેવી રીતે ત્યાં જિનપૂજામાં, નિશ્ચયશુદ્ધ ધર્મ નથી ? અર્થત જિનપૂજામાં નિશ્ચયશુદ્ધ ધર્મ છે.
શનિવેર .... કનષ્ણુપમન્ | શબ્દનયથી સામાયિકની જેમ દેશવિરતોને ધર્મ ઇચ્છાતો નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
તેટલાથી શું ?=શબ્દનય દેશવિરતોને ધર્મ ન સ્વીકારે તેટલાથી શું? કેમ કે સમભિરૂઢ વડે છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ અનબ્યુપગમ છે=ધર્મનો અસ્વીકાર છે. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ઉપયોગરૂપ ભાવગ્રાહક નિશ્ચયનયથી દ્રવ્યસ્તવકાળમાં પણ શુદ્ધ ધર્મ છે. ત્યાં કોઈ પ્રશ્ન કરે કે સ્વનો ભાવ તે સ્વભાવ કહેવાય અને તે જ ધર્મ કહી શકાય, અન્ય ધર્મ કહી શકાય નહિ; અને સ્વનો ભાવ ચારિત્રમાં છે, દ્રવ્યસ્તવમાં નથી. માટે દ્રવ્યસ્તવમાં ધર્મ સ્વીકારી શકાય નહિ, પરંતુ આત્માના શુદ્ધ ભાવમાં અવસ્થાન પામતા ચારિત્રમાં જ ધર્મ સ્વીકારી શકાય. તેને ગ્રંથકારશ્રી પૂછે છે – | સ્વભાવનો અર્થ સ્વનો ભાવ તે સ્વભાવ, તેમ કહીને સ્વભાવને ધર્મ કહેવામાં આવે તો, જેમ ઘટાદિમાં ઘટતાદિ ધર્મ છે તેમ આત્મામાં આત્મવાદિ ધર્મ અનાદિપારિણામિકભાવરૂપ છે, માટે તેને ધર્મ સ્વીકારવામાં