________________
૧૪૬૯
પ્રતિમાશતક | શ્લોક : ૫
વળી નિશ્ચયાંગ વ્યવહારનયથી કરાતી ક્રિયાઓમાં નિશ્ચયનયને અભિમત એવો વીતરાગભાવ ઉલ્લસિત થાય છે અને ક્રિયાકાળમાં તે વીતરાગભાવ પ્રત્યે પણ રાગાંશ વર્તે છે, તેથી તે ક્રિયાઓ પુણ્યબંધનું કારણ છે, તોપણ નિશ્ચયાંગ વ્યવહારનય તેને ધર્મરૂપે કહે છે; અને તે ક્રિયાકાળમાં નિશ્ચયને અભિમત એવો વીતરાગભાવને સ્પર્શનારો ઉપયોગ એ મોક્ષ પ્રત્યે કારણ છે, તેથી નિશ્ચયનય તે ઉપયોગને ધર્મ કહે છે, પરંતુ નિશ્ચયાંગ વ્યવહારનયને અભિમત એવી ક્રિયાને નિશ્ચયનય ધર્મ કહેતો નથી. વળી, નિશ્ચયનય સાપેક્ષ એવો વ્યવહારનય દૂરવર્તી પણ વીતરાગતાનું કારણ બને તેવી ક્રિયાને ધર્મ કહે છે અને નિશ્ચયાંગ વ્યવહારનય શાસ્ત્રવિધિથી નિયંત્રિત ક્રિયાને ધર્મ કહે છે, તેથી નિશ્ચયાંગ વ્યવહારનય જે ક્રિયા, ક્રિયાથી નિષ્પાદ્ય એવા વીતરાગભાવને અવશ્ય સ્પર્શે છે, તે ક્રિયાને ધર્મ કહે છે. ઉત્થાન :
શ્લોકના પ્રથમ બે પાદનો અર્થ કર્યા પછી શ્લોકના ત્રીજા-ચોથા પાદનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :___ यदि च उक्तनिश्चय एव रुचिः, सापि न युक्ता, हि-यतः, तस्मात् उक्तावान्तरनिश्चयात्, शुद्धतरो=अतिशुद्धो, नयो निश्चयः (निश्चयनयः), चतुर्दशगुणस्थाने तच्चरमसमय इत्यर्थः किं धर्म न ब्रूते ? ब्रत एव, तथा चैकान्ताभिनिवेशे ततोऽर्वाक सर्वत्राप्यधर्मः स्यात्, स चानिष्टस्तवापीति भावः । शुद्धनिश्चयाभिमतधर्माङ्गभावेन प्रागपि धर्मं व्यवहारनयेनाभ्युपगच्छामः “सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो । सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ" [धर्मसंग्रहणि-गा.-२६] त्ति धर्मसङ्ग्रहणिप्रतीकपर्यालोचनादिति चेत् ? तर्हि त्यक्तस्त्वया एकान्ताभिनिवेशः, आयातोऽसि मार्गेण, प्रतिपद्यस्व द्रव्यस्तवेऽपि निश्चयधर्मप्रसाधकतया व्यवहारधर्मत्वम् । माभूत् तव भ्रान्तिकृद् दूरासन्नादिभावः, प्रस्थकादिदृष्टान्तभावितविचित्रनैगमनयप्रवृत्तेरत्राश्वासहेतुत्वात् । तदाह-तदङ्गतां तु विशुद्धनिश्चयाभिमतधर्माङ्गतामधिकृते द्रव्यस्तवेऽपि अभ्रान्तं भ्रान्तिरहितमीक्षामहेऽतो विशेषदर्शिनामस्माकं वचनेनैव त्वयैतत् तत्त्वं श्रद्धेयमित्युपदेशे तात्पर्यम् । ટીકાર્ચ -
ર ર ... તૂત પર્વઃ, અને જો ઉક્ત નિશ્ચયમાં જ પૂર્વમાં કહેવાયેલા શુદ્ધ નિશ્ચયનયમાં જ, રુચિ છે, તો તે પણ યુક્ત નથી. જે કારણથી તેનાથી ઉક્ત એવા અવાંતર નિશ્ચયથી=આગળમાં શુદ્ધતર નિશ્ચયનય કહેવાશે તે નિશ્ચયનયના અવાંતર એવા પૂર્વમાં કહેવાયેલા શુદ્ધ નિશ્ચયનયથી, શુદ્ધતર=અતિશુદ્ધ, એવો નિશ્ચયનય ચૌદમા ગુણસ્થાનકમાં=ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયમાં, શું ધર્મ નથી કહેતો ? અર્થાત્ ચૌદમાં ગુણસ્થાનકતા ચરમ સમયમાં ધર્મ કહે જ છે.