________________
૧૪૭૩
પ્રતિમાશતક | શ્લોક : ૫ હોય ત્યારે પણ કહે છે કે હું પ્રસ્થક કરું છું. તેથી એ ફલિત થાય છે કે પ્રસ્થક માટેની દૂરવર્તી ક્રિયામાં પણ નગમનય હું પ્રસ્થક કરું છું તેમ સ્વીકારે છે.
તેમ પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંતિપૂર્વક મોક્ષનું અવ્યવધાન ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં છે, તેથી તેની પૂર્વે વીતરાગભાવના કૃત્યકાળમાં પૂર્ણ આત્મભાવની વિશ્રાંતિને અનુકૂળ વ્યાપાર હોવાથી વ્યવહારનય ત્યાં ધર્મ સ્વીકારે છે; અને વીતરાગભાવના કૃત્યનું કારણ દ્રવ્યસ્તવ છે, તેથી નૈગમનય દૂરવર્તી એવા પણ દ્રવ્યસ્તવને ચૌદમા ગુણસ્થાનકની ચરમક્ષણનું કારણ સ્વીકારીને દ્રવ્યસ્તવમાં પણ ધર્મ કહે છે. એ પ્રકારે શ્લોકના ચરમપાદથી બતાવવા અર્થે કહે છે –
વિશુદ્ધ નિશ્ચયનયને અભિમત જે ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં ધર્મ છે, તેની અંગતા દ્રવ્યસ્તવમાં પણ અભ્રાંત અમે જોઈએ છીએ. આથી પૂર્વપક્ષી જે જોઈ શકતો નથી, એ પ્રકારના વિશેષને જોનારા અમે છીએ. તેથી વિશેષદર્શી એવા અમારા વચનથી જ તારે પણ આ તત્ત્વ સ્વીકારવું જોઈએ, એ પ્રકારના ઉપદેશમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે.
આશય એ છે કે જેમ ગ્રંથકારશ્રી નિશ્ચય અને વ્યવહાર ઉભય સ્વીકારે છે, તેમ પૂર્વપક્ષીએ પણ એકાંત અભિનિવેશનો ત્યાગ કરીને નિશ્ચય અને વ્યવહાર ઉભયનો સ્વીકાર કર્યો. આમ છતાં શુદ્ધ ધર્મથી અતિ દૂર દ્રવ્યસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવમાં શુદ્ધધર્મની અંગતા પૂર્વપક્ષીને દેખાય નહિ, તેવી સંભાવના છે; કેમ કે પૂર્વપક્ષી દ્રવ્યસ્તવને પુણ્યકૃત્ય સ્વીકારે છે, ધર્મરૂપ સ્વીકારનો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અમે નૈગમનયની દૃષ્ટિથી દૂરવર્તી એવા દ્રવ્યસ્તવમાં પણ નિશ્ચયનયના ધર્મની અંગતાને જોનારા છીએ. તેથી વિશેષદર્શી એવા અમારા વચનથી તારે પણ એ પ્રકારનું તત્ત્વ સ્વીકારવું જોઈએ, અને વિચારવું જોઈએ કે જેમ સરાગચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શૈલેશીથી ચરમ ક્ષણનું કારણ છે, તેમ દ્રવ્યસ્તવ પણ વીતરાગ પ્રત્યેની ભક્તિથી યુક્ત હોવાને કારણે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શૈલેશીથી ચરમ ક્ષણનું કારણ છે. એ પ્રકારના તત્ત્વની પૂર્વપક્ષીએ શ્રદ્ધા કરવી જોઈએ, એમ ગ્રંથકારશ્રી કહે છે. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શુદ્ધતર નિશ્ચયનય શૈલેશીના ચરમ સમયે ધર્મ સ્વીકારે છે, અને તેની પૂર્વે વ્યવહારનય ધર્મ સ્વીકારે છે. તે શુદ્ધતર નિશ્ચયનય કેવા સ્વરૂપવાળો છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :___ अयं च निश्चयनयः परिणतिरूपभावग्राहककाष्ठाप्राप्तवंभूतरूपो येन शैलेशीचरमक्षणे शुद्धो धर्म उच्यते, अर्वाक् तु तदङ्गतया व्यवहारात्, कुर्वद्रूपत्वेन हेतुताभ्युपगमश्चास्य ऋजुसूत्रतरुप्रशाखारूपत्वात् । आह च गन्धहस्ती “मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ । तस्स उ सद्दाईआ साहापसाहा सुहुमभेया" ।। [सम्मति० कांड-१, गा.-५] उपयोगरूपभावग्राहकनिश्चयनयस्तु द्रव्यस्तवकाले