________________
૧૪૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૫ शुद्धधर्मं स्वातन्त्र्येणैवाभ्युपैति, रागाद्यकलुषस्य वीतरागगुणलयात्मकस्य धर्मस्य तदाप्यानुभविकत्वात्, तन्मते हि शुद्धोपयोगो धर्मः, शुभाशुभौ च पुण्यपापात्मकाविति । ટીકાર્ચ -
માં ર... વ્યવદ, પરિણતિરૂપ ભાવને ગ્રહણ કરનારો કાષ્ઠાને પામેલો એવો એવંભૂતરૂપ આ નિશ્ચય છે. જેના વડે શૈલેશીની ચરમ ક્ષણમાં શુદ્ધ ધર્મ કહેવાય છે. વળી પૂર્વમાં=શૈલેશીની ચરમ ક્ષણની પૂર્વમાં, તેના અંગપણાથી=શૈલેશીની ચરમ ક્ષણના અંગપણાથી, વ્યવહારથી ધર્મ કહેવાય છે.
ઉર્વદૂત્વેન ..... પ્રાણારૂપત્થાત્ ! અને આની શૈલેશીના ચરમસણરૂપ ધર્મની, કુર્ઘદ્રપત્રથી હેતુતાનો સ્વીકાર છે-મોક્ષ પ્રત્યેની હેતુતાનો સ્વીકાર છે; કેમ કે ઋજુસૂત્રવૃક્ષની પ્રશાખારૂપપણું છે-શૈલેશીના ચરમસણરૂપ ધર્મને સ્વીકારનાર નિશ્ચયનય ઋજુસૂત્રરૂપ વૃક્ષની પ્રશાખારૂપપણું છે. ગાદ જ અન્યદસ્તી - અને ગંધહસ્તી=પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા સંમતિ ગ્રંથ-૧પમાં કહે છે –
“મૂળમેળ ... સુહુનમેયા" | ઋજુનું વર્તમાન સમયનું, સૂત્રણ કરનાર કથન કરનાર, જે વચન, તેની જે સીમા, તે ઋજુસૂત્રવચનવિચ્છેદ, પર્યાયનયનો મૂળv=આદિ આધાર છે. વળી તેના=ઋજુસૂત્રનયના, શાખાપ્રશાખારૂપ સૂક્ષ્મ ભેદવાળા શબ્દાદિ ગયો છે.
o સંમતિની સાક્ષીમાં મુદ્રિત પુસ્તકમાં મૂર્નાનિમાળ' છે ત્યાં સંમતિગ્રંથ-૧/પમાં ‘મૂર્નામેન' પાઠ છે, અને ‘વદૂષા' પાઠ છે ત્યાં સુહુનમેયા' પાઠ છે તે સંગત છે. તેથી તે પાઠ મુજબ શુદ્ધિ કરીને અહીં અમે અર્થ કરેલ છે.
૩૫યોજારૂપ .. પુvપાપાત્માવિતિ ! વળી ઉપયોગરૂપભાવગ્રાહક નિશ્ચયનય દ્રવ્યસ્તવકાળમાં સ્વતંત્રપણાથી જ શુદ્ધ ધર્મને સ્વીકારે છે; કેમ કે રાગાદિ અકલુષ એવા વીતરાગગુણલયાત્મક ધર્મનું ત્યારે પણ અનુભવિકપણું છે. તેના મતમાંsઉપયોગરૂપભાવગ્રાહક નિશ્ચયનયના મતમાં, શુદ્ધ ઉપયોગ ધર્મ છે, અને શુભ, અશુભ પુણ્ય-પા૫ સ્વરૂપ છે અર્થાત્ શુભ ઉપયોગ પુણ્ય સ્વરૂપ અને અશુભ ઉપયોગ પાપસ્વરૂપ છે.
ત્તિ શબ્દ ન ર થી પુથપાપાત્મ સુધીના કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શુદ્ધતર નિશ્ચયનય ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયમાં ધર્મ સ્વીકારે છે, અને ધર્મસંગ્રહણીના વચનથી સ્થાપન કર્યું કે તેની પૂર્વે વ્યવહારનયથી ધર્મ છે. તેનું તાત્પર્ય બતાવીને દ્રવ્યસ્તવમાં સ્વતંત્રથી કઈ દૃષ્ટિએ ધર્મ અભિમત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ધર્મ સ્વીકારનાર નિશ્ચયનય પરિણતિરૂપ ભાવગ્રાહક કાષ્ઠા પ્રાપ્ત એવંભૂતરૂપ નિશ્ચયનય છે.