________________
૧૪૭૨
પ્રતિમાશતક | શ્લોક: આ રીતે પૂર્વપક્ષી શુદ્ધતર નિશ્ચયનયથી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ધર્મ સ્વીકારે, અને તેની પૂર્વે વ્યવહારનયથી ધર્મ સ્વીકારે, અને તેમ સ્વીકારીને તપ અને ચારિત્રાદિકમાં ધર્મનું સ્થાપન કરે, તો પૂર્વપક્ષી નિશ્ચયનય અને તેના પ્રતિપક્ષ એવા વ્યવહારનયને સ્વીકારીને ઉભયનયને સ્વીકારે છે. તેથી સ્યાદ્વાદને સ્વીકારીને પૂર્વપક્ષીએ માર્ગનો સ્વીકાર કર્યો છે. તેથી એકાંત અભિનિવેશનો ત્યાગ થવાથી તે માર્ગને પામેલો છે. તેથી જેમ શુદ્ધતર નિશ્ચયનયના એકાંત અભિનિવેશનો પૂર્વપક્ષીએ ત્યાગ કર્યો; તેમ શુદ્ધ નિશ્ચયનયના એકાંત અભિનિવેશનો પણ તેણે ત્યાગ કરવો જોઈએ, અને શુદ્ધ નિશ્ચયનયને અભિમત એવા તપ-ચારિત્રરૂપ ધર્મનો પ્રસાધક એવો વ્યવહારધર્મ દ્રવ્યસ્તવમાં પણ તેણે સ્વીકારવો જોઈએ.
આશય એ છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, અને ભાવસ્તવ તપ-ચારિત્રરૂપ છે. તેથી શુદ્ધનયને આશ્રયીને પૂર્વપક્ષી તપ-ચારિત્રને ધર્મરૂપે સ્વીકારે છે, તો તેના કારણરૂપ દ્રવ્યસ્તવમાં પણ વ્યવહારનયથી પૂર્વપક્ષીએ ધર્મ સ્વીકારવો જોઈએ.
શ્લોકના ચોથા પાદના અવશિષ્ટ અંશનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે જેમ શુદ્ધતર નિશ્ચયનય ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયે ધર્મ કહે છે, અને તેની પૂર્વે વ્યવહારનય ધર્મ કહે છે, ત્યાં પૂર્વપક્ષીને ભ્રમ થાય કે ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં જે ધર્મ છે તેનો આસન્નભાવ વીતરાગકૃત્ય રૂપ તપ-ચારિત્રમાં છે. જ્યારે સરાગકૃત્ય એવા દ્રવ્યસ્તવમાં તો તેનો દૂરવર્તી ભાવ છે. તેથી દૂરવર્તી એવા દ્રવ્યસ્તવમાં ધર્મ કઈ રીતે સ્વીકારી શકાય ? તે ભ્રમના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
દૂર-આસન્નાદિ ભાવ તને ભ્રાંતિ કરનારો ન થાઓ; કેમ કે પ્રસ્થાદિ દષ્ટાંતથી ભાવિત એવો વિચિત્ર નિગમનય દ્રવ્યસ્તવમાં પણ ધર્મ સ્વીકારે છે.
આશય એ છે કે ચૌદમા ગુણસ્થાનકની ચરમ ક્ષણમાં આત્મા સંપૂર્ણ આત્મભાવમાં સ્થિર છે, તેથી ચૌદમાં ગુણસ્થાનકની ચરમ ક્ષણ મોક્ષ પ્રત્યે કારણ છે; અને તેની પૂર્વે વીતરાગકત્યમાં પણ આત્મા વીતરાગરૂપ આત્મભાવમાં સ્થિર છે, અને તે વીતરાગકૃત્ય દ્વારા આત્મભાવની સ્થિરતા પ્રકર્ષને પામીને સાયિક વીતરાગતાને પ્રાપ્ત કરશે, અને ક્ષાયિક વિતરાગતાથી કેવલજ્ઞાન થશે, અને તે કેવલજ્ઞાનના બળથી કેવલી યોગનિરોધ કરીને પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંત થશે. તેથી ચૌદમાં ગુણસ્થાનકની ચરમ ક્ષણની કારણતા વીતરાગભાવરૂપ કૃત્યમાં આસન્નભાવરૂપે છે, તેથી વ્યવહારનય તે કૃત્યમાં ધર્મ સ્વીકારે છે, આમ છતાં પ્રસ્થક દૃષ્ટાંતથી ભાવિત એવો વિચિત્ર નિગમનાય તેની પૂર્વમાં પણ ધર્મ સ્વીકારે છે.
જેમ કોઈ પુરુષ પ્રસ્થક બનાવવા માટે લાકડાને ગ્રહણ કરીને તેનું છેદન આદિ કરતો હોય ત્યારે તેને પૂછવામાં આવે કે તું શું કરે છે ? તો વ્યવહારનયથી તે પુરુષ કહે કે હું પ્રસ્થક કરું છું. પરંતુ કોઈ અન્ય પુરુષ પ્રસ્થક બનાવવાના ઉદ્દેશથી કુહાડો લઈને જંગલમાં જતો હોય ત્યારે તેને પૂછવામાં આવે કે તું શું કરે છે? તો તે પુરુષ વ્યવહારનયની દૃષ્ટિથી હું પ્રસ્થક માટે લાકડું કાપવા જાઉં છું, તેમ કહે છે, પણ હું પ્રસ્થક બનાવું છું તેમ કહેતો નથી; પરંતુ નગમનયની દૃષ્ટિથી વ્યુત્પન્ન પુરુષ કુહાડો લઈને લાકડું કાપવા જતો