________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
છીએ. આથી વિશેષદર્શી એવા અમારા વચનથી જ તારા વડે આ તત્ત્વ શ્રદ્ધેય છે=દ્રવ્યસ્તવમાં ધર્માંગતા છે એ તત્ત્વ શ્રદ્ધેય છે, એ પ્રકારે ઉપદેશમાં તાત્પર્ય છે=પ્રસ્તુત શ્લોકમાં કહેલ તવક્તાં થી ક્ષામદે સુધીના કથનનું તાત્પર્ય છે.
ભાવાર્થ
:
૧૪૭૧
શ્લોકના પ્રથમ અને દ્વિતીય પાદથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે શુદ્ઘનયમાં એકાંત બુદ્ધિ કરવી ઉચિત નથી. હવે તે કથનને પુષ્ટ કરવા અર્થે શ્લોકના ત્રીજા અને ચોથા પાદનું ઉત્થાન કરતાં કહે છે
જો ઉક્ત નિશ્ચયમાં જ તને=પૂર્વપક્ષીને, રુચિ છે, તો તે પણ યુક્ત નથી અર્થાત્ વીતરાગકર્મને ધર્મ સ્વીકારવો અને સરાગકર્મને પુણ્ય સ્વીકારવું, એ પ્રકારના વચનને કહેનાર શુદ્ધ નિશ્ચયમાં જ પૂર્વપક્ષીને રુચિ છે, અને તેમ સ્વીકારીને તપ-ચારિત્રને ધર્મકૃત્ય કહેવું અને દ્રવ્યસ્તવને પુણ્યકૃત્ય કહેવું એ પ્રકારની જે પૂર્વપક્ષીની રુચિ છે, તે પણ યુક્ત નથી.
કેમ યુક્ત નથી ? તે શ્લોકના ત્રીજા અને ચોથા પાદથી બતાવતાં ગ્રંથકા૨શ્રી કહે છે
જે કારણથી આગળમાં કહેવાશે તે શુદ્ધતર નિશ્ચયનયનો=ચૌદમા ગુણસ્થાનકના ચ૨મ સમયમાં ધર્મ સ્વીકારનાર એવા શુદ્ઘતર નિશ્ચયનયનો, અવાંતર એવો આ શુદ્ધ નિશ્ચયનય છે=પૂર્વપક્ષીને અભિમત એવો આ શુદ્ધ નિશ્ચયનય છે; કેમ કે શુદ્ધતર નિશ્ચયનય અક્ષેપફલસાધક નિશ્ચયનય છે અને પૂર્વપક્ષીએ સ્વીકારેલ નિયમફલસાધક નિશ્ચયનય છે તેથી અવાંતર એવો શુદ્ઘનિશ્ચયનય છે. અને પૂર્વપક્ષીને અભિમત એવા આ શુદ્ધ નિશ્ચયનયથી જે શુદ્ધતર નિશ્ચયનય છે, તે ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં જ ધર્મ કહે છે; અને પૂર્વપક્ષી શુદ્ધ નિશ્ચયનયનો એકાંત અભિનિવેશ કરીને તપ અને ચારિત્રની ક્રિયાને ધર્મ કહે છે અને દ્રવ્યસ્તવને અધર્મ કહે છે, તેમ સ્વીકા૨વામાં આવે, તો શુદ્ધત૨ નિશ્ચયનયનો એકાંત અભિનિવેશ કરીને ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં જ ધર્મ સ્વીકારવો પડે, અને ચૌદમા ગુણસ્થાનકની પૂર્વના ધર્મને અધર્મ કહેવો પડે; અને તેમ સ્વીકારીએ તો પૂર્વપક્ષીને અભિમત એવા તપ-ચારિત્ર પણ અધર્મરૂપે સિદ્ધ થાય; અને તપ-ચારિત્ર અધર્મરૂપે સિદ્ધ થાય તે પૂર્વપક્ષીને પણ અભિમત નથી. તેથી એ ફલિત થાય કે શુદ્ધતર નિશ્ચયનયનો એકાંત અભિનિવેશ ઇષ્ટ નથી, તેમ શુદ્ધ નિશ્ચયનયનો પણ એકાંત અભિનિવેશ ઇષ્ટ નથી.
-
અહીં પૂર્વપક્ષી કહે કે ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ધર્મ સ્વીકારનાર જે શુદ્ધત૨ નિશ્ચયનય છે, તે શુદ્ધતર નિશ્ચયનયને અભિમત જે ચૌદમા ગુણસ્થાનકે ધર્મ છે, તે ધર્મનું કારણ એવો ધર્મ પૂર્વમાં છે. તેથી વ્યવહારનયને આશ્રયીને ચૌદમા ગુણસ્થાનકની ચરમ ક્ષણની પૂર્વમાં પણ અમે ધર્મ સ્વીકારીએ છીએ. તેથી નિશ્ચયનયથી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં ધર્મ છે, અને તપ-ચારિત્રાદિકમાં વ્યવહારનયથી અમે ધર્મ સ્વીકારીએ છીએ; અને તેમાં સાક્ષીરૂપે પૂર્વપક્ષી ધર્મસંગ્રહણીનું સો રૂમયવસ્તુયદે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
વચન આપે