________________
પ્રતિમાશતક | શ્લોક : ૫
.....
प्रयाणभङ्गाभावेन . . યોગમવિવઃ । પ્રયાણભંગના અભાવને કારણે=મોક્ષ પ્રત્યેના પ્રયાણભંગનો સ્વર્ગમાં અભાવ હોવાને કારણે, નિશિસ્વાપ જેવો જ=રાત્રિમાં સૂવા જેવો જ, સમ્યગ્દષ્ટિનો સ્વર્ગલાભ છે, એ પ્રમાણે યોગના મર્મના જાણકારો કહે છે.
ભાવાર્થ :
અવતરણિકામાં પૂર્વપક્ષીએ શંકા કરતાં કહ્યું કે પૂજા, દાન અને વાત્સલ્યાદિક સરાગકૃત્ય છે અને તપચારિત્રાદિક વીતરાગ કૃત્ય છે. માટે સરાગકૃત્ય એવી પૂજાને અમે ધર્મ કહેતા નથી અને વીતરાગકૃત્ય એવા તપ-ચારિત્રને અમે ધર્મ કહીએ છીએ. તેને ગ્રંથકારશ્રી કહે છે
૧૪૬૬
–
પૂજા, દાનાદિક સરાગકૃત્ય છે અને તપ, ચારિત્રાદિક વીતરાગકૃત્ય છે, એ પ્રકારનું કથન શુદ્ધનયનું છે અર્થાત્ શુદ્ધનય જેમ આત્માના અને કર્મના મિશ્રભાવોને સ્વીકારતો નથી, પરંતુ શુદ્ધ આત્માના ભાવોને સ્વીકારે છે, તેમ મોહના ઉન્મૂલનને અનુકૂળ એવા વીતરાગભાવને અનુકૂળ તપ, ચારિત્રાદિકને ધર્મ કહે છે, અને પૂજા, દાનાદિક ક્રિયામાં વર્તતા રાગાંશને પૂજામાં વર્તતા ધર્માંશથી પૃથક્ કરીને પૂજા, દાનાદિકને પુણ્ય કહે છે. તેથી શુદ્ધનય પુણ્યાંશવાળી પૂજાની ક્રિયાને અને વીતરાગાંશવાળી તપ, ચારિત્રાદિક ક્રિયાને મિશ્રરૂપે સ્વીકારતો નથી, તોપણ બુદ્ધિમાન પુરુષોએ શુદ્ધનયના અર્થમાં જ એકાંતે અભિનિવેશ કરવો યોગ્ય નથી; કેમ કે એક નયનો અભિનિવેશ મિથ્યાત્વરૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે (૧) સંજ્ઞાનયોગલક્ષણ અને (૨) પુણ્યલક્ષણ, બે પ્રકારનો ધર્મ કહીને સરાગઅંશને સ્પર્શનારા ક્રિયાયોગને પુણ્યરૂપે સ્વીકાર્યો અને વીતરાગઅંશને સ્પર્શનારા જ્ઞાનયોગને ધર્મરૂપે સ્વીકાર્યો તે શુદ્ધનયને આશ્રયીને છે. પરંતુ અશુદ્ઘનયને આશ્રયીને વિચારીએ તો જેમ તપ, ચારિત્રાદિકમાં વીતરાગગામી ઉપયોગને આશ્રયીને જ્ઞાનયોગ છે, તેમ તપ, ચારિત્રકાળમાં વર્તતા વીતરાગના વચન પ્રત્યેના રાગાંશને સામે રાખીને વિચારીએ તો તે સરાગકૃત્ય છે. તેમ પૂજા, દાનાદિ ક્રિયા પણ વીતરાગગામી ઉપયોગને આશ્રયીને જ્ઞાનયોગરૂપ છે અને વીતરાગ પ્રત્યેના રાગાંશને સામે રાખીને વિચારીએ તો સરાગકૃત્ય છે. આમ છતાં પૂજા, દાનાદિકમાં સરાગઅંશની પ્રધાનતા છે, તેને આશ્રયીને શુદ્ધનય, પૂજા, દાનાદિકને સરાગકર્મ કહે છે, અને તપ, ચારિત્રાદિકમાં વીતરાગ અંશની પ્રધાનતા છે, તેને આશ્રયીને તપ, ચારિત્રાદિકને વીતરાગકર્મ કહે છે; તોપણ મિશ્રનયથી જેમ પૂજા, દાનાદિકમાં મિશ્રભાવ છે, તેમ તપ, ચારિત્રાદિકમાં પણ મિશ્રભાવ છે. માટે શુદ્ધનયમાં એકાંત અભિનિવેશ ક૨વો જોઈએ નહિ; કેમ કે એકાંત અભિનિવેશ મિથ્યાત્વરૂપ છે.
એક નયમાં એકાંત અભિનિવેશ કેમ કરવો જોઈએ નહિ ? તેમાં અન્ય યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
અન્ય નયના વિચાર દ્વારા તે એક નયના વિચારના મૂળનું ઉત્ખનન થાય છે.
આશય એ છે કે શુદ્ઘનયથી સરાગકૃત્યને પુણ્ય કહીએ અને વીતરાગકૃત્યને ધર્મ કહીએ તે વચન શુદ્ધનયથી યથાર્થ હોવા છતાં મિશ્રનયથી વિચારણા કરવામાં આવે ત્યારે તે સરાગકૃત્ય પણ કોઈક અંશથી