________________
૧૨૮૪
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
ધર્માધર્મનો મિશ્ર ભાવ નથી, અને ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રભાવ છે. આ પ્રકારનું પાર્જચંદ્રનું કથન યુક્તિરહિત છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી શ્લોક ૮૫થી કહે છે –
વિધિપૂર્વક પૂજા કરનારા શ્રાવકની અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુની ક્રિયામાં સવ્યવહારથી હિંસા નથી; કેમ કે સવ્યવહાર એટલે સિદ્ધાંતમાં વ્યુત્પન્ન લોકોનો વ્યવહાર, અને સિદ્ધાંતમાં વ્યુત્પન્ન લોકોનો વ્યવહાર એ છે કે ભગવાનના વચનાનુસાર અપ્રમાદભાવથી કરાતી સ્વભૂમિકાને અનુસાર ઉચિત ધર્માનુષ્ઠાનની ક્રિયા, અને આવી ક્રિયામાં હિંસા નથી; કેમ કે પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણને જ સિદ્ધાંતની મર્યાદાથી વ્યુત્પન્ન એવો વ્યવહાર હિંસા સ્વીકારે છે.
અહીં પૂર્વપક્ષી પાર્જચંદ્ર કહે કે શ્રાવકે ભગવાનની પૂજા વિધિપૂર્વક કરતા હોય તોપણ સાધુને ઉચિત ગુણસ્થાનની ત્યાં યતના નથી. તેથી પૂજાની ક્રિયામાં પ્રમાદ છે માટે હિંસા છે, અને નદી ઊતરવાની ક્રિયામાં સાધુને ઉચિત યતના છે, તેથી પ્રમાદ નથી માટે હિંસા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -
સ્વગુણસ્થાનને ઉચિત યતના જેમ નદી ઊતરવામાં સાધુને છે તેમ સ્વગુણસ્થાનને ઉચિત યતના વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકને પણ છે. તેથી પ્રમાદના પરિહારનું શ્રાવકની પૂજામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં સમાનપણું છે. તેથી જો સાધુની નદી ઊતરવાની ક્રિયા ધધર્મરૂપ મિશ્ર નથી, તો ભગવાનની પૂજારૂપ ક્રિયા પણ ધમધર્મરૂપ મિશ્ર નથી.
અહીં પૂર્વપક્ષી પાર્જચંદ્ર કહે કે સાધુની સંયમની ક્રિયા ઉપરની ભૂમિકાની છે અને શ્રાવકની પૂજાની ક્રિયા નીચેની ભૂમિકાની છે. માટે શ્રાવકની પૂજાની ક્રિયા પ્રમાદવાળી છે અને સાધુની નદી ઊતરવાની ક્રિયા પ્રમાદવાળી નથી અર્થાત્ શ્રાવકો પૂર્ણ વિધિથી ભગવાનની પૂજા કરતા હોય તોપણ સાધુ કરતાં નીચેની ભૂમિકાવાળી તે ક્રિયા હોવાથી પ્રમાદવાળી છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉપરની ભૂમિકાની અપેક્ષાએ નીચેની ભૂમિકાવાળી ક્રિયાને પ્રમાદવાળી કહીએ તો ઉપરની ભૂમિકાવાળા સાધુની અપેક્ષાએ નીચેની ભૂમિકાવાળા અપ્રમાદથી સંયમમાં યત્ન કરવાવાળા સાધુને પણ પ્રમાદી માનવાનો અતિપ્રસંગ આવે, અને તેને સ્વીકારીએ તો સંયમમાં અપ્રમાદથી યત્ન કરનારા સાધુને પણ ધર્માધર્મરૂપ મિશ્ર પક્ષની પ્રાપ્તિ થાય. તેથી સ્વભૂમિકા પ્રમાણે અપ્રમાદભાવથી જિનવચનાનુસાર ઉચિત ક્રિયામાં યત્ન કરનારા સાધુને કે શ્રાવકને પ્રમાદ નથી, તેથી હિંસા નથી. માટે વિધિપૂર્વક પૂજામાં પણ ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ નથી.
અહીં પૂર્વપક્ષી પાર્થચંદ્ર કહે કે સાધુને જુદા પ્રકારનો અધિકાર છે અને મલિનારંભી એવા શ્રાવકને જુદા પ્રકારનો અધિકાર છે. વળી, શ્રાવકને નીચેની ભૂમિકાની ક્રિયાનો અધિકાર છે અને સાધુને ઉપરની ભૂમિકાની ક્રિયાનો અધિકાર છે. તેથી નીચેની ભૂમિકાના અધિકારવાળા જે શ્રાવકો વિધિપૂર્વક પૂજા કરે છે, ત્યાં યતનામાં ન્યૂનભાવ છે, અને ઉપરની ભૂમિકાના અધિકારવાળા સાધુ નદી ઊતરે છે, ત્યાં યતનાનો અધિક ભાવ છે. તેથી ન્યૂનભાવની યતનાવાળી પૂજાની ક્રિયામાં પ્રમાદભાવ છે અને અધિક ભાવની