________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
વર્ણન કરાયેલું આ આપ્તવાક્ય અદ્યોતયુત લોકો વડે=અપવિત્ર મતિવાળા લોકો વડે, કોઈક રીતે=અસંબદ્ધ રીતે, ગ્રહણ કરાયું. ॥૩॥
૧૪૩૯
ૐ પ્રતિમાશતકના મુદ્રિત પુસ્તકમાં જ્ઞાનનયમમામીરમાપ્તવાવયમ્ પાઠ છે ત્યાં, જ્ઞા નયમમાશમીરમાપ્તવાવયમ્ પાઠ હ. પ્રતમાં છે અને તે સંગત જણાય છે. તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. જ્ઞા=જ્ઞાનીપુરુષો, એ પ્રમાણે અર્થ જાણવો.
૩ માવદ્ધિનિશ્ચિંતાર્થ પાઠ છે ત્યાં હ. પ્રતમાં મવતાત્ વિનિશ્ચિતાર્થ પાઠ છે, અને મવતા—થાય, એવો અર્થ કરવો.
ભાવાર્થ:
જ્ઞાની પુરુષો વિધિપૂર્વક અનુપદ=દરેક સ્થાને, નય, ગમ=અર્થમાર્ગના વિકલ્પો અને ભંગથી ગંભી૨ એવા આપ્તવાક્યનું વર્ણન કરે છે. તે કારણથી આપ્તવાક્ય વિનિશ્ચિત અર્થવાળું છે, અને વિનિશ્ચિત અર્થવાળા એવા પણ આપ્તવાક્યને અનિર્મળ બુદ્ધિવાળા લોકો કોઈક રીતે=વિપરીત રીતે ગ્રહણ કરે છે. તેથી તેઓને તે આપ્તવાક્યનો વિપરીત અર્થ ભાસે છે. જો તેવા પુરુષો ગંભીરતાપૂર્વક આપ્તવાક્યના ૫૨માર્થને જાણવા પ્રયત્ન કરે તો આપ્તપુરુષોના વચનોથી તેઓને યથાર્થ તત્ત્વનો નિર્ણય થઈ શકે. II3II ટીકાર્ય :
शिष्ये मूढे વાનિશેઃ ।। શિષ્ય મૂઢ હોતે છતે, ગુરુ મૂઢ હોતે છતે, અખિલ શ્રુત મૂઢ જેવું થઈ જાય છે. એથી કરીને મૂર્ખાની સાથે શંકારૂપી ડાકણ સુખે રમો. ।।૪।।
ભાવાર્થ:
ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, અને ભગવાનની ભક્તિ છે, એ રૂપ સ્થૂલ પ્રવૃત્તિ જોઈને મૂઢ એવા ગુરુ સ્વમતિ પ્રમાણે ભગવાનની ભક્તિ ધર્માધર્મરૂપ મિશ્ર છે, તેમ વિચારે છે; અને શિષ્ય પણ મૂઢ છે, તેથી મૂઢ એવા ગુરુથી કહેવાયેલો તે અર્થ મૂઢ એવો શિષ્ય પણ તે રીતે ગ્રહણ કરે છે, અને તે વખતે અખિલ શ્રુત=ભગવાનની પૂજાના વિષયને કહેનારાં શાસ્ત્રવચનો, મૂઢ જેવાં થાય છે અર્થાત્ તે ગુરુ-શિષ્યો માટે શાસ્ત્રવચનો મૂઢ જેવાં થાય છે. તેથી જે શાસ્ત્રવચનો તત્ત્વને બતાવનારાં છે, તે જ શાસ્ત્રવચનોથી તેઓને અયથાર્થ અર્થનો બોધ થાય છે. એથી કરીને બાલિશો સાથે શંકારૂપી ડાકણ=ભગવાનની પૂજામાં આરંભની શંકારૂપ ડાકણ સુખે ૨મો અર્થાત્ બાલિશોને=મૂર્ખાને, ભગવાનની પૂજામાં આરંભની શંકા નક્કી થાય છે. ટીકાર્ય ઃ
स्फुटोदर्के વિદુષામ્ ।। પ્રગટ રીતે અભિનવ સ્ફુરાયમાન એવો સ્પષ્ટ ઉદર્ક=સચોટ, તર્ક હોતે છતે પ્રાચીન સંતોની વાણીની આ ગતિ નથી=ભગવાનની પૂજા એકાંત નિરવધ છે, એ પ્રકારના કથનની સંગતિ નથી, એ પ્રકારે મૂઢ પ્રલાપ કરે છે. ચિત્ર એવી નયપરિણતિને જાણતો નથી, ચિત્ર
.....