________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
૧૪૪૭
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
ન ..... ગસિદ્ધઃ | આના દ્વારા પૂર્વમાં કહ્યું કે શાસ્ત્રમાં કોઈક સ્થાને સાધારણપણાથી જ ફળનો ઉપદેશ છે અને તેમાં વાચક ઉમાસ્વાતિ મહારાજના વચનની સાક્ષી આપી એના દ્વારા, અભ્યદયએક ફલકપણારૂપ હેતુ પણ અપાત છે જિતાર્યાદિ અભ્યદયએસફળવાળું છે એ પ્રકારનો હેતુ પણ અપાત છે; કેમ કે અસિદ્ધિ છે=જિનાચંદિ માત્ર અભ્યદયફળવાળું છે, મોક્ષફળવાળું નથી એ કથનની અસિદ્ધિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે રાગના અનુપ્રવેશથીકદ્રવ્યસ્તવમાં વીતરાગ પ્રત્યેના રાગના અનુપ્રવેશથી, દ્રવ્યસ્તવ અભ્યદયએકફળવાળું છે, માટે દ્રવ્યસ્તવને પુણ્યકર્મ કહી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
રાનુપ્રવેશે . સર્વત્, અને રાગના અનુપ્રવેશથી તત્ત્વનું અભ્યદયકફલત્વનું, ચારિત્રમાં પણ=સરાગચારિત્રમાં પણ, સત્વ હોવાથી સરાગચારિત્ર પણ પુણ્યકર્મ સિદ્ધ થશે.
અહીં પૂર્વપક્ષી કહે કે સ્વરૂપથી જિનાર્યાદિ રાગરૂપ છે અને ચારિત્ર સંયમના પરિણામરૂપ છે. તેથી જિનાદિ પુણ્યકર્મ છે અને ચારિત્ર ધર્મકૃત્ય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સ્વરૂપતાઃ .. સિદ્ધ, સ્વરૂપથી તત્વની=સ્વરૂપથી અભ્યદયએક ફલકત્વની, ઉભય ઠેકાણે= જિનાર્ચનાદિમાં અને સરાગચારિત્રમાં, અસિદ્ધિ હોવાથી, જિનાર્ચનાદિ અને સરાગચારિત્ર બંને પુણ્યકર્મ નથી, પરંતુ ધર્મકૃત્ય છે એમ સંબંધ છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્વરૂપથી અભ્યદયકફલકત્વની ઉભયત્ર=સરાગચારિત્ર અને દ્રવ્યસ્તવમાં અસિદ્ધિ છે. તેનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
નિરવચ્છિન્ન .... અમ્યુયાનનત્વ, નિરવચ્છિન્ન યુદ્ધમવચ્છેદથી અભ્યદયજનકતા=જિનાર્ચનાદિને કોઈક અવાંતર ધર્મથી અવચ્છેદ કર્યા વગર જિનાર્ચનાદિ ધર્મના અવચ્છેદથી અભ્યદયજનકતા, એ તદ્ધર્મહત્વ હેતુનો અર્થ છે=જિનાર્ચનાદિ ધર્મવત્ સ્વર્ગાદિનો હેતુ છે એ પ્રમાણે અર્થ છે, અને ચારિત્રની સરાગપણા વડે અભ્યદયજનકતા છે, સ્વરૂપથી નહિ, એથી કરીને દોષ નથી જિનાર્ચનાદિકને પુણ્યકર્મ કહેવામાં અને સરાગચારિત્રને ધર્મકૃત્ય કહેવામાં દોષ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીનું એ કથન બરાબર નથી; કેમ કે દ્રવ્યસ્તવથી પણ ચારિત્રજાકતા ઘટિતરૂપથી અભ્યદયનું અજનકપણું છે દ્રવ્યસ્તવ નિરવચ્છિન્નધર્માવચ્છેદન અભ્યદયજનક નથી, પરંતુ કોઈક ધર્માવચ્છિન્ન સ્વર્ગનું કારણ છે, તો ચારિત્રજતકતા ઘટિત સ્વરૂપથી અભ્યદયનું અજનક છે. માટે જેમ ચારિત્ર સ્વરૂપથી અભ્યદયજનક નથી, તેમ દ્રવ્યસ્તવ પણ સ્વરૂપથી અભ્યદયજનક નથી.
ચારિત્રમાં મોક્ષને અનુકૂળ વ્યાપાર છે, જ્યારે દ્રવ્યસ્તવમાં વિજાતીય યોગપણું છે. તેથી દ્રવ્યસ્તવ વિજાતીય યોગથી સ્વર્ગનો હેતુ છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –