________________
૧૪૪૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૩ પૂર્વપક્ષીને જિનાર્ચનાદિ પુણ્યકર્મરૂપે અભિમત છે અને ચારિત્ર પુણ્યકર્મરૂપે અભિમત નથી, તોપણ અવંતિસુકુમાલના ચારિત્રમાં પુણ્યકર્મરૂપ સાધ્યની પ્રાપ્તિ થઈ, તેથી હેતુ વ્યભિચારી પ્રાપ્ત થયો. હવે હેતુના વ્યભિચારના નિવારણ માટે અવંતિસુકુમાલનું ચારિત્ર નિર્નિદાનતા અંશમાં ભ્રાંત હતું, તેથી જેમનું ચારિત્ર નિર્નિદાનતા અંશમાં અભ્રાંત હોય તે ચારિત્ર પુણ્યકર્મરૂપ નથી, પરંતુ ધર્મરૂપ છે, એમ સ્વીકારીને પૂર્વપક્ષી અનુમાન કરે કે જિનાર્યાદિ પુણ્ય કર્મ છે; કેમ કે અભ્રાંત પુરુષ વડે સ્વર્ગાદિ કામનાથી કરણ છે, તો ચારિત્રમાં વ્યભિચારની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે નિર્નિદાન ચારિત્ર પુણ્યકર્મરૂપ નથી. તેથી હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ થાય છે. માટે જિનાર્ચનાદિ પુણ્યકર્મ છે, તેની સિદ્ધિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
નિર્નવાનતાંશે ... પ્તિ કિર્તિદાનતા અંશમાં સાન્તઃ એ પ્રમાણે વિશેષણ અપાયે છતે વિશેષ્યની અસિદ્ધિ છે, દિ=જે કારણથી તેવા પ્રકારના=વિલિંદાલતા અંશમાં અભ્રાંત એવા પુરુષો, જિનાર્ચનાદિ સ્વર્ગ માટે કરતા નથી, પરંતુ મોક્ષ માટે જ કરે છે. તિ=એથી કરીને, પૂર્વપક્ષીએ જિનાર્ચનાદિ પુણ્યકર્મ છે, તેની સિદ્ધિ માટે કરેલા અનુમાનમાં હેતુ યુક્ત નથી, એમ પૂર્વ સાથે ‘તિ' તો સંબંધ છે.
ગાદ - અને કહે છે કિર્તિદાનતા અંશમાં અભ્રાંત પુરુષો વડે જિનાર્ચનાદિ મોક્ષ માટે જ કરાય છે, તેમાં ર ર થી ગ્રંથકારશ્રી સાક્ષી આપે છે – “મોક્ષાયેવ ...... પુરુષ:" રૂત્તિ વિશિષ્ટ મતિવાળા ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ ચેષ્ટા=પ્રવૃત્તિ, કરે છે. ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. સ્વર્ધિતયા ... ચેન્ન - જિનાર્ચનાદિનું સ્વર્ગાર્થીપણાથી વિહિતપણું હોવાથી નિહાનતાશે પ્રાન્તઃ સ્વામિનયા રજૂ એ પ્રકારના હેતુને સિદ્ધ કરવા માટે સ્વથતા વિદિતત્વાર્ એ હેતુ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું.
થિકાળિો .... સિદ્ધા કેમ કે વિવેકી એવા અધિકારીની સર્વત્ર=સર્વ ધર્મકૃત્યોમાં, મોક્ષાર્થિપણાની જ અર્થથી સિદ્ધિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં જિનાર્ચનાદિ કૃત્યોથી નર-અમરનાં સુખો મળે છે, તેવાં કથનો પ્રાપ્ત થાય છે, આથી જ દ્રવ્યસ્તવ કરનાર અશ્રુતથી (૧૨મા દેવલોકથી) ઉપર જઈ શકતા નથી, તેવું વચન પણ ઉપલબ્ધ છે. તેથી દ્રવ્યસ્તવ સ્વર્ગ માટે છે તેવું સિદ્ધ થાય છે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
કવિ ... 7ોપલેશડ્યા કોઈક ઠેકાણે શાસ્ત્રમાં કોઈક સ્થાને, સાધારણપણાથી જ=અભ્યદય અને મોક્ષરૂપ ઉભય સાધારણપણાથી જ, ફળનો ઉપદેશ છે અર્થાત્ દ્રવ્યસ્તવ અભ્યદય અને મોક્ષરૂપ બંને ફળ આપનાર છે, તેવો ઉપદેશ છે. તેથી અર્થથી મોક્ષ માટે જ કરાય છે, તેમ સિદ્ધ થાય છે.
લુવાવ વાવ: - જે પૂર્વમાં કહ્યું કે કોઈક સ્થાનમાં અભ્યદય અને મોક્ષરૂપ સાધારણ ફળનો ઉપદેશ છે, જે, વાચક ઉમાસ્વાતિ મહારાજ કહે છે –
નિનવિખ્યું ... ” | જિનભવન, જિનબિંબ, જિનપૂજા અને જિનમતને જે કરે તેને નર, અમર અને મોક્ષનાં સુખરૂપ ફળો હાથમાં રહેલાં છે.