________________
૧૪૫૦
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
શાસ્ત્રમાં કોઈ ઠેકાણે સાધારણથી જ ફળનો ઉપદેશ છે અર્થાત્ દ્રવ્યસ્તવનું ફળ નર-અમરનાં સુખો છે અને શિવસુખ પણ છે, એમ સાધારણથી જ ફળનો ઉપદેશ છે. તેથી દ્રવ્યસ્તવનું ફળ માત્ર સ્વર્ગ નથી, પરંતુ સ્વર્ગાદિની પ્રાપ્તિ દ્વારા અંતિમ ફળ તો મોક્ષ જ છે. તેથી અંતિમ ફળના અર્થી વિવેકી શ્રાવકો દ્રવ્યસ્તવમાં પ્રયત્ન કરતા હોય ત્યારે મોક્ષસુખ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી નર-અમરનાં સુખો પ્રાપ્ત કરે છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. માટે વિવેકી એવા દ્રવ્યસ્તવના અધિકારી શ્રાવકો મોક્ષ માટે જ દ્રવ્યસ્તવ કરે છે, તેમ માનવું પડે. તેથી સ્વર્ગાર્થીપણા વડે દ્રવ્યસ્તવ વિહિત છે, એમ જે પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અભ્યદય અને મોક્ષ સાધારણ ફળ દ્રવ્યસ્તવનું છે, એ પ્રકારનો ઉપદેશ છે; એ કથન દ્વારા “કેટલાક કહે છે કે દ્રવ્યસ્તવ અભ્યદયએફળવાળું છે, માટે સ્વર્ગાદિ કામનાથી દ્રવ્યસ્તવ કરાય છે, એ પ્રકારનું તેમનું વચન” નિરાકૃત થાય છે, કેમ કે દ્રવ્યસ્તવનું અભ્યદય અને મોક્ષ સાધારણ ફળ હોવાને કારણે અભ્યદયએક ફળવાળું દ્રવ્યસ્તવ છે, એ કથન અસંગત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિ કરનાર શ્રાવકને ભગવાન પ્રત્યેનો રાગભાવ વર્તે છે, અને રાગ એ મોક્ષનું કારણ નથી, પરંતુ અભ્યદયનું કારણ છે; તેથી જિનાર્ચનાદિ કૃત્ય અભ્યદયએફળવાળું છે, માટે પુણ્યકર્મ છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સરાગચારિત્રવાળા સાધુને પણ ભગવાનના વચનનો રાગ વર્તે છે, અને ભગવાનના વચનના રાગને કારણે સરાગચારિત્ર પણ અભ્યદયએકફળવાળું છે તેમ માનવું પડે. તેથી પૂર્વપક્ષી કહે છે કે “ચારિત્ર મોક્ષનું કારણ છે માટે ધર્મ છે, અને જિનાર્ચનાદિ સ્વર્ગનું કારણ છે માટે ધર્મરૂપ નથી, પરંતુ પુણ્યકર્મ છે,” તે વચન સંગત નથી; કેમ કે રાગાંશને કારણે દ્રવ્યસ્તવને પુણ્યકર્મ કહીને ધર્મરૂપ નથી, તેમ જો પૂર્વપક્ષી કહે, તો સરોગચારિત્રમાં પણ રાગાંશના અનુપ્રવેશથી સરાગચારિત્ર પણ પુણ્યકર્મ છે, ધર્મત્ય નથી, તેમ પૂર્વપક્ષીને માનવું પડે.
અહીં પૂર્વપક્ષી કહે કે જિનાર્ચનાદિ સ્વરૂપથી રાગરૂપ છે, અને ચારિત્ર સ્વરૂપથી રાગરૂપ નથી, પરંતુ સંયમરૂપ છે. તેથી જે સ્વરૂપથી રાગરૂપ હોય તે અભ્યદયએક ફળવાળું છે, માટે જિનાર્ચનાદિ અભ્યદયનું કારણ છે; અને ચારિત્ર સ્વરૂપથી સંવરભાવરૂપ છે, માટે ધર્મરૂપ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્વરૂપથી તત્ત્વની=અભ્યદયએક ફલકત્વની, દ્રવ્યસ્તવમાં અને ચારિત્રમાં અસિદ્ધિ છે.
આશય એ છે કે સંસારની પ્રવૃત્તિમાં સ્વરૂપથી રાગરૂપપણું હોય છે, પરંતુ જિનાર્ચનાદિ કૃત્યોમાં તો જિન પ્રત્યેના રાગના બળથી સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ ચિત્તનો સંવરભાવ હોય છે. તેથી જેમ સરાગચારિત્રમાં ભગવાનના વચનના રાગના બળથી સાધક યોગી વીતરાગભાવને અનુકૂળ એવો સંવરભાવ વધારે છે, તેમ દ્રવ્યસ્તવમાં પણ જિનગુણના રાગને અવલંબીને સર્વવિરતિને અનુકૂળ એવો સંવરભાવ શ્રાવક વધારે છે. તેથી દ્રવ્યસ્તવ અને સરાગચારિત્ર એ બંનેમાં સ્વરૂપથી અભ્યદયએક ફલકત્વની અસિદ્ધિ છે. માટે જો પૂર્વપક્ષી ચારિત્રને ધર્મરૂપ કહેતો હોય તો તેણે દ્રવ્યસ્તવને પણ ધર્મરૂપ કહેવું જોઈએ.