________________
૧૪૪૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૩ વારિત્રસ્થાપિ . શા ક્ષતિઃ ? ચારિત્રનું પણ તે રીતે જ તત્ત્વ છે=દ્રવ્યસ્તવની જેમ વિજાતીય યોગપણારૂપે જ ચારિત્રની સ્વર્ગજવકતા છે, એથી તત્ તુલ્યપણું હોવાથી દ્રવ્યસ્તવમાં ચારિત્રતુલ્યપણું હોવાથી, પુણ્યપણામાં કોઈ ક્ષતિ નથી અર્થાત્ પૂર્વપક્ષી દ્રવ્યસ્તવને પુણ્યકર્મ સ્વીકારતો હોય તો તે પુણ્યકર્મ સરોગચારિત્ર જેવું જ છે. માટે દ્રવ્યસ્તવને પુણ્યકર્મ સ્વીકારવાથી ધર્મપણાની ક્ષતિ થતી તથી; કેમ કે જેમ સરાગચારિત્ર પુણ્યકર્મ છે, તેમ દ્રવ્યસ્તવ પણ પુણ્યકર્મ છે. ભાવાર્થ :
પૂર્વમાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ચારિત્ર ધર્મનું કારણ છે અને જિનાર્યાદિ પુણ્યબંધનું કારણ છે. તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું કે જેમ સરાગચારિત્ર પુણ્યાર્જન દ્વારા મોક્ષનું કારણ છે, તેમ જિનાર્યાદિ પણ પુણ્યાર્જન દ્વારા મોક્ષનું કારણ છે. હવે તે કથનનો જે ભાવ છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – | જિનાર્ચનાદિ પુણ્યકર્મ છે, તેની સિદ્ધિ કરવા માટે પૂર્વપક્ષી જે અનુમાન કરે છે, તે પ્રથમ બતાવે છે –
પૂર્વપક્ષી કહે છે કે “જિનાર્ચનાદિ પુણ્યબંધનું કારણ એવું કૃત્ય છે; કેમ કે સ્વર્ગાદિની કામનાથી કરાય છે” આ પ્રકારના પૂર્વપક્ષીના અનુમાનને દૂષિત કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ અનુમાન યુક્ત નથી; કેમ કે કોઈને ભ્રાંતિ થાય કે કુટુંબનું પાલન કરવું એ સ્વર્ગનો ઉપાય છે અથવા તો કન્યાદાન કરવું એ સ્વર્ગનો ઉપાય છે, અને તે પ્રકારના ભ્રમને કારણે સ્વર્ગાદિકામનાથી તે પુરુષ કુટુંબનું પાલન કરે કે કન્યાદાન કરે તો તેને પણ પુણ્યકર્મરૂપે સ્વીકારવાની આપત્તિ આવે.
વસ્તુતઃ જિનાર્ચનાદિ પુણ્યકર્મરૂપે પૂર્વપક્ષીને અભિમત છે, પરંતુ કુટુંબનું પાલન કે કન્યાદાન કરવું એ પુણ્યરૂપે અભિમત નથી. તેથી હેતુ અસાધ્યનો સાધક બનવાથી વ્યભિચારી છે.
અહીં પૂર્વપક્ષી વ્યભિચારદોષના નિવારણ માટે કહે કે અમે ‘અપ્રાન્તઃ' એ પ્રકારનું હેતુનું વિશેષણ આપીશું, તેથી જે કૃત્ય અભ્રાંત પુરુષો વડે સ્વર્ગાદિ કામનાથી કરાય તે કૃત્યને અમે પુણ્યકર્મ કહીએ છીએ, અને જિનાર્ચનાદિ કૃત્ય તેવું છે, માટે પુણ્યકર્મ છે; અને કુટુંબપાલન કે કન્યાદાન કોઈ સ્વર્ગાદિ કામનાથી કરે તોપણ પુણ્યકર્મ નથી; કેમ કે ફક્ત ભ્રાંતિને કારણે તેઓ સ્વર્ગાદિ કામનાથી કુટુંબપાલન કે કન્યાદાન કરે છે. માટે અમારો હેતુ વ્યભિચારી સિદ્ધ થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવંતિસુકુમાલે નલિની ગુલ્મ વિમાનની પ્રાપ્તિ માટે જે દુર્ધર ચારિત્રનું પાલન કરેલું તે પણ પુણ્યકર્મરૂપે સિદ્ધ થશે; કેમ કે અભ્રાંત એવા અવંતિસુકમાલે સ્વર્ગાદિની કામનાથી ચારિત્રનું પાલન કરેલું, અને પૂર્વપક્ષીને ચારિત્ર પુણ્યકર્મરૂપે અભિમત નથી, પરંતુ ધર્મકૃત્ય રૂપે અભિમત છે. તેથી પુણ્યકર્મરૂપે અભિમત એવા ચારિત્રમાં હેતુની પ્રાપ્તિ થવાથી હેતુ વ્યભિચારી સિદ્ધ થશે, અને વ્યભિચારી હેતુથી સાધ્યની સિદ્ધિ થશે નહિ.
અહીં પૂર્વપક્ષી વ્યભિચાર દોષના નિવારણ માટે કહે કે નિર્નિદાનતા અંશમાં અભ્રાંત વિશેષણ અમે આપીશું, તેથી હેતુ વ્યભિચારી બનશે નહિ; કેમ કે અવંતિસુકમાલ તો નિર્નિદાનતા અંશમાં ભ્રાંત હતા, તેથી