________________
૧૪૪૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૩ અનુકૂળ એવા ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, અને ઉત્તમ એવા દેવ-મનુષ્યભવને પ્રાપ્ત કરીને સંયમની શક્તિનો સંચય કરે છે અને ક્રમે કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી જેમ –
દંડ, ભ્રમિરૂપ વ્યાપારથી ઘટનો જનક છે, અને સરાગચારિત્ર શુભાશ્રવરૂપ વ્યાપારથી મોક્ષનું જનક છે, તેની જેમ ભગવાન પ્રત્યેના રાગવાળા પુરુષનું જિનાર્ચનાદિ કર્મ શુભાશ્રવના વ્યાપારથી મોક્ષનું કારણ છે. તેથી વ્યવહારનયથી જેમ ઘટ પ્રત્યે ભ્રમિ દ્વારા દંડ કારણ છે, અને મોક્ષ પ્રત્યે શુભાશ્રવ દ્વારા સરાગચારિત્ર કારણ છે, તેમ ભગવાન પ્રત્યેના રાગવાળા પુરુષનું દ્રવ્યસ્તવ શુભાશ્રવરૂપ વ્યાપાર દ્વારા મોક્ષ પ્રત્યે કારણ છે. માટે જેમ સરાગચારિત્રમાં ધર્મપણું હીન થતું નથી, તેમ દ્રવ્યસ્તવમાં પણ ધર્મપણું હીન થતું નથી.
અહીં વિશેષ એ છે કે ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં વ્યવહારનયથી ધર્મપણું હીન થતું નથી એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનય વીતરાગ ચારિત્રને કે વીતરાગ સમ્યકત્વને મોક્ષ પ્રત્યે કારણ માને છે, પરંતુ સરાગચારિત્ર કે સરાગ સમ્યકત્વને મોક્ષ પ્રત્યે કારણ સ્વીકારતો નથી; કેમ કે રાગદશા એ કર્મબંધનું કારણ છે, એમ નિશ્ચયનય કહે છે. તેથી સરાગચારિત્રને નિશ્ચયનય સ્વર્ગનું કારણ કહે છે, મોક્ષનું કારણ કહેતો નથી. તેથી તે નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો સરાગચારિત્રની જેમ રાગવાળા પુરુષનું દ્રવ્યસ્તવ પણ મોક્ષનું કારણ નથી, પરંતુ સ્વર્ગનું કારણ છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિનો વ્યવચ્છેદ કરવા અર્થે ગ્રંથકારશ્રીએ કહ્યું કે વ્યવહારનયથી જેમ સરાગચારિત્ર શુભાશ્રવની પ્રાપ્તિ કરાવીને ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ દ્વારા મોહના ઉન્મેલનનું કારણ બને છે માટે ધર્મ છે, તેમ વીતરાગ પ્રત્યેની ભક્તિથી કરાયેલો દ્રવ્યસ્તવ પણ શુભાશ્રવની પ્રાપ્તિ કરાવીને ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ દ્વારા મોહના ઉન્મેલનનું કારણ બને છે, માટે ધર્મ છે. આમ વ્યવહારનય વીતરાગ પ્રત્યેના રાગને પરંપરાએ વિતરાગતાનું કારણ સ્વીકારે છે, જ્યારે નિશ્ચયનય તો રાગના ઉચ્છેદમાં કરાયેલા યત્નથી જ વીતરાગતાની પ્રાપ્તિ થાય છે, માટે વીતરાગ ચારિત્રને જ મોક્ષનું કારણ સ્વીકારે છે, પરંતુ સરાગચારિત્રને મોક્ષનું કારણ સ્વીકારતો નથી. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે સરાગચારિત્રની જેમ જિનાર્ચનાદિ કર્મ પુણ્યના અર્જન દ્વારા મોક્ષનું કારણ હોવાથી, વ્યવહારનયથી સરાગચારિત્રની જેમ દ્રવ્યસ્તવ પણ ધર્મરૂપ છે. એ કથનનો ભાવ શું છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ટીકા :
___अयं भावः- 'जिनार्चादिकं पुण्यं कर्म स्वर्गादिकामनया करणात्' इति साधनं न युक्तम्, भ्रान्तिकरणे व्यभिचारात्, अभ्रान्तैरिति विशेषणेऽपि अवन्तीसुकुमालेन नलिनीगुल्मप्राप्त्यर्थे क्रियमाणे दुर्द्धरचारित्रे व्यभिचारात्, निनिर्दानतांशेऽभ्रान्तैरिति विशेषणे च विशेष्यासिद्धिः, न हि तादृशा जिनार्चनादिकं स्वर्गाय कुर्वन्ति, किन्तु मोक्षायैवेति । आह च - “मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः