________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
૧૪૪૩
ટીકાર્ચ -
ત્તેિન ... નહી તે . આના દ્વારા શુદ્ધ જિનપૂજાના ધર્મપણાના વ્યવસ્થાપન દ્વારા=શ્લોક૯૨માં ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં ધર્મપણાનું વ્યવસ્થાપન કર્યું એના દ્વારા, આ પણ વ્યપાત છેઃ આગળમાં કહેવાય છે એ પણ નિરાકૃત છે. જેને બીજા પાશદોષાકરથી બીજા અજ્ઞો અધિગત સૂત્રના તાત્પર્યવાળા=સૂત્રના તાત્પર્યને, નહિ જાણનારા, કહે છે –
શું કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – “જિનાર્ચનાદિ ફક્ત પુણ્ય કર્મ છે, પરંતુ ચારિત્રની જેમ ધર્મને કરનાર નથી.”
અતિદેશથી પ્રાપ્ત એવા થપાસનના હેતુને પૂર્વના શ્લોકના કથન દ્વારા અતિદેશથી પ્રાપ્ત એવા અજ્ઞોના કથનના નિરાકરણના હેતુને, શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
કિજે કારણથી પુષ્પાર્જન દ્વારા=શુભાશ્રવરૂપ વ્યાપારપણા દ્વારા, મોક્ષનું જતન હોવાને કારણે સરાગપણાને જાણનારના=રાગસહિત પુરુષના, તેનું–જિનાર્ચનાદિ કર્મનું, તેની જેમ=ચારિત્રની જેમ, ધર્મપણું વ્યવહારથી હીન થતું નથી. ભાવાર્થ :
શ્લોક-૯૨ની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ પરને દ્રવ્યસ્તવમાં ધર્મપક્ષપણું બળાત્કારથી અંગીકાર કરાવવાનું કહ્યું અને તે પ્રમાણે શ્લોક-૯૨માં દ્રવ્યસ્તવમાં ધર્મપક્ષનું સ્થાપન કર્યું, અને શ્લોક-૯૨ની ટીકામાં વિશદ ચર્ચા કરતાં કહ્યું કે વિધિ-ભક્તિના વૈગુણ્યકૃત દ્રવ્યસ્તવમાં ક્યારેક અશુદ્ધિ થાય છે, તે પણ ભક્તિના અધ્યવસાયથી શુદ્ધ થાય છે; અને જેઓ વિધિ-ભક્તિના વૈગુણ્ય વગર પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી જિનપૂજા કરે છે, તેઓની શુદ્ધ જિનપૂજા મોક્ષના કારણભૂત ધર્મરૂપ છે. આમ શ્લોક-૯૨ના કથનથી બતાવે છે, અને તેના દ્વારા પ્રસ્તુત શ્લોકમાં આગળમાં ગ્રંથકારશ્રી કહે છે તે અન્યનો મત પણ નિરાકૃત થાય છે. તે મત બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પાશદોષાકરથી અન્ય એવા અજ્ઞ પુરુષો સૂત્રના તાત્પર્યને નહિ જાણનારા કહે છે – તે અજ્ઞપુરુષો શું કહે છે ? તે પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી બતાવે છે –
પાશદોષાકરથી અન્ય અજ્ઞપુરુષો કહે છે કે જિનાર્ચનાદિ પુણ્યકર્મ છે, પરંતુ ચારિત્રની જેમ ધર્મને કરનાર નથી=ધર્મનું કારણ નથી. આમ કહીને તેઓ એ કહે છે કે જેમ ચારિત્ર મોક્ષનું કારણ છે, તેમ ભગવાનની પૂજા મોક્ષનું કારણ નથી પરંતુ પુણ્યબંધનું કારણ છે, અને પુણ્યબંધથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ મોક્ષની પ્રાપ્તિ થાય નહિ. આ પ્રકારનો અજ્ઞોનો મત શ્લોકમાં બતાવ્યા પછી અતિદેશથી પ્રાપ્ત અજ્ઞોના મતના નિરાકરણના હેતુને શ્લોકના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
રાગસહિત એવા પુરુષનું ચારિત્ર સરાગચારિત્ર છે અને તે પુણ્યાર્ચનરૂપ દ્વારથી મોક્ષનું કારણ છે. અર્થાત્ સરાગચારિત્ર પાળીને સુસાધુઓ શુભાશ્રવને પ્રાપ્ત કરે છે, અને તે શુભાશ્રવ દ્વારા મોક્ષપ્રાપ્તિને