________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨
૧૪૪૧ ભેજવાળો હોતે છતે, જેમને હંસના શિશુમાં કાગડાના શિશુની શંકા છે, તે પુરુષને ધિક્કાર થાઓ, અને તેની માતાને ધિક્કાર થાઓ. Iકા ભાવાર્થ
કાગડાના શિશુમાં કૃષ્ણતા હોય છે અને હંસના શિશુમાં શ્વેતતા હોય છે, તેથી બેનો સ્પષ્ટ ભેદ છે. વળી કાગડાના શિશુની વાણી કર્કશ હોય છે અને હંસના શિશુની વાણી ગંભીર હોય છે, તેથી કાગડાના શિશુની અને હંસના શિશુની વાણીમાં પણ સ્પષ્ટ ભેદ છે.
તેમ સર્વજ્ઞના વચનના અનુપાતી વચનો કહેનારા હંસશિશુ જેવા પ્રાચીન પૂજ્ય હરિભદ્રસૂરિ આદિ આચાર્યો હોવાથી તેઓ હંસના શિશુ જેવા શ્વેત છે, અને પુરુષને કહેનાર પાશદોષાકર અસંબદ્ધ પ્રલાપ કરનારા હોવાથી કાગડાના શિશુ જેવા કૃષ્ણ છે.
વળી પ્રાચીન પૂજ્ય હરિભદ્રસૂરિ આદિ આચાર્યોની વાણીમાં ગંભીરતા ગુણ છે, જ્યારે પપુરુષને કહેનાર પાશદોષાકરની વાણીમાં ગંભીરતા ગુણ નથી; આમ છતાં પલ્લવ જ્ઞાનવાળા જડપુરુષોની રાગી પર્ષદામાં રહેલા લોકો પોતાના ઉપદેશકની વાણી સાંભળીને કહે છે કે પ્રાચીન એવા પૂ.આચાર્ય હરિભદ્રસૂરિ આદિ કાકશિશુ જેવા કૃષ્ણ છે. આ રીતે હંસશિશુમાં કાકશિશુની શંકા કરનાર તે રાગી પર્ષદાને ધિક્કાર થાઓ, અને તેમની માતાને પણ ધિક્કાર થાઓ, કે જે માતાએ આવા પુત્રોને જન્મ આપ્યો, કે જેઓ કાગડાના શિશુના જેવા પલ્લવજ્ઞાનવાળા ઉચ્છંખલ ઉપદેશકોના અને હંસના શિશુના જેવા ગંભીર ગુણવાળા પૂર્વના ઉત્તમ ઉપદેશકોના ભેદને સમજી શકતા નથી. ટીકા :
અસ્તુ. પરમેશ્વરમ્ II જે પ્રમાણે તે વસ્તુ હો તે પ્રમાણે હો જડપુરુષોની રાગી પર્ષદામાં રહેલા પલ્લવજ્ઞાતવાળા લોકો હંસશિશુ જેવા પ્રાચીન આચાર્યોમાં કાકશિશુની શંકા કરે તો પણ તે પ્રાચીન આચાર્ય જે પ્રમાણે શુદ્ધપ્રરૂપણા કરનાર છે તે પ્રમાણે જ તેઓ યથાર્થ થાય. માટે જિતવચનને જાણનારા પંડિતોને નમસ્કાર થાઓ, જેમને વશ=જિતવચનને જાણનારા પંડિતોને વશ, સકલ પાપનો નાશ કરનારું પરમેશ્વરનું શાસન જય પામે છે. પ૮ II૯૨ાા ભાવાર્થ :
પૂર્વના સુવિહિત આચાર્યોનાં યુક્તિયુક્ત વચનોમાં પણ ષપુરુષના મતના રાગી કોઈક પુરુષ અસંબદ્ધની શંકા કરે છે, તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે ભલે તે જડમતી અસંબદ્ધ પ્રલાપ કરે, પરંતુ પૂર્વાચાર્યોએ જે વસ્તુની પ્રરૂપણા કરી તે વસ્તુ જે પ્રમાણે હોય તે પ્રમાણે યથાર્થ થાઓ=જો પૂર્વાચાર્યોએ યથાર્થ પ્રરૂપણા કરી હોય અને કોઈક તેને અસંબદ્ધ કહે એટલામાત્રથી તે પ્રરૂપણા અસંબદ્ધ થતી નથી. આમ કહીને ભગવાનના શાસનના વચનની યથાર્થ પ્રરૂપણા કરનારા એવા જિનશાસનના જાણનારા પંડિતોને ગ્રંથકારશ્રી નમસ્કાર કરે છે, અને કહે છે કે આવા મહાપુરુષોને વશ સકલ પાપનો નાશ કરનારું એવું ભગવાનનું શાસન જય પામે છે અર્થાત્ જગતમાં વિસ્તાર પામે છે. શા