________________
૧૪૪૦
પ્રતિમાશતક | શ્લોક : ૨ પ્રકારની=વિવિધ પ્રકારની રચનાને જાણતો નથી, વૃથા ગર્વથી ગ્રસ્ત થયેલો એવો તે મૂઢ વિદ્વાનોના અખિલ જળને શોધે છે. પણ ભાવાર્થ -
ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે અને ભગવાનની ભક્તિથી શુભ ભાવ થાય છે, એ પ્રકારનો પ્રગટ રીતે સ્કુરાયમાન થતો સ્પષ્ટ ઉદર્દ=સચોટ તર્ક વિદ્યમાન હોય ત્યારે પૂર્વના સંતોની વાણીની આ ગતિ નથી અર્થાત્ ભગવાનના ભક્તિકાળમાં શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિ હોય ત્યારે લેશ પણ હિંસા નથી, એ પ્રકારની પ્રાચીન પુરુષોની વાણીની ગતિ નથી, એ પ્રમાણે મૂઢ પ્રલાપ કરે છે; પરંતુ તે મૂઢ ચિત્ર નયપરિણતિને જાણતો નથી અને ચિત્રરચનાને જાણતો નથી=આગમનાં વચનો કયા નયની અપેક્ષાએ ક્યાં સંસ્થિત છે, તે ચિત્ર નવપરિણતિને મૂઢ જાણતો નથી અને આગમની ચિત્ર પ્રકારની રચનાને જાણતો નથી. આથી જ મહાનિશીથના અને સ્થાનાંગસૂત્રના પાઠને ગ્રહણ કરીને છ પ્રકારના પુરુષના વિકલ્પો પાડીને દેશવિરત શ્રાવક કરતાં વિરતાવિરતને જુદા પાડે છે, અને વિરતાવિરત શ્રાવકો પુષ્પાદિથી પૂજા કરે છે અને તે પુષ્પાદિથી પૂજા ધર્માધર્મરૂપ મિશ્ર છે, તેમ કહે છે. ટીકાર્ચ -
ખતે .... મનનનન પાપલ્લવજ્ઞાનવાળા એવા જડપુરુષો પ્રત્યે રાગવાળી પર્ષદામાં વિદ્વાનોની પ્રગભૂતા-ચતુરાઈ, શોભા પામતી નથી. ઘણા કાગડાથી સંકુલ યુક્ત એવા પાંજરામાં મરાલલલના= રાજહંસી સંગત નથી જ. ligli ભાવાર્થ
છે પુરુષને કહેનારા પલ્લવજ્ઞાનવાળા=અધકચરા જ્ઞાનવાળા, જડપુરુષો છે, તેથી શાસ્ત્રોને ઉચિત રીતે યથાસ્થાને વિનિયોગ કરી શકતા નથી, અને ત્રુટક ત્રુટક સ્વમતિ પ્રમાણે ગ્રહણ કરીને યથાતથા યોજન કરે છે. એવા જડપુરુષોમાં રાગવાળી પર્ષદા હોય અને તેમાં કોઈ વિદ્વાન પુરુષ યુક્તિયુક્ત વાત કરે તો તે વિદ્વાનની યુક્તિયુક્ત કથન કરવાની ચતુરાઈ શોભાને પામતી નથી.
જેમ ઘણા કાગડાઓથી યુક્ત પાંજરામાં રાજહંસી શોભાને પામતી નથી અર્થાત્ જેમ જડ પ્રત્યેના રાગી પુરુષોની પર્ષદામાં વિદ્વાનની વિદ્વત્તા શોભાને પામે નહિ, તેમ શોભાયમાન પણ રાજહંસી ઘણા કાગડાઓના પાંજરામાં શોભાને પામે નહિ. ટીકાર્ય :
Jતસિતતયો ... થિ કૃષ્ણપણાનું અને જેતપણાનું સ્પષ્ટ અંતર હોતે છતે કાગડાના શિશુમાં અને હંસના શિશુમાં કૃષ્ણપણાનું અને શ્વેતપણાનું સ્પષ્ટ અંતર હોતે છતે, અને વાણીનો ગંભીર ગુણ ભેજવાળો હોતે છતેકાગડાની વાણી કરતાં હંસના શિશુની વાણીનો ગંભીર ગુણ