________________
૧૩૭૦
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
ભાવાર્થ
ચારે દિશાઓમાં કેટલાક શ્રાવકો રહેલા છે. તેઓ સંપૂર્ણ સંગ વગરની સંયમની અવસ્થાના અર્થી છે, તોપણ સર્વસંગનો ત્યાગ કરીને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની શક્તિવાળા નથી; છતાં આરંભાદિની પ્રવૃત્તિનો સંકોચ કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરનારા છે. કદાચ આ ભવમાં શક્તિનો પ્રકર્ષ ન થાય તો સર્વવિરતિ ગ્રહણ ન કરી શકે, છતાં તત્ત્વના જાણનારા હોવાને કારણે અને પુણ્ય-પાપનાં રહસ્યોને જાણનારા હોવાને કારણે હંમેશાં સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરવા અર્થે આત્માને ભાવિત કરતા હોય છે; અને અંત સમયે છઠ્ઠાદિના પારણે છઠ્ઠાદિ કરીને અંતે અનશન સ્વીકારે છે, કરેલાં સર્વ પાપોની શુદ્ધિ કરે છે અને ચિત્તને તત્ત્વમાં સ્થાપન કરીને સમાધિભાવને પામેલા હોય છે. તેવા શ્રાવકો કાળ કરીને બાર દેવલોકમાંથી અન્યતર દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને આ સ્થાન કલ્યાણની પરંપરાનું કારણ છે, માટે એકાંતે સમ્યગુ છે. ટીકા :
अदः स्थानत्रयमुपसंहारद्वारेण संक्षेपतो बिभणिषुराह – “अविरइं पडुच्च बाले आहिज्जइ, विरई पडुच्च पंडिए आहिज्जइ विरताविरतिं पडुच्च बालपंडिए आहिज्जइ, तत्थ णं जा सा सव्वतो अविरती एस ठाणे आरंभट्ठाणे अणारिए जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे, असाहू, तत्थ णं जा सा सव्वतो विरई एस ठाणे अणारंभट्ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्म साहू, तत्थ णं जा सा सव्वतो विरताविरती एस ठाणे आरंभणारंभट्ठाणे एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू । एवमेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं समोअरंति, तं० धम्मे चेव अधम्मे चेव उवसंते चेव अणुवसंते चेव" । ટીકાર્ચ -
૩ઃ ... સાદ - આ ત્રણ સ્થાનના ઉપસંહાર દ્વારા સંક્ષેપથી કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે
“મવિર .... જુવસંતે વેવ” | (૧) અવિરતિને આશ્રયીને બાળ કહેવાય છે=અધર્મનું સ્થાન બાળ કહેવાય છે. (ર) વિરતિને આશ્રયીને પંડિત કહેવાય છે ધર્મનું સ્થાન પંડિત કહેવાય છે.
(૩) વિરતાવિરતિને આશ્રયીને ધર્માધર્મ મિશ્રસ્થાનને આશ્રયીને, બાળપંડિત કહેવાય છે=ધર્માધર્મનું સ્થાન બાળપંડિત કહેવાય છે.
(૧) ત્યાં જે તે સર્વથી અવિરતિ છે એ સ્થાન આરંભનું સ્થાન, અનાર્ય યાવત્ અસર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ છે સર્વ દુઃખના નાશનો અમાર્ગ છે, એકાંત મિથ્યા છે, અસાધુ છે.
(૨) ત્યાં જે તે સર્વથી વિરતિ છે એ સ્થાન અનારંભનું સ્થાન, આર્ય યાવત્ સર્વ દુઃખ પ્રક્ષીણ માર્ગ છે સર્વ દુઃખના નાશનો માર્ગ છે, એકાંત સમ્યફ છે, સાધુ છે.