________________
૧૩૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ વિરતિ બાહ્ય આચરણાની અપેક્ષાએ છે. તેથી જેમ કાયોત્સર્ગમાં અન્નત્થસૂત્રથી આગારપૂર્વક કાયોત્સર્ગ કરાય છે, તેમ સમ્યકત્વની બાહ્ય આચરણાનું પાલન આગાર સહિત છે; અને દેશવિરતિનાં બાર વ્રતોમાં કે સર્વવિરતિનાં પાંચ મહાવ્રતોમાં કોઈ આગાર નથી, પરંતુ આરંભ-સમારંભની નિવૃત્તિ કરીને નિર્લેપભાવને અનુકૂળ દેશથી ચિત્ત નિષ્પન્ન કરવાની પ્રવૃત્તિ દેશવિરતિમાં છે, અને સર્વથા નિર્લેપભાવને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન કરવાની પ્રવૃત્તિ સર્વવિરતિમાં છે. આથી દેશવિરત શ્રાવકે કોઈ દિશાનું પરિમાણ કરેલું હોય તો સાંસારિક કાર્ય અર્થે પ્રાણના ભોગે પણ તે દિશામાં જતા નથી અને ધર્મવૃદ્ધિનું પ્રયોજન હોય તો તે દિશામાં પરિમાણ વ્રત પ્રવૃત્તિનું બાધક બનતું નથી; અને સર્વવિરત સાધુ સંયમવૃદ્ધિનો પ્રસંગ હોય તો નદી ઊતરે તોપણ પ્રતિજ્ઞાનો ભંગ નથી. આ રીતે સૂયગડાંગસૂત્રમાં આકાર-અનાકારવિષયપણારૂપે મોક્ષમાર્ગની પ્રવૃત્તિરૂપ મૂળગુણને સામે રાખીને અવિરતિનું વ્યવસ્થાપન કરેલ છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવો જે આત્માનો મૂળગુણ તેની વિરતિના અભાવની અપેક્ષાએ જ અવિરતિનું વ્યવસ્થાપન કરેલ છે, તેથી આગારના વિષયપણારૂપે મિથ્યાત્વશલ્યની અવિરતિ છે અને અનાગારના વિષયપણારૂપે અન્ય પાપસ્થાનોની અવિરતિ છે. માટે મિથ્યાત્વશલ્યના ત્યાગનો પણ સૂયગડાંગસૂત્રમાં વિરત શબ્દથી ઉલ્લેખ કરેલ છે. તેથી સૂયગડાંગસૂત્રના વચનને ગ્રહણ કરીને મિથ્યાદૃષ્ટિને સર્વતો અવિરત અને મિથ્યાત્વથી વિરામ પામેલા અવિરત સમ્યગ્દષ્ટિને અવિરત સ્વીકારીને તેમનામાં વિરતાવિરતરૂપ મિશ્રપક્ષ અમને=પૂર્વપક્ષીને, ઇષ્ટ છે એમ કહી શકાય નહિ; કેમ કે સૂયગડાંગસૂત્રના વૃત્તિકાર વડે જ સમ્યક્ત્વના અભાવથી વિરતિને અવિરતિ જ કહેલ છે, તેથી સમ્યગ્દષ્ટિની વિરતિને વિરતિરૂપે ગ્રહણ કરી શકાય અને મિથ્યાષ્ટિની વિરતિ અવિરતિ જ છે, માટે સમ્યગ્દષ્ટિમાં જો કોઈપણ પ્રકારની પાપસ્થાનની વિરતિ ન હોય તો તેમનામાં મિથ્યાદર્શનની વિરતિ છે અને અન્ય પાપસ્થાનોની અવિરતિ છે, તેમ કહીને સમ્યગ્દષ્ટિ અવિરતિવાળા છે અને મિથ્યાષ્ટિ સર્વથી અવિરતિવાળા છે, એમ કહી શકાય નહિ, માટે આ પ્રકારના સર્વતો વિરત અને અવિરત એ વિકલ્પો કરવામાં તારી શું અહોપુરુષિકા છે=પરાક્રમ છે ? અર્થાત્ અસંબદ્ધ વિભાગ કરવાનું તારું પરાક્રમ છે.
અહીં વિશેષ એ છે કે કાયોત્સર્ગમાં પચ્ચકખાણમાં અને સમ્યકત્વ વ્રત ઉચ્ચરણમાં આગારો છે; કેમ કે બાહ્ય આચરણાને સામે રાખીને ત્યાં પ્રતિજ્ઞા છે. જ્યારે દેશવિરતિનાં વ્રતોનું ગ્રહણ કે સર્વવિરતિનાં વ્રતોનું ગ્રહણ આગારપૂર્વકનું નથી, કેમ કે અંતરંગ પ્રવૃત્તિમાં યત્ન છે, તેથી અંતરંગભાવની પોષક જે બાહ્ય પ્રવૃત્તિ હોય તે પ્રમાણ છે, આથી છકાયની પ્રતિજ્ઞાવાળા સાધુ નદી ઊતરે છે, આમ છતાં ત્યાં પ્રતિજ્ઞાભંગ થતો નથી.
પૂર્વમાં સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગા પૂર્વપક્ષી જે રીતે પાડે છે, તે રીતે પડતા નથી, એમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. એ કથનથી જ પૂર્વપક્ષીનો વિરતાવિરતરૂપ ત્રીજો ભાંગો પણ પૃથ; સિદ્ધ થતો નથી; કેમ કે પૂર્વપક્ષીએ બતાવેલા વિરતાવિરતરૂપ ત્રીજા ભાંગામાં સંપૂર્ણ શ્રદ્ધાનો અભાવ હોતે છતે તેમની વ્રતોની આચરણા પણ અવિરતિ છે, તેથી અવિરતિરૂપ ભાંગામાં જ તેનો અંતર્ભાવ થાય છે અર્થાત્ (૧) મિથ્યાદૃષ્ટિ અને (૨) અવિરતિ એમ બે ભાંગી પડે છે, અને પ્રથમ મિથ્યાષ્ટિના ભાંગામાં જ વિરતાવિરત ત્રીજો ભાંગો અંતર્ભાવ પામે છે; કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં જે કાંઈપણ વિરતિની આચરણા છે તે અવિરતિ છે.