________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૮૯ વિરતિના અભાવવાળા અવિરત છે, તે કથન મિથ્યાત્વ અને સમ્યક્ત્વકૃત ભેદને આશ્રયીને બતાવેલ છે. પરંતુ સર્વતો અવિરત અને અવિરત શબ્દથી તેવો અર્થ ફલિત થતો નથી, પણ સંપૂર્ણ અવિરતિ છે અને કાંઈક ન્યૂન અવિરતિ છે, તેનો અર્થ ફલિત થાય છે. માટે સ્વમતિથી પૂર્વપક્ષી દ્વારા ઉત્નેક્ષિત એવો આ પહેલો સર્વતો અવિરત અને બીજો અવિરત ભાંગો અસમંજસ છે. વસ્તુતઃ મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ એ પ્રકારે બે ભાંગા પાડી શકાય.
વળી પૂર્વપક્ષી પાશ મિથ્યાદૃષ્ટિને સર્વતો અવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિને અવિરત, એમ સ્વીકારીને કહેતો હોય કે મિથ્યાદૃષ્ટિમાં અન્ય સર્વ પાપસ્થાનકોની અવિરતિ પણ છે અને મિથ્યાત્વની વિરતિ પણ નથી, તેથી મિથ્યાષ્ટિ સર્વથી અવિરત છે; અને સમ્યગ્દષ્ટિમાં અન્ય સર્વ પાપસ્થાનકોની અવિરતિ છે અને મિથ્યાત્વની વિરતિ છે, તેથી સર્વતો અવિરત અને અવિરત એ બે ભાગા સંગત થઈ શકશે. તેને વિશ્વ થી અન્ય દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો પૂર્વપક્ષી અન્ય સર્વ પાપસ્થાનકોની અવિરતિ અને મિથ્યાત્વની અવિરતિને ગ્રહણ કરીને સર્વતો અવિરતને અવિરત કરતાં પૃથક્ સ્વીકારે તો અવિરત સમ્યગ્દષ્ટિને પણ મિથ્યાદર્શનની વિરતિ અને અન્યની અવિરતિને કારણે મિશ્ર વિરતિ છે અર્થાત્ વિરતિ-અવિરતિ છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ સર્વતો અવિરત ભાંગામાં રહેલ મિથ્યાદૃષ્ટિને અન્ય સર્વ પાપસ્થાનકોની અવિરતિ છે અને મિથ્યાદર્શનની પણ અવિરતિ છે, તેથી પ્રથમ ભાંગાવાળા સર્વતો અવિરત છે; અને બીજા ભાંગાવાળા મિથ્યાદર્શનની વિરતિવાળા અને અન્ય પાપસ્થાનકોની અવિરતિવાળા છે, તેથી બીજો ભાંગો વિરતાવિરતરૂપ મિશ્ર સ્વીકારી શકાય, પરંતુ અવિરત સ્વીકારી શકાય નહિ.
આ રીતે ગ્રંથકારશ્રીએ સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગામાં અવિરત નામના ભાંગામાં વિરતાવિરત સ્વીકારવાની આપત્તિ બતાવી. ત્યાં પૂર્વપક્ષી કહે કે અમને ઇષ્ટાપત્તિ છે; કેમ કે સૂયગડાંગ સૂત્રના પાઠનો સ્વરસ છે. તેથી સૂયગડાંગ સૂત્ર પ્રમાણે મિથ્યાદર્શનની જેમને વિરતિ છે અને અન્ય સર્વ પાપસ્થાનકોની અવિરતિ છે તેમને મિશ્રપક્ષ છે, તેમ સ્વીકારીને તેને અમે “અવિરત' શબ્દથી કહીએ છીએ, અને જેમનામાં અન્ય પાપસ્થાનકોની વિરતિ નથી અને મિથ્યાદર્શનની પણ વિરતિ નથી, તેને અમે “સર્વતો અવિરત' કહીએ છીએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે સૂયગડાંગ સૂત્રમાં તેનું આકાર-અનાકારાદિ વિષયપણારૂપે મૂલગુણની વિરતિના અભાવની અપેક્ષાએ જ અવિરતિનું વ્યવસ્થાપિતપણું છે=મિથ્યાત્વશલ્યની વિરતિ આકારપૂર્વકની=આગારપૂર્વકની અને અન્ય પાપસ્થાનોની વિરતિ અનાકાર=આગાર રહિત ઇત્યાદિ વિષયપણારૂપે મોક્ષમાર્ગને અનુકૂળ એવા રત્નત્રયીરૂપ મૂળગુણની વિરતિના અભાવની અપેક્ષાએ જ અવિરતિનું સૂયગડાંગ સૂત્રમાં વ્યવસ્થાપિતપણું છે.
આશય એ છે કે સમ્યકત્વ ઉચ્ચરાવાય છે ત્યારે અન્યતીર્થિક આદિની પ્રતિમાને વંદનના નિષેધન પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તે પ્રતિજ્ઞા રાજાભિયોગાદિ આગારીપૂર્વક કરવામાં આવે છે; કેમ કે મિથ્યાત્વની