________________
૧૪૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ સાહેબે કહ્યું, તેથી નક્કી થાય છે કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેને આશ્રયીને દ્રવ્યસ્તવમાં અશુભ ભાવને સ્વીકારેલ છે, અને દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિનો પરિણામ છે, તેને આશ્રયીને શુભ ભાવ સ્વીકારેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ કહેલ કે દ્રવ્યસ્તવકાળમાં જે અસંયમ થાય છે, તેનો શુભભાવથી ત્યાગ થાય છે, એમ જે પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે, તે દ્રવ્યસ્તવકાળમાં વિધિ અને ભક્તિમાંથી અન્યતરના વૈગુથને આશ્રયીને કહેલ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસાને આશ્રયીને કહેલ નથી; અને તેની અત્યાર સુધી પુષ્ટિ કરી તે કારણથી, કથંચિત્ પદથી ઘોત્ય એવી પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના પંચાશકના કથનમાં કથંચિત પદથી ઘોત્ય એવી, અયતનાના સમાવેશથી જ, ત્યાં દ્રવ્યસ્તવની ક્રિયામાં, અસંયમની ઉપપત્તિ છે, તેનું શોધન પણ દ્રવ્યસ્તવમાં થયેલી અયતનાના સમાવેશથી અસંયમની ઉપપત્તિનું શોધન પણ, પરિણામની શુદ્ધિથી થાય છે=ભગવદ્ભક્તિના પરિણામની શુદ્ધિથી થાય છે, એ પ્રમાણે સમ્યક્ મનમાં લાવવું અર્થાત્ વિચારવું.
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં વચ્ચે તાત્રીનસંયમોન્સન'થી સમ્મતિ' સુધીના કથનનું ‘તસ્મા'થી નિગમન કર્યું, અને કહ્યું કે દ્રવ્યસ્તવકાળમાં વિધિ-ભક્તિની કોઈ અયતના થયેલી હોય અને તેનાથી દ્રવ્યસ્તવમાં અસંયમની પ્રાપ્તિ થયેલી હોય તેનું શોધન ભગવાનની ભક્તિના પરિણામથી થાય છે, તેમ કૂપદષ્ટાંતથી પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે કહેલ છે, પરંતુ પુષ્પાદિ જીવોની થતી હિંસાથી થયેલ અસંયમનું શોધન દ્રવ્યસ્તવથી થાય છે, તેમ કહેલ નથી. માટે કૂપદૃષ્ટાંતથી દ્રવ્યસ્તવમાં થતી પુષ્પાદિ જીવોની હિંસાથી અસંયમની પ્રાપ્તિ નથી. હવે ફૂપદષ્ટાંતથી જે અસંયમની શુદ્ધિનું કથન છે, તેનું યુદ્ધાથી અન્ય રીતે ગ્રંથકારશ્રી સમાધાન કરે છે –
વI .. પકૃષ્ટાન્તોપાલાનમ્, અથવા દ્રવ્યસ્તવ નામનો ગૃહાશ્રમરૂપ જે ધર્મ એની અધિકારિતા શ્રાવકમાં છે. અને તે અધિકારિતાવચ્છેદક અસદારંભકર્મ છે-શ્રાવકના ગૃહકાર્યથી બંધાતું કર્મ છે, તે અસદારંભકર્મનું અપનયન સદારંભ ક્રિયા વ્યક્તિથી થાય છે દ્રવ્યસ્તવરૂપ સદારંભની ક્રિયાથી થાય છે. એથી કૂપદગંતથી ઉપાદાન છે-કૂપદષ્ટાંતથી દ્રવ્યસ્તવનું ગ્રહણ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને વિધિ-ભક્તિના વૈગુણ્યથી થતી અસંયમની શુદ્ધિ દ્રવ્યસ્તવકાલીન ભગવાનની ભક્તિથી થાય છે, તેમ સ્વીકારીએ, તો સાધુને પણ અપવાદ આદિથી પ્રતિસેવના થયેલી હોય તો તેની શુદ્ધિ પણ દ્રવ્યસ્તવરૂપ ક્રિયાક્તિથી થવી જોઈએ. તેથી કહે છે –
સત્ર ..... તત્ત્વમ્ | મુનિઓના અપવાદપદાદિમાં થયેલ આમાં અસંયમમાં, નથી કૂપદગંતથી દ્રવ્યસ્તવનું ઉપાદાન નથી; કેમ કે પ્રધાનના અધિકારવાળાને જન્નદાન-શીલાદિ ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મના પ્રધાન અધિકારવાળા એવા શ્રાવકને જ અંગમાં દાનધર્મના અંગરૂપ દ્રવ્યસ્તવમાં, અધિકાર છે, એ પ્રકારે તત્ત્વ છે દ્રવ્યસ્તવવિષયક ફૂપદષ્ટાંતના ઉપાદાનનું રહસ્ય છે.