________________
૧૪૩૩
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
પૂજાકાળમાં શ્રાવકનું એ પ્રણિધાન હોય છે કે જગદ્ગુરુ એવા ભગવાનની પૂજા કરીને ભગવાનના વચનાનુસાર સર્વ ઉદ્યમથી વીતરાગ થવા માટે હું પ્રયત્ન કરી શકે તેવી શક્તિનો સંચય આ ભગવાનની પૂજાથી મને પ્રાપ્ત થાય, અને ગૃહાદિનો મારો જે પ્રતિબંધ છે તે આ ભગવાનની ભક્તિથી ક્ષીણ-ક્ષીણતર થાય. આ પ્રકારના પ્રણિધાનથી પૂજા કરનાર શ્રાવકને પોતાનો ગૃહવાસ ઇંદ્રજાળ જેવો છે, તેમ પૂર્વમાં ભાસતો હતો તે હવે તે પૂજાની ક્રિયાથી પૂર્વ-પૂર્વ કરતાં અધિક અધિક ભાસે છે, જે પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાયેલી પૂજાનું ફળ છે.
વળી, સાધુ મહાત્માઓ ભગવાનના વચનાનુસાર સર્વ અનુષ્ઠાનો સેવીને હું અસંગભાવની શક્તિવાળો થાઉં, એ પ્રકારના પ્રણિધાનપૂર્વક ભાવસ્તવની ક્રિયા કરે છે, અને તેના ફળરૂપે પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તરઉત્તરમાં અસંગભાવની નજીક જતું ઉત્તમ ચિત્ત પ્રગટે છે.
પૂર્વમાં કહ્યું કે પ્રણિધાનાદિ આશયપૂર્વકની દ્રવ્યસ્તવની ક્રિયા કે પ્રણિધાનાદિ આશયપૂર્વકની ભાવસ્તવની ક્રિયા સ્વજન્યપરિણામની શુદ્ધિ દ્વારા સમાન રીતે મોક્ષનું કારણ છે, તે વ્યવહારનયનું કથન છે. હવે ઋજુસૂત્રનયથી વિચારીએ તો ઋજુસૂત્રનય પણ અતિશયવાળી દ્રવ્યસ્તવની ક્રિયા કે ભાવસ્તવની ક્રિયા સ્વજન્યપરિણામ દ્વારા મોક્ષનું કારણ છે, તેમ માને છે, અને ક્રિયામાં અતિશયનું આધાન ભાવથી જ થાય છે અર્થાતુ-પ્રણિધાનાદિ ભાવથી જ થાય છે, તેથી વ્યવહારનયથી કે ઋજુસૂત્રનયથી એ ફલિત થાય છે કે દ્રવ્યસ્તવની ક્રિયા જ્યારે કરાતી હોય ત્યારે, તે પ્રણિધાનાદિ આશયવાળી હોવાને કારણે શુભ અનુબંધવાળી છે અર્થાત્ સંયમને અભિમુખ એવા શુભ ભાવની વૃદ્ધિને કરનારી છે, માટે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકના ચિત્તમાં ભોગનો સંશ્લેષ શિથિલ-શિથિલતર થતો જાય છે, તેથી તે દ્રવ્યસ્તવની ક્રિયા ઘણી નિર્જરાને ઉત્પન્ન કરે છે. માટે જે ક્રિયામાં સંયમને અનુકૂળ ઉત્તમ ભાવો વર્તતા હોય અને ઘણી નિર્જરાની પ્રાપ્તિ થતી હોય તેવી ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, માટે અસંયમની ક્રિયા છે, એમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ.
અહીં ગ્રંથકારશ્રીએ કહ્યું કે દ્રવ્યસ્તવની ક્રિયામાં શુભભાવનો અનુબંધ છે અને ઘણી નિર્જરા થાય છે, તેથી પુષ્પાદિ જીવોની હિંસા છે તેને આશ્રયીને દ્રવ્યસ્તવમાં અસંયમ છે તેમ કહી શકાય નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
જેમ એક પ્રદીપથી ધૂમ અને પ્રકાશરૂપ બે કાર્ય થાય છે, તેમ દ્રવ્યસ્તવરૂપ એક વ્યક્તિથી શુભભાવનો અનુબંધ અને ઘણી નિર્જરા થાય છે, વળી પુષ્પાદિ જીવોની હિંસાને આશ્રયીને પાપનો બંધ થાય છે, એમ બે કાર્ય સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જે પ્રદીપ આર્દ્રધન સંયોગવાળું હોય તે પ્રદીપથી પ્રકાશ અને ધૂમરૂપ બે કાર્ય થાય છે, પરંતુ જે પ્રદીપમાં જલથી આÁ ઇંધન ન હોય તે પ્રદીપથી પ્રકાશ થાય છે, પરંતુ ધૂમ થતો નથી.
આનાથી એ ફલિત થાય છે કે જે પ્રદીપમાં ધૂમનું કારણ પ્રવેશ પામેલું હોય તે પ્રદીપથી જ ધૂમરૂપ કાર્ય થાય છે, અને જે પ્રદીપમાં પ્રકાશથી અન્ય ધૂમના કારણાંતરનો પ્રવેશ નથી, તે પ્રદીપથી પ્રકાશ થાય છે,