________________
૧૪૩૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
અહીં વિચારકને પ્રશ્ન થાય કે જો શ્રાવકને ગૃહકાર્યના અસદારંભથી બંધાયેલું કર્મ દ્રવ્યસ્તવથી નાશ પામી શકે છે, તો મુનિઓ પણ અપવાદથી ક્યારેક પ્રતિસેવના કરે છે, તો વળી ક્યારેક અનાભોગ, સહસાત્કારથી પણ પ્રતિસેવના થાય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત લઈને મુનિઓ શુદ્ધિ કરે છે. તેને બદલે મુનિઓ પણ જો દ્રવ્યસ્તવ કરે તો અપવાદપદાદિમાં થયેલા અસદારંભ કર્મનું અપનયન દ્રવ્યસ્તવરૂપ ક્રિયાવ્યક્તિથી થઈ શકે તેમ માનવું પડે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
મુનિઓને અપવાદપદાદિમાં કરાયેલી પ્રતિસેવના માટે દ્રવ્યસ્તવનું ગ્રહણ શાસ્ત્રકારોએ કરેલ નથી; કેમ કે મુનિઓ પ્રધાન રીતે શીલાદિ ધર્મોના અધિકારી છે, દાનધર્મના અધિકારી નથી; અને શ્રાવક ચાર પ્રકારના ધર્મોમાંથી પ્રધાનરૂપે દાનધર્મના અધિકારી છે, અને જેઓ પ્રધાન એવા દાનધર્મના અધિકારી છે, તેઓને જ દાનધર્મના અંગભૂત એવા દ્રવ્યસ્તવમાં અધિકાર છે. તેથી દ્રવ્યસ્તવના અધિકારી એવા શ્રાવકો દ્રવ્યસ્તવ કરીને અસદારંભકર્મનું અને તેનાથી બંધાતા કર્મનું અપનયન કરે છે; કેમ કે ગૃહસ્થ જ્યારે સંસારનાં કાર્યો કરે છે, ત્યારે પણ વિવેકી હોવાથી સંયમના અર્થી છે, છતાં હજુ તેમનામાં સંયમની શક્તિનો સંચય થયો નથી અને ભોગાદિનો રાગ હજુ ગયો નથી, તેથી ભોગાદિના અર્થે મલિનારંભ કરે છે, અને તે મલિનારંભથી જે કાંઈપણ ભોગાદિના સંસ્કારો પડે છે અને જે કાંઈ કર્મબંધ થાય છે, તે સર્વનો નાશ ભગવાનની ભક્તિકાળમાં થાય છે; કેમ કે ભગવાનની ભક્તિકાળમાં શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોથી ઉપરંજિત છે. તેથી ભોગના સંસ્કારો નાશ પામે છે અને ભોગની પ્રવૃત્તિથી થયેલા કર્મબંધનો પણ નાશ થાય છે, અને ભગવાનના ગુણોના રાગને કારણે સંયમને અભિમુખ શક્તિનો સંચય થાય તેવા ઉત્તમ સંસ્કારો પડે છે. તેથી ગૃહારંભ કરવા છતાં તેનાથી બંધાયેલાં કર્મો અને સંસ્કારોનો નાશ કરીને દ્રવ્યસ્તવ દ્વારા શ્રાવક સર્વવિરતિની નજીકની ભૂમિકાને પ્રાપ્ત કરે છે, અને વીર્યનો પ્રકર્ષ થાય તો ગૃહારંભના સંસ્કારો નાશ પણ પામી જાય, અને સર્વવિરતિની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો ક્ષયોપશમભાવને પામે, તેથી ચારિત્રની પ્રાપ્તિ પણ થાય. આથી જ ગૃહસ્થઅવસ્થામાં સેવાયેલા અસદારંભથી બંધાયેલા કર્મોનું અપનયન ગૃહસ્થ દ્રવ્યસ્તવથી કરી શકે, અને સાધુ દ્રવ્યસ્તવના અધિકારી નહિ હોવાથી અપવાદપદાદિથી થયેલા અસદારંભકર્મનું અપનયન દ્રવ્યસ્તવથી કરી શકતા નથી, તેથી સાધુને અપવાદપદાદિથી થયેલી અસંયમની શુદ્ધિનો ઉપાય દ્રવ્યસ્તવ નથી, પરંતુ અપવાદપદાદિથી થયેલી અસંયમની શુદ્ધિનો ઉપાય પોતાના અધિકાર પ્રમાણે ઉચિત પ્રાયશ્ચિત્ત છે.
અહીં વિશેષ એ છે કે ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. દાનધર્મના અધિકારી ધનસંચયવાળા શ્રાવકો છે અને ધનસંચયવાળા શ્રાવકો ચાર પ્રકારના ધર્મમાંથી પ્રધાનરૂપે દાનધર્મ કરે છે અને અલ્પમાત્રામાં શીલાદિ ધર્મો પણ કરે છે. આ રીતે ચાર પ્રકારના ધર્મોને સેવીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, અને જ્યારે સર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે, ત્યારે તેઓ દાનધર્મના અધિકારી રહેતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી વીતરાગ થવા માટે વીતરાગ થવાના કારણભૂત એવા શીલાદિ ત્રણ પ્રકારનો ધર્મ સેવે છે; ફક્ત શ્રાવકોને