________________
૧૪૨૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ આશયરૂપ ભાવથી જ થાય છે. એથી જે દ્રવ્યસ્તવ ક્રિયાની અભિવ્યક્તિ શુભાનુબંધ અને પ્રભૂત=ઘણી, નિર્જરાને પેદા કરે છે, તે કેવી રીતે અસંયમકર્મવાળી હોય ? અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે દ્રવ્યસ્તવની ક્રિયા પુષ્પાદિ જીવોની હિંસારૂપ છે, તેથી અસંયમની ક્રિયા છે. એ પ્રકારની અસંયમની ક્રિયા કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. એથી પૂર્વપક્ષીનું કથન વિચારણીય છે અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે પુષ્પાદિથી કરાતી દ્રવ્યસ્તવની ક્રિયા ધર્માધર્મરૂપ મિશ્ર છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું પણ સ્વરૂપથી જ કહેલ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે અને ભાવસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા નથી, એ અપેક્ષાએ દ્રવ્યસ્તવમાં અપ્રધાનપણું નથી; કેમ કે દ્રવ્યસ્તવમાં વિધિ-ભક્તિ પૂર્ણ હોય તો તે દ્રવ્યસ્તવ ભાવસ્તવરૂપ જ છે, અને તેની પુષ્ટિ પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના વચનથી કરી, અને અંતે સ્થાપન કર્યું કે વ્યવહારનયથી અને ઋજુસૂત્રનયથી દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવસ્તવની ક્રિયા પ્રણિધાનાદિ આશયપૂર્વકની હોય તો મોક્ષને અનુકૂળ ભાવ નિષ્પન્ન કરીને મોક્ષ પ્રત્યે કારણ છે, માટે દ્રવ્યસ્તવની ક્રિયાને અસંયમની ક્રિયા કહી શકાય નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે કે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજના વક્તવ્યમાં કૂપદૃષ્ટાંત બતાવ્યું અને કહ્યું કે આ રીતે જો કે દ્રવ્યસ્તવમાં અસંયમ છે, તો પણ તેનાથી જ તે પરિણામની શુદ્ધિ થાય છે, જેના વડે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ=સંપૂર્ણ, કર્મ ક્ષય થાય છે, એ પ્રકારના કથનથી દ્રવ્યસ્તવમાં અસંયમ સિદ્ધ થાય છે. માટે જેમ એક પ્રદીપથી ધૂમ અને પ્રકાશરૂપ બે કાર્ય થઈ શકે છે, તેમ દ્રવ્યસ્તવથી સંયમ અને અસંયમરૂપ બે કાર્ય થઈ શકે છે, એમ પૂર્વપક્ષી કહે છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
૨ગનનુ વેશાત્ ા એક પ્રદીપથી ધૂમ અને પ્રકાશરૂપ કાર્યદ્વયતી =બે કાર્યની, જેમ ઉપપત્તિ છે તેમ દ્રવ્યસ્તવથી અસંયમ અને સંયમરૂપ બે કાર્યની ઉપપત્તિ છે એમ ન કહેવું; કેમ કે કારણાંતરનો અનનુપ્રવેશ છે=પ્રદીપથી પ્રકાશરૂપ કાર્ય થાય છે, તેનાથી ભિન્ન ધૂમરૂપ કાર્ય થાય છે ત્યારે, તે પ્રદીપના ઇંધનમાં સહવર્તી આર્દ્રતા હોય તો જ ધૂમરૂપ કાર્ય થાય, પરંતુ જો ઇંધનમાં આદ્રતા ન હોય તો બે કાર્યો થતાં નથી, તેમ દ્રવ્યસ્તવમાં શાસ્ત્રવિધિના વૈપુણ્યરૂપ મલિનભાવ હોય તો અસંયમરૂપ કાર્ય થઈ શકે, પરંતુ શાસ્ત્રવિધિથી પૂર્ણ શુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં અસંયમના કારણભૂત એવો પરિણામ નહિ હોવાથી શુભાનુબંધ અને નિર્જરારૂપ એક જ કાર્ય થાય છે.
વળી દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેટલા માત્રથી શુભભાવપૂર્વક કરાતી દ્રવ્યસ્તવની ક્રિયામાં પાપબંધ અને પુણ્યબંધ સાથે થાય છે, તેમ સ્વીકારી શકાય નહિ. તે યુક્તિથી ગ્રંથકારશ્રી બતાવે છે –
સમવતિ ા પાપ અને પુણ્યના ઉપાદાત કારણ એવા શુભ અને અશુભ અધ્યવસાયોનું યૌગપધ=એકી સાથે રહેવાપણું, સંભવતું નથી.
પૂર્વમાં કહેલ યુધ્ધ તાત્રીનસંયમોન્નને સુમમાવેનો મિત્યચતરવૈયુષ્ય વ ત્યાંથી માંડીને યૌનપદ્ય સમવતિ | સુધીના કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તમાન્ .... મને મ્ ા તે કારણથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવમાં થતા અસંયમનો ત્યાગ ભગવાનની ભક્તિકાળમાં થતા શુભભાવથી થાય છે, એમ પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ